અમરેલીમાં પ્રયોસા કંપનીના પ્રોપરાઇટર સહિત પાંચે રૂપિયા 67.50 લાખની છેતરપિંડી કરી

અમરેલી,
અમરેલી પ્રયોશા કંપનીના પ્રોપરાઇટ જયશ્રીબેન વિરલભાઇ શિયાણી, તેમના કંપનીની લેતી દેતી સંભાળનાર/જામીનદાર વિરલભાઇ વિઠ્ઠલભાઇ શિયાણી રહે. અમરેલી કેરિયા રોડ બંસીધર સોસાયટી બ્લોક નં.7(એ) તથા જામીનદારો રાજનભાઇ વિઠલભાઇ શિયાણી રહે. વાંડળીયા તા.બાબરા, પિયુષભાઇ ગોરધનભાઇ શિયાણી રહે. અમરેલી રોકડવાડી કેરિયારોડ તથા તપાસમાં નામ ખુલે તે તમામ આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા કાવતરૂ રચી પી. એમ. ઇ. જી.પી.યોજના-2ની ધંધા માટેની વ્યવાસિયક લોન મેળવવા માટે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં રજુ કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવડાવી ફરિયાદીની બેન્કને આરોપીઓએ દસ્તાવેજો ખોટા હોવાનું પોતે જાણતા હોવા છતાં તે ખોટા દસ્તાવેજો ખરા તરીકે બેન્કમાં રજુ કરી બેન્ક સાથે ઠગાઇ કરવાના ઇરાદે વિશ્ર્વાસ ઘાત કરી પ્રોમેશરી નોટ આપી પોતે ફરિયાદીની બેન્કનું હિંત જાળવવા બંધાયેલ હોવા છતાં પોતાના આર્થિક ફાયદા માટે આરોપીઓએ જે લોનને તેમના વ્યવસાયિક હેતુ માટે આપેલ તે હેતુ માટે ઉપયોગમાં નહીં લઇ આરોપીઓએ છેતરપિંડી કરી ગુનો કર્યાની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર પ્રતિકભાઇ રાકેશચંદ્ર શર્માએ અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પીએસઆઇ કે.એમ.પરમાર ચલાવી રહ્યા છે.