ઓટીટી અને સોશ્યિલ મીડિયા માટે ઘડાયેલા કાયદામાં જરૂરી ફેરફારો કરવા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત

ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પરથી પ્રસારિત થતાં કાર્યક્રમમાં નવી ગાઈડલાઇન આવવા છતાં પણ ગંદી ગાળો અને અશ્લીલતાઓ ભરેલી વિકૃત સામગ્રીનો કચરો ઠલવાઇ રહ્યો છે,જે ચિંતાનો વિષય છે. આવા કાર્યક્રમને જોવાથી વ્યક્તિનાં માનસ પર વિકૃત અસર થાય છે. ઓટીટી પ્લેટફોર્મ્સ પર સેન્સર વિનાની અશ્લિલ સામગ્રીનું પ્રસારણ કરતી લગભગ 500 એપ્લિકેશન્સ ઉભરી આવી છે, જે પરિવારમાં ગેરકાયદેસર સંબંધો પર આધારિત વિડિઓઝ અને ફિલ્મો બનાવે છે.

ખાસ કરીને ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થતાં કાર્યક્રમ પર નિયમ ન આવ્યું હોવા છતાં હજુ ગંદી ગાળો,અશ્લીલતા અને વ્યભિચાર, માંસ મટન આરોગતા દ્રશ્યો, સુરુચિ ભંગ થાય તેવા દ્રશ્યો, સનાતન સંસ્કૃતિ વિરુદ્ધના દ્રશ્યો વગેરે ઘણું બધું સતત દર્શાવવાંમાં આવે છે. અમુક કાર્યક્રમો માતા-પુત્ર, સસરા-વહુ, દિયર-ભાભી, શિક્ષક-વિદ્યાર્થીનાં પવિત્ર સંબંધને વ્યભિચારનાં સ્વરૂપે દર્શાવે છે, જે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. આ ઉપરાંત આવા કાર્યક્રમને જોવાથી વ્યક્તિનાં માનસ પર વિકૃત અસર થાય છે. ઓટીટી પર પ્રસારિત થતાં કાર્યક્રમની નવી ગાઈડલાઇનમાં ગંદી ગાળો અને અશ્લીલતાઓને શબ્દશઃ મંજૂરી આપવામાં આવી છે,જે ચિંતાનો વિષય છે. ઓટીટીનાં કારણોસર દેશમાં હિંસા, વ્યભિચાર, નારી હિંસા, ઘરેલુ હિંસા, યૌન શોષણ, તલાક જેવા કિસ્સાઓમાં વધારો થયો છે. જ્યાં નારીને પૂજવાની વાત કરવામાં આવે છે ત્યાં વ્યભિચાર દર્શાવીને તેનું ઓટીટી દ્વારા અપમાન કરવામાં આવે છે.

ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલાયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણી દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર નિયમન માટે અવારનવાર વિવિધ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ ફરિયાદ કરાયેલ અને રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત પણ અનેક રજુઅતો કરાયેલ હતી. લગભગ 150 થી વધારે સાંસદોને દિલ્લી રૂબરૂ જઈને, મળીને અન્ય જાગૃત ટીમ સાથે પણ સંકલન કરી આ અભિયાનને અગ્રેસર કરવા માટે પ્રયત્ન થયેલ. ઉલેખ્ખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા પણ આ વિશિષ્ઠ કામગીરી બદલ મિત્તલ ખેતાણીનું સન્માન ‘સાંસ્કૃતિક યોદ્ધા’ તરીકે સન્માન ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ઓટીટી અને સોશ્યિલ મીડિયા પર બ્રોડકાસ્ટિંગ માટે નવા નિયમો લાગુ પડ્યા હોવા છતાં તેમાં જરૂરી ફેરફારો કરવા માટે ‘બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ બિલ – 2023’ માં જરૂરી ફેરફારો કરવા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને સૂચનો મોકલાવ્યા છે. આ રજૂઆતને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ધ્યાનથી સાંભળી આ વિષયમાં પોતાના તરફથી યથા યોગ્ય સહકારની ખાતરી આપી હતી. રજૂઆત સમયે યુવા અગ્રણી મનીષ ભટ્ટ, જીવદયા પ્રેમી અમિતભાઈ દેસાઈ પણ સાથે જોડાયા હતા.