પૂજ્ય મોરારીબાપુ સાવરકુંડલા શહેરમાં આવેલ માનવ મંદિર આશ્રમે લીધી ખાસ મુલાકાત

સુપ્રસિદ્ધ સંત રામાયણ પૂજ્ય મોરારીબાપુ સાવરકુંડલા શહેરમાં ઉડીને આવ્યા એટલે કે સ્પેશિયલ હેલિકોપ્ટર લઇને સાવરકુંડલા શહેરમાં આવ્યા અને સાવરકુંડલા થી પાંચ કિલોમીટર રોડ ઉપર આવેલ માનવ મંદિર આશ્રમે લીધી ખાસ મુલાકાત માનવ મંદિર આશ્રમે મોરારીબાપુ એ ભક્તિ બાપુ અને દિનુ બાપુ ના આગ્રહથી ખાસ ભોજન લીધું એક કલાક આરામ કર્યો અને ભક્તિ બાપુ તેમજ મોરારીબાપુ કે જે સંબંધમાં સગા મામા ફઈ ના ભાઈઓ થાય છે ત્યારે કેટલીક પારિવારિક અને અંગત પણ ચર્ચાઓ અને વાતો કરી માનવ મંદિરે મોરારીબાપુને ભોજન પ્રસાદ ની સેવામાં માનવ મંદિરના ખાસ સેવક ભુરાભાઈ વાળા કનુભાઈ ચાખડા વાવેરા વાળા તેમજ રમેશભાઈ વાળા કોન્ટ્રાક્ટર સહિતના સેવકોએ ખાસ ખડે પગે રહી આ સેવા બજાવી હતી માનવ મંદિરે આરામ કર્યા બાદ અન્ય કાર્યક્રમમાં જવા માટે ભક્તિ બાપુની જ ગાડીમાં વિદાય લીધી અને ભક્તિ બાપુને ખાસ કહ્યું કે મને ખૂબ મજા આવી છે હવે હું આવતો રહીશ.માનવ મંદિરે રખડતા ભટકતા નિરાધાર મનોરોગીઓને વિના મૂલ્ય પુનર્જીવન પ્રાપ્ત કરવાનો ભક્તિ બાપુ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હાલ માનવ મંદિર ની અંદર ચાર બાળકો છે જેમાં તાજેતરમાં જ સવા વર્ષની દીકરીને ડુંગર પોલીસ મૂકી ગઈ તે દીકરીએ પણ મોરારીબાપુ ના આશીર્વાદ લીધા તેમજ સોહમ નામનો 14 વર્ષનો બાળક કે જેને પણ તેમનો પરિવારે નથી જોતો એમ કરીને મૂકી ગયા તેમણે પણ આશીર્વાદ લીધા સાથોસાથ લીલાબેન કોબાવટે પણ આશીર્વાદ લીધા