ચિતલનાં ખુનનાં ગુનામાં 9 વર્ષથી ફરાર કેદીને ઝડપી લેતી અમરેલી એલસીબી

ચિતલનાં ખુનનાં ગુનામાં 9 વર્ષથી ફરાર કેદીને ઝડપી લેતી અમરેલી એલસીબી

અમરેલી,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. 143/2011, કલમ 302, 504, 143, 147, 148, 149, 34 તથા જી.પી.એકટ કલમ 135 મુજબના ગુનાના કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તા.31/10/2015 ના રોજ વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ હોય અને મજકુર કેદીને તા.07/12/2015 ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું તે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હોય, કેદીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગઇ કાલ તા.19/06/2024 ના રોજ સુરત મુકામેથી દેવકુ ધીરૂભાઇ બાવળા રે.ચિતલને પકડી પાડી, રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપેલ