ગુજરાત રાજ્યનાં વિકાસલક્ષી બજેટને આવકારતા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા

અમરેલી,
અમૃતકાળમાં ગુજરાતના વિકાસને વેગ આપવા વર્ષ 2024 25નું સૌથી મોટું વિકાસલક્ષી જન કલ્યાણ નું બજેટ રજૂ થતાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા તેમને આવકારવામાં આવેલ છે.આપણા ગૌરવવંતા ગુજરાતની અભૂતપૂર્વ વિકાસયાત્રાને “સૌના સાથ અને સૌના સહકાર” થકી વધુમાં વેગવાન બનાવવાના પાવન સંકલ્પ સાથે રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરગામી માર્ગદર્શન હેઠળ વર્ષ 2024-25’ માટે 3 લાખ 32 હજાર 465 કરોડની રકમ સાથે રાજ્યનું જનકલ્યાણકારી અને સર્વસમાવેશક બજેટ રજૂ કરવા બદલ માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ થયેલ બજેટને આવકારદાયક છે. પ્રત્યેક વ્યક્તિ, વર્ગ, વિસ્તાર, ક્ષેત્ર અને સમાજના સર્વાંગીણ તથા સમાવેશક વિકાસને આવરી લઈ નાણામંત્રીશ્રી દ્વારા પ્રસ્તુત ગુજરાતનું આ બજેટ “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને આગળ વધારવા સહિત જન-જનની આશાઓ અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવામાં નિશ્ચિતપણે સહાયક સિદ્ધ થશે તેવો મને વિશ્વાસ છે. તેમ શ્રી મહેશ કસવાલાએ જણાવ્યુ