રાજકોટમાં નવી સીએનજી સિટી બસનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા

રાજકોટમાં નવી સીએનજી સિટી બસનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા

રાજકોટ,
રાજકોટ મહાનગર પાલિકાની સંપૂર્ણ હસ્તાંતરિત એસ.પી.વી. “રાજકોટ રાજપથ લિ.’ દ્વારા સંચાલિત “રાજકોટ  ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’થી શહેરના નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. “રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’ દ્વારા શહેરમાં બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવા ચલાવવામાં આવે છે જેમાં હાલ 52(બાવન) ડીઝલ ફ્યુઅલ સંચાલિત તેમજ 65 ઇલેક્ટ્રિક બસ(20 બી.આર.ટી.એસ. રૂટ પર તથા શહેરમાં 45) ચલાવવામાં આવે છે. જે અંતર્ગત એજન્સી દ્વારા  તબક્કામાં શહેરમાં હાલમાં કાર્યરત 52(બાવન) ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી 52(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ કરવામાં આવનાર છે. આ નવી 52(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ પૈકી ટોકન સ્વરૂપે 10(દસ) બસનું લોકાર્પણ(ફલેગ ફ) આજ તા.20 મી જુન,2024ના રોજ સાંજે 6:15 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતેથી રાજકોટના સાંસદ માન.શ્રી  રૂપાલાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું અને શહેરમાં 52(બાવન) ડીઝલ ફ્યુઅલ સંચાલિત બસના સ્થાને નવી 52(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસ શરૂ થશે. આ લોકાર્પણ(ફલેગ ફ) કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેલ હતા.આ નવી 52(બાવન) સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસના લોકાર્પણ(ફલેગ ફ) કાર્યક્રમમાં સાંસદશ્રી પરસોતમભાઈ રૂપાલા, સાંસદશ્રી  મોકરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડિયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, ભાજપ અગ્રણી દિનેશભાઈ ચોવટીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ  એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, લાઈટીંગ સમિતિ ચેરમેન કાળુભાઇ કુંગસિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, ટાઉન પ્લાનીંગ સમિતિ ચેરમેન ચેતન સુરેજા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, કોર્પોરેટર  ડવ, હાર્દિકભાઈ ગોહિલ, વિનુભાઇ ઘવા, પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, બિપીનભાઈ બેરા, ડો.પ્રદિપ ડવ, કંકુબેન ઉઘરેજા, વર્ષાબેન પાંધી, જયાબેન ડાંગર, અલ્પાબેન દવે, કીર્તિબા રાણા, કુસુમબેન ટેકવાણી, દક્ષાબેન વાઘેલા, ભાજપ અગ્રણી પરેશભાઈ ઠાકર તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં