અમરેલી સહિત રાજયભરના આરટીઓ કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિરોધ વ્યકત

અમરેલી,
જેમાં ટેકનિકલ અધિકારીએ યુનિફોર્મ પર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમાં સરકાર સામે અગત્યની પડતર માંગણીઓમાં મુખ્યત્વે પ્રોબેશન પિરિયડ પૂર્ણ કરી કાયમી ભરતી કરવા, ચેકપોઈન્ટ પર કન્ટેનર, વજન કાંટા, શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાં, અધિકારીઓને નનામી અરજીઓના આધારે નોટીસ આપવાનું બંધ કરવા, વાહનોમાં ટેક્ષ ભરાયેલ ન હોય તે વાહનોને ડીટેઈન કરવા, ચેકપોઈન્ટની પાસે સરકારી જગ્યાની વ્યવસ્થા કરી આપવા, ચેકીંગ ડ્યુટી દરમિયાન સતત સળંગ 7 દિવસ રવિવાર કે તહેવારની વળતર રજાનો લાભ કરી આપવા અથવા તો વળતર રજાનું ભથ્થું આપવા બાબત નિર્ણય લેવા, દર 2 વર્ષે યુનિફોર્મ અલાઉન્સ ચાલુ કરી આપવા વિનંતી, વોશીંગ અલાઉન્સ આપવા બાબત, પતિ-પત્નિના કિસ્સાઓમાં બદલીપાત્ર અધિકારીઓની બદલી કરી આપવાં બાબત, સરકારી કાર્યક્રમો, સભાઓ, ઈલેક્શનમાં વાહન ફાળવણીની જવાબદારી ર્ઇ્ં કચેરીને સોંપવામાં આવે છે તો વાહનોનાં બિલ ચૂકવણીમાં ખૂબ વિલંબથી થાય જેથી નવા કાર્યક્રમોમાં વાહનો આવી પદ્ધતિના લીધે પૂરા પાડવામાં મુશ્કેલી થાય છે, તો વાહન વ્યવહાર કચેરીએથી ટેન્ડરીંગ કરી એજન્સી નક્કી કરી વાહનોને લગતી કાર્ય પદ્ધતિ વિકસાવવી વગેરે જેમાં વિરોધ પ્રદર્શનમાં મુખ્યત્વે કાળી પટ્ટી ધારણ કરી, કચેરીના વડાને લેખિતમાં આવેદનપત્ર અપાશે, ્ુૈાાીિ મીડિયા જેવા માધ્યમો દ્વારા રજુઆત સરકારશ્રી સુધી પહોંચાડાશે તેમજ 4 માર્ચના રોજ માસ સી.એલ મુકાશે, તેમ છતાં પણ ઉકેલ ન આવે તો 11 માર્ચથી તમામ ગુજરાત મોટર વ્હીકલ ટેકનીકલ અધિકારીશ્રીઓ સ્વયંભૂ માસ સી.એલ પર ઉતરી જશે.