અમરેલી: લાંચ લેનાર નિવૃત પોલીસ ઇન્સપેકટરને ચાર વર્ષની સજા

અમરેલી
અમરેલી શહેરમાં લાંચ લેવાના કેસમાં નિવૃત મહીલા પીઆઇને અમરેલીની સેશન્સ કોર્ટ ચાર વર્ષની સજા ફટકારતા ભ્રષ્ટ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, 2014ની સાલમાં અમરેલીમાં મુકેશભાઇ પ્રવિણભાઇ મંડોરા સામે આઇપીસી 498 ક સહિતનો ગુનો દાખલ થયેલ હોય તેમાં આરોપીના પરિવારના રીમાન્ડ ન માંગવા અને માર ન મારવા માટે અમરેલીના મહીલા પીએસઆઇ નર્મદાબેન શાંતીલાલ સવનીયાએ લાંચ માંગી અને 10 હજાર લીધા હતા અને વધ્ાુ પંદર હજારની માંગણી કરી હતી.એક વખત દસ હજાર લીધા પછી ફરી બીજા પંદર હજાર માંગવામાં આવતા આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અમદાવાદને ફરિયાદ કરાઇ હતી અને અમદાવાદથી એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપમાં પંદર હજારની લાંચ લેતા મહીલા પીએસઆઇ નર્મદાબેન શાંતીલાલ સવનીયા રંગે હાથે ઝડપાઇ ગયેલ. આ કેસ થયા બાદ સવનીયાની બદલી થઇ હતી અને સમય અનુસાર તેને પીએસઆઇમાંથી પીઆઇનું પ્રમોશન મળ્યું હતું તથા તે નિવૃત થયેલ.આ કેસ અમરેલીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ શ્રી મમતાબહેન ત્રિવેદીએ આરોપીને દાખલારૂપ સજા કરવા માટે કોર્ટમાં દલીલો કરી અને લાંચ લીધાના સજજડ પુરાવાઓ રજુ કર્યા હતા તમામ પુરાવાઓ તથા જિલ્લા સરકારી વકીલ શ્રી મમતાબહેન ત્રિવેદીએ કરેલી દલીલોને માન્ય રાખે સેશન્સ જજ શ્રી એમ. જે. પરાશર એ આરોપી નર્મદાબહેનને ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ 1984ની કલમો અનુસાર તકસીરવાન ઠેરવી અને આરોપી નિવૃત પોલીસ ઇન્સપેકટર સવનીયાને ચાર વર્ષની સજા અને પચાસ હજાર દંડ ફટકાર્યો હતો. નિયમ પ્રમાણે ત્રણ વર્ષ કરતા વધ્ાુ સમયની સજા હોય તો આરોપીને તત્કાલ જેલમાં જવાનુ રહેતુ હોય આ ચુકાદો આવતા જ નિવૃત પીઆઇ સવનીયાનું જેલ વોરંટ ભરી અને જેલ હવાલે કરાવામાં આવતા ભ્રષ્ટાચારીઓમાં સન્નાટો છવાઇ ગયો .