રાજુલાના માંડરડી ગામે જીવતો વીજવાયર માથે પડતા પાંચ વર્ષના બાળકનું કમ કમાટીભર્યું મોત

રાજુલા,
રાજુલાના માંડરડી મુકામે વીજવાયર પડતા પાંચ વર્ષના બાળકનું કમ કમાટી ભર્યું મોત થયું હતું રાજુલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને પીએમ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
જાણવા મળતી વિગત મુજબ રાજુલાના માંડરડી મુકામ વાડીમાં કામ કરી રહેલા જગદીશભાઈ જીવાભાઇ બારૈયા ના પુત્ર ધાર્મિક જગદીશભાઈ બારીયા ઉપર વર્ષ 5 ત્યાં વાડીમાં રમતો હોય ત્યાં માથેથી પસાર થતી ઇલેવન કેવી નો વાયર એની માથે પડતા તેને બચાવવા માટે તેના પિતા પણ આવતા તેને પણ શોક લાગ્યો હતો જ્યારે આ પાંચ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતુંઅત્રે નોંધનીય બાબત છે કે મરનાર બાળક આ માતા પિતાને એકનું એક સંતાન હોય અને બંને માનસિક રીતે ભાગી ગયેલા હોય ત્યારે આ ગરીબ પરિવાર ઉપર આભ ફાટી નીકળ્યું હતું ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કાર્યાલયથી કાનાભાઈ ગોહિલ મુકેશભાઈ ગુજરીયા સરપંચ દેવાયતભાઈ લુણી રમેશભાઈ વસોયા સહિતના હોસ્પિટલ દોડી ગયા હતા અને આ બાળકને પીએમ કરી અને યોગ્ય સહાય મળે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી.
વિજઅધિકારીઓ ઘટના સ્થળે હોસ્પિટલ દોડ્યા પૂરતી સહાય આપવા પરિવારજનોને સાંત્વનાઆ ઘટનાને જાણ થતા ઇજનેર શ્રી બળાઇ તેમજ શ્રી રાઠોડ સહિતનો વીજ અધિકારીનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પરિવારજનોને શાંતુ ના આપી હતી અને આ ગરીબ પરિવારને યોગ્ય સહાય મળી રહે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી બાદમાં વીજ અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર પણ તપાસ કરવામાં આવી હતી આ ઘટના બનતા નાના એવા માંડરડી ગામમાં અરેરાટી વ્યાપી પામી હતી.