વરૂડી ગામના રીયલ હીરો શ્રી પિયુષભાઇ રાણવાનું હાર્ટએટેકથી નિધન : વરૂડી ગામ સ્તબ્ધ બન્યું

અમરેલી
અમરેલીનાં વરૂડીમાં ગામના રીયલ હીરો જેવા સૌના લાડલા 42 વર્ષનાં શ્રી પિયુષભાઇ રાણવાનું હદય રોગના હુમલાથી નિધન થતા વરૂડી અને આસપાસના ગામોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
વરૂડી ગામના પાદરમાં માંગવાપાળ રોડ ઉપર પોતાના ખર્ચે ગામના યુવાનો માટે ક્રિકેટની પીચ તૈયાર કરનાર અને ટુર્નામેન્ટનું આયોજન કરી સ્પોર્ટસને પ્રોત્સાહન આપી ખેલાડીઓને ગામના મોભી જેવા શ્રી પિયુષભાઇ એવોર્ડ આપતા હતા. આ ઉપરાંત ગામના જરૂરીયાતમંદોને કોઇને જાણ ન થાય તે રીતે મદ પણ કરતા હતા તેમને નાની ઉમરનો પુત્ર દેવ છે માત્ર 42 વર્ષનાં પિયુષભાઇ આજે ક્રિકેટ રમતા હતા અને છાતીમાં દુ:ખાવો ઉપડતા વરૂડીમાં પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી તેમને વધ્ાુ સારવાર માટે રીફર કરવાના હતા ત્યારે હદય રોગનો બીજો હુમલો આવ્યો હતો જે જીવલેણ સાબિત થયો હતો આ સમાચાર ગામમાં પ્રસરતા વરૂડી ગામ સ્તબ્ધ થઇ ગયુ હતુ વ્યવસાયે સેન્ટીંગનું કામ કરતા શ્રી પિયુષભાઇ ગામના કોઇ જરૂરીયાતમંદ પાસે પૈસા હોય કે ન હોય તેમના ઘર ઉપર કાચી છત હોય તો પાકી છત કરી આપતા હતા.પુર્વ ધારાસભ્ય સ્વ. મગનભાઇ રાણવાના પુત્ર અને નિવૃત વન અધિકારી શ્રી શાંતિલાલ રાણવાનાં નાના ભાઇ પિયુષભાઇના નિધનથી રાણવા પરિવાર ઉપર બીજો વજ્રઘાત થયો છે કારણકે હજુ 15 દિવસ પહેલા જ કુવાડવા ખાતે હેલ્થમાં ફરજ બજાવતા પિયુષભાઇના નાનાભાઇ વિજયભાઇનું હદય રોગના હુમલાથી નિધન થયુ હતુ. ગામના લાડકવાયા એવા શ્રી પિયુષભાઇને વરૂડી ગામ સમસ્તે સોશ્યલ મિડીયા ઉપર આપેલી શ્રધ્ધાંજલીમાં જણાવ્યુ છે કે, પિયુષભાઈ રાણવા (મુન્નાભાઈ) એટલે….આદર્શનો સ્તંભ. પરિપક્વતા ની પરિભાષા,અનુભવનો સમન્વય, વિવેકાય નો વડલો, પરિવારનો કર્ણધાર ,ચતુરાઇ મા ચાણક્ય, “વરૂડી ક્રિકેટ એસોસિએશન ના આગેવાન અને ખેલાડી ,કુળ નું ઘરેણું રાણવા પરિવારની શાન અડાબીડ વ્યક્તિત્વ ,સંઘર્ષની પરિભાષા તેમની વાતોમાં ચાતુર્ય ક્રિકેટના મહારથી.આ નામ કાયમ ચળકતું રહેશે.