પીપાવાવ પોર્ટ નજીક થતી પેટ્રોલિયમ ચોરી ઝડપાઇ

રાજુલા,
અમરેલી જિલ્લામાં આવેલ પીપાવાવ ચોકડી નજીક રાજધાની હોટલ ગ્રાઉન્ડ માંથી ગેરકાયદેસર ડીઝલ પેટ્રોલ ડામર સહિત ગેરકાયદેસર વેચાણ કરતા હતા સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિરલિપ્ત રાયને માહિતી મળતા તેમની ટીમ દ્વારા મોડી રાતે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ચોરી કરેલું ડીઝલ કિંમત 12,550 લીટર કિંમત રૂ.11,54,600,300 લીટર ચોરીનું પેટ્રોલ જપ્ત કિંમત રૂ.28,800,ચોરી કરેલો ડામર 19 ટન કિંમત રૂ.6,27,000,રોકડ રકમ 33,970,મોબાઈલ ફોન 3, ટેન્કર રૂ.8,00,000 ફોરવિલ વાહન રૂ.7,00,000 ઇલેક્ટ્રિક વોટર મોટર,બ્લોઅર,પાઇપ,ડોલ નોઝલ કિંમત રૂ.13,050,ડિસ્પેન્સર મશીન રૂ.50,000 કુલ મુદામાલ રૂ.34,17,920 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં સિલિંગ આઈપીસી એક્ટ મુજબ ગુન્હા નોંધી આરોપી મુદામાલ પોલીસને સોંપવામાં આવ્યા છે 2 આરોપી ઝડપાયા મુખ્ય વોન્ટેડ આરોપી સહિત 4 ફરાર સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઈ. સી.એન.પરમાર દ્વારા રેડ કરતા આ ગેરકાયદેસર ધંધામાં ભાગીદાર આરોપી દિગ્વિજ ભુપતભાઇ ખુમાણ રે.મેવાસા, ટેન્કર ડ્રાયવર સલીમ અનવરખાન પઠાણ રે મહુવા બંને ઇસમોને સ્થળ ઉપરથી દબોસી લીધા હતા જ્યારે વોન્ટેડ મુખ્ય આરોપી જયરાજ બીસુભાઈ વાળા રાજુલા,દિપક ઘનશ્યામભાઈ જીજાળા રાજુલા,હોટલ રાજધાની જગ્યા ભાડે આપનાર જાલમ ભગુભાઈ બાબરીયા રે.કડીયાળી,ડામર લઈ જનાર મહેશ મારવાડી વતન રાજસ્થાન આ ચાર આરોપીઓ ફરાર છે તેને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.સ્ટેટ મોનિટરિંગ સેલના ડી.વાય.એસ.પી. કે.ટી.કામરીયાનો સંપર્ક કરતા કહ્યું પીપાવાવ માંથી આ લોકો ગેરકાયદેસર રીતે ડીઝલના ટેન્કર કાઢતા હતા અને ડામર રાજસ્થાન સપ્લાય કરતા હતા.ગેરકાયદેસર મોટા રેક્ટ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ પડતા સ્થાનિક પોલીસમાં સન્નાટો.ગેરકાયદેસર ડીઝલ પેટ્રોલ ડામર સાહિતનો મોટો જથો સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિરલિપ્ત રાયની ટીમ દ્વારા દરોડો પાડી ઝડપી પાડતા અમરેલી જીલા પોલીસ તંત્રમાં સન્નાટો વ્યાપી ગયો હતો મોડી રાતે દરોડો પાડવામાં આવ્યો હતો રાતભર સવાર સુધી કામગીરી હાથ ધરવામાં આવી