બગસરામાં 22 કિલો ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો

બગસરા,
ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી.ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર હેરા-ફેરી વેચાણ અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.જે અનુસંઘાને ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાંઓની જરૂરી સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.જી.ઓ.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય એસ.ઓ .જી.પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામકા ગામે રહેતા રસીકભાઈ મધુભાઈ રામાણીનું ભાગવું રાખી મજુરી કામ કરતો દીલીપભાઈ સામાભાઈ પારગી રહે.જામકા મુળ-સાલોર ગામ ફતેપુરા જી.દાહોદ વાળો ભાગવું રાખેલ ખેતર/વાડી તથા ઓરડીમાં તથા ખેતરમાં લીલા ગાંજાના છોડ વાવી તથા કોઈપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર સુકો ભેજયુકત માદક પદાર્થનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.પકડાયેલ આરોપી:-દીલીપભાઈ સામાભાઇ પારગી, ઉ.વ.41, ધંધો-ખેત મજુરી, રહે.જામકા મુળ-સાલોર ગામ ફતેપુરા જી.-દાહોદ,પકડાયેલ મુદ્દામાલ મજકુર ઈસમએ જામકા ગામે રહેતા રસીકભાઈ મધુભાઈ રામાણીનું કરાળ તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડી/ખેતરનું ભાગવું રાખી-વાડી/ખેતરમાં ગાંજાનું વાવેતર કરી તથા તેની ઓરડીમાં માદક પદાર્થ લીલાશ પડતા ભુખરા રંગનાં ભેજ યુક્ત તથા સુકો લીલો ભેજયુકત ડાળખા સાથેનો વનસ્પતી જન્ય ગાંજાનો જથ્થો વજન-22 કિલો 126 ગ્રામ કિ.રૂા. 221260/-તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની કિ.રૂા.5000/-મળી કુલ કિ.રૂા.226260/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. અને મજકુર ઈસમને વધુ તપાસ અર્થે બગસરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શનહેઠળ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી .પોલીસ સબ ઇન્સ્પેક્ટર. એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમનાંઅના. એ.એસ. આઈસંજયભાઈ પરમાર તથા નાજભાઈ પોપટ તથા યુવરાજસિંહ સરવૈયા તથા જીતેન્દ્રકુમાર મહેતા તથા રફીકભાઈ રાઠોડ તથા હેક કોન્સ.ગોબરભાઈ લાપા તથામનીષદાન ગઢવી તથા પો.કોન્સ .જીજ્ઞેશભાઈ પોપટાણી તથા જયરાજભાઈ વાળા તથા ડ્રા.પો.હેડ કોન્સ.ક્રિપાલસિંહ ગોહીલ તથા જનકભાઈ કુવાડીયા દ્વારા કરવામાં આવેલ છે.