બાબરા તાલુકામાં ઉનાળુ ખેતી માટે સિંચાઈનું પાણી આપો : ધારાસભ્યશ્રી જનક તળાવીયા

બાબરા,
બાબરા તાલુકામાં ઉનાળુ સિઝન પાક માટે ખેડૂતોને સિંચાઈ માટેનો પાણી પુરવઠો સમયસર અને માફકસર મળી રહે તે હેતુથી તળાવો તેમજ ચેકડેમોમાં પાણી છોડવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે અને બાબરા તાલુકાના ખેડૂતોને ઉનાળુ ખેતી પાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી આ રજૂઆત કરવામાં આવી છે બાબરા તાલુકાના ઘણા વિસ્તારોમાં ખેડૂતો ઉનાળુ બાજરી તલ મકાઈ અને ઘાસચારા જેવા પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે બાબરા તાલુકાના ખેડૂતોને આગામી 31 માર્ચ સુધી સિંચાઈનું પાણી મળી રહે તે માટે તળાવો તેમજ ચેક ડેમો જળાશયો માં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને ઉનાળુ સિઝનમાં પાકનું ઉત્પાદન વધુ મળે રહે તેમ છે જેથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને બાબરા તાલુકા માં આગામી 31 માર્ચ સુધી સિંચાઈનું પાણી આપવામાં આવે એવી ધારાસભ્ય જનક તળાવીયા દ્વારા રજૂઆત કરવામાં આવી