દિલ્હી સંસદ ભવનમાં શપથ ગ્રહણ કરતા સાંસદ શ્રી ભરત સુતરીયા

દિલ્હી સંસદ ભવનમાં શપથ ગ્રહણ કરતા સાંસદ શ્રી ભરત સુતરીયા

અમરેલી
અમરેલીના નાના ગામડા માંથી ખેતી કરીને રાજકીય સફરની શરૂઆત કરનારા ભરત સુતરીયાએ અમરેલી લોકસભાની ચુંટણીમાં તમામ રેકોર્ડ બ્રેક કરીને ભવ્ય જીત હાંસિલ કર્યા બાદ આજે દિલ્હી દરબારમાં પહોંચેલા ભરત સુતરીયાએ ખેડૂતના દિકરા અને દેશના બંધારણના મંદિર સમાં સંસદ ભવનના પ્રથમ પગથીયે જ શીશ જુકાવીને અમરેલી જિલ્લાની વિકાસ ગાથાની શુભ શરૂઆત કરવાના અધ્યાયનો શુભારંભ કર્યો હતો.લોકશાહીના મંદિરના પ્રથમ ચરણમાં આજે સાંસદ ભરત સુતરીયાએ હિન્દીમાં શપથ ગ્રહણ કરીને પોતાની વિનમ્રતા અને સ્વભાવની સાલસતાનો ઉમદા પરિચય સાંસદ ભવનમાં આપ્યો હતો. સંગાથે ગુજરાતના સાંસદો સાથે ગોષ્ઠી કરીને અમરેલી જિલ્લાના વિકાસ માટે પ્રથમ દિવસે જ અમરેલી જિલ્લામાં મોટા ઉઘોગ, રોજગારી અને શિક્ષણ સાથે આરોગ્યની વધુ સવલતો મળે તે અંગે સાથી સાંસદ મિત્રો સાથે પરામર્શ કર્યો હતો તેમ અમરેલી સાંસદ કાર્યાલય ની યાદીમાં જણાવ્યું