વિન્ડફાર્મના કામોમાં ગેરરિતી બદલ કુલ 9 ગુના નોંધાયા

અમરેલી,
વિન્ડ ફાર્મના કામોમાં ગેરરીતી અંગે નાયબ વન સંરક્ષક ગીર પુર્વ વનવિભાગ ધારીને પત્ર પાઠવી માજી ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે રજુઆત કરી હતી. મુખ્યમંત્રીને સંબોધી કરેલ રજુઆત અંગે નાયબ વન સંરક્ષક ગીર પુર્વ ધારીએ ઉતરમાં જણાવ્યું છે કે અમરેલી જિલ્લામાં વિન્ડ ફાર્મના કામ કરતી કંપનીઓ જેવી કે કિલનમેકસ, આઇનોકસ, સિમન્સ એનર્જી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર વિન્ડ ફાર્મના કામોમાં ગેરરિતી આચર્તા હોય તેમાં તપાસના અંતે વર્ષ 2022-23ના ભારતીય વન અધિનિયમ નિચે ભંગ બદલ પાંચ ગુનાઓ તેમજ વર્ષ 2023-24માં ચાર ગુનાઓ મળી કુલ 9 ગુનાઓ નોંધવાામાં આવ્યા છે. અને વનવિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી