અમરેલીના નાના ભંડારીયામાં નર્મદાના નીર આવ્યાં

અમરેલીના નાના ભંડારીયામાં નર્મદાના નીર આવ્યાં

અમરેલી,
આંતર-માળખાકીય વિકાસ માટે પોષણક્ષમ સિંચાઇ સુવિધાઓ હમેશા આવશ્યક રહેલ છે.ઉનાળાનાં આકરા દિવસોમાં જયારે ડેમોમાં પાણીનો સ્ત્રોત ખૂટયા ત્યારે સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠાલવી ગ્રામીણ વિસ્તારોને સમૃદ્ધ અને સશક્ત કરવામાં હેતુથી સરકારના ઉમદા પ્રયાસો ચાલુ છે. જેના ભાગ રૂપે આજે અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે નર્મદામેયાનુ પાણી ગામના સંપ સુધી લગભગ 22 વર્ષ બાદ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને લોકપ્રિય ધારાસભ્યશ્રી કૌશીકભાઈ વેકરીયાની સતત મહેનત તથા સફળ આયોજન થકી ગામમાં પાણી પહોચાડયુએ બદલ દંડકશ્રીનો ગ્રામજનોએ આભાર વ્યકત કર્યો