ધારી નજીક જર ગામે કેમીકલનાં કારખાનામાંથી લોખંડની ચોરીના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવાયા

ધારી,
ધારીના જર ગામે પાસે આવેલ ધ ધરમશી મોરારજી કેમીકલ કંપનીનાં કારખાનામાંથી લોખંડના સળીયા તથા લોખંડની એંગલોની ચોરી કરી લઇ જઇ મુદામાલ ચોરીનો હોવાનો જાણતા હોવા છતા મુદામાલ રાખી ગુનો કરવામાં એક બીજા આરોપીઓએ મદદ કરી ગુનો કરેલ હોવાની વિગતવારની ફરિયાદ ગઢવી છનાભાઇ રે. અમદાવાદ વાળાએ નોંધાવતા ધારી પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર્ડ નં.10/88 થી આઇપીસી કલમ 379, 447, 114 મુજબ ફરિયાદ નોંધી તપાસનીશ દ્વારા ચાર્જસીટ ધારીની એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરતા ફોજદારી કેસ નં.884/1989 થી કેસ ચાલી જતા આરોપી સતીષકુમાર શકરચંદ શાહ રહે. અમદાવાદ વાળા તરફે વકીલ રશ્મિબેન જે. ચોવટીયા રોકાયેલા હતા. અને આ કેસ ધારી કોર્ટમાં ચાલી જતા ગુણ દોષના અંતે અને વકીલશ્રીની ધારદાર દલીલોના અંતે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ધારીના એડીશ્નલ ચીફ જ્યુ. મેજી. શ્રી આર.એલ. જાડેજા દ્વારા જાહેર કરવામાં આવેલ