જાફરાબાદના કડીયાળીમાં 25 વિઘા ખેતરમાં એક વિઘાનું તળાવ બનાવ્યું

રાજુલા, રાજુલા જાફરબાદ છેવાડાના વિસ્તારમાં સામાન્ય રીતે ચોમાસામાં ખેતીનો મુખ્ય આધાર હોય છે જાફરાબાદ ના કર્મનિષ્ઠ ખેડૂતે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ કડીયાળી મુકામે રહેતા પ્રવીણભાઈ સાંખટ 25 વિઘા જમીન ધરાવે છે આ ખેડૂતે અત્યાર સુધી વર્ષમાં એક જ વખત પાક લેતા હતા પણ હવે પોતાની 25 વિઘા જમીનમાંથી એક વિઘામાં […]

જાફરાબાદ રાજુલાને જોડતો ખાલસા કોળી કંથારીયાનો પુલ તુટી ગયો

રાજુલા, જાફરાબાદ રાજુલા બે તાલુકાના જોડતો રસ્તો ખાલસા કોળી કંથારીયા વચ્ચે વરસાદમાં તૂટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં તાત્કાલિક રોડ રીપેરીંગ કરવા પાંચ ગામના લોકોની માંગણી રાજુલા જાફરાબાદ બે તાલુકાની જોડતો સોતરા કંથારીયા રોડ વરસાદના કારણે ખાલસા કંથારીયા ને કોળી કંથારીયા બાજુમાં ઓચિંતા ગાબડા પડી જતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એક બાજુ પાઇપલાઇન છે […]

રાજુલા-જાફરાબાદમાં 36 કરોડની આવક છતાં અસુવિધા

રાજુલા, અમરેલી જિલ્લામાં પીજીવીસીએલ કચેરીને સૌથી વધારે આવક હોય તો રાજુલા સબ ડિવિઝન કચેરી ની આવક જિલ્લામાં સૌથી વધુ એક મહિનાની 36 કરોડ જેટલી છે પરંતુ પ્રાથમિક જરૂરી કામ માટે પૂરતા પ્રમાણમાં લાઈટની કામગીરીમાં ખૂબ જ વિઘ્ન થાય છે ઝડપથી કામ થતું નથી જેટલી આવક છે તેટલી સુવિધા મળતી નથી અને સ્ટાફ પણ અપૂરતો છે […]

કાયમી ધમધમતા જાફરાબાદ બંદરે 900 બોટો માછીમારી કરે છે છતાં બંદરને અપુરતી સુવિધા

રાજુલા, જાફરાબાદ એક ધમધમતું બંદર છે. આ બંદરમાં અંદાજે 800થી 900 બોટો માછીમારી કરે છે. આ બંદરમાં માછીમારી કરતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં આ બંદરમાં (બુમ્બ્લા) એટલે બોમ્બેડગ માછલી નું મહત્વ નું કેન્દ્ર છે. જાફરાબાદ ધમધમતો માછીમારી ઉધોગ રાજ્ય અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે. પરંતુ સરકાર સાગરખેડૂ ઓની પાયાની સુવિધાઓ […]

જાફરાબાદના ટીંબી પેટ્રોલપંપ સામે હાઈવે રોડ ઉપર બોલેરોમાં 3100 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાઇ ગયો

અમરેલી, નાગેશ્રી પોલિસને મળેલ ચોકકસ બાતમીના આધારે જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પેટ્રોલપંપ સામે હાઈવે રોડ ઉપર આવેલ ડીવાઈડર પાસે ધારી તાલુકાના શેલખંભાળીયા ગામના સજવીર બળવંતભાઈ વાળા , રામવાળાની વાવડી ગામના સુરેન્દ્ર અનકભાઈ ધાખડાને બોલેરો જીપ જી.જે. 14 બી.ડી. 0401 માં ગેરકાયદેસર જુદી જુદી બ્રાન્ડનો કુલ 3100 બોટલ ઈંગ્લીશ દારૂ રૂ/.3,72,000 તથા બે મોબાઈલ ફોન રૂ/.10,000 […]

જાફરાબાદમાં દુકાનમાં આગ લાગી : નુક્શાન

જાફરાબાદ, અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ તારીખ 10 4 2024 ના રોજ આઠ થી નવ ની વચ્ચે અમી પ્રોવીઝન સ્ટોર નામની દુકાન માં અચાનક આગ લાગી આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી નગરપાલિકા ને જાણ કરવા છતાં ટેન્કર આવેલ નથી બંને ફાયર ટેન્કરો બંધની હાલતમાં છે નગરપાલિકા ઘોર નિંદ્રામાં પ્રાઇવેટ પાણીનો ટાંકો મંગાવીને આગ […]

જાફરાબાદની સીન્ટેક્ષના ગેઈટ પાસે પાંચ બાઈક સળગી

અમરેલી, જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ સીન્ટેક્ષ કંપનીના ગેઈટ પાસે પાર્ક કરેલ બાઈક જી.જે. 14 બી.ઈ. 3931 રૂ/.80,000 , બાઈક જી.જે. 14 .6167 રૂ/.40,000, બાઈક જી.જે. 14, એ.એસ. 9752 રૂ/.41,000 , બાઈક જી.જે. 9818 રૂ/.40,000 તથા બાઈક જી.જે. 14 એ.એસ. 2182 રૂ/.30,000 તેમજ ગેઈટ પાસે અન્ય પાર્ક કરેલ બાઈક તેમાંથી કોઈપણ બાઈકમાં વધ્ાુ ગરમીના કારણે […]

જાફરાબાદનાં લુણસાપુરમાં વનવિભાગના ટ્રેકર્સ સહિત 4 ઉપર હુમલો કરનારી સિંહણનું મોત થયું

અમરેલી, અમરેલી જિલ્લામાં આવેલ 3 દિવસ પહેલા જાફરાબાદ તાલુકામાં રીતસર સિંહણ દ્વારા આક્રમણ બની આતંક મચાવનાર સિંહણનું સારવાર દરમ્યાન મોત થયુ છે સિંહણ પ્રથમ લુણસાપુર ગામ નજીક આવેલ સીંટેક્ષ કંપનીના સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કર્યા બાદ બીજા જ દિવસે વનવિભાગના ટ્રેકર્સ ડ્રાયવર ઉપર હુમલાઓ કરી આતંક મચાવ્યો હતો પ્રથમ 2 ટ્રેકર્સ ઉપર સિંહણ આક્રમણ બની […]

જાફરાબાદમાં એસબીઆઈની દીવાલ ધરાશય થતા 2ના મોત : 3ને ઇજા

રાજુલા, જાફરાબાદ શહેરમાં ગિરિરાજ ચોકમાં જૂની એસબીઆઈ બેંકની જર્જરિત મકાન હતું તેની નીચે પાવભાજીની લારી હોવાથી લોકો ચા પાણી પીતા નાસ્તો કરતા હતા આવા સમયે ઉપરની રોડ સાઈડની જર્જરિત દીવાલ ઘસી આવતા લોકો દબાયા હતા ઘટનાને લઈ લોકોમાં ભાગ દોડ મચી ગઇ અને ટોળે ટોળા એકત્ર થતા પોલીસ દોડી આવી લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર […]

સંવેદનશીલ એવા જાફરાબાદમાં શાંતી સમીતીની બેઠક યોજાઇ

જાફરાબાદ, જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નવનિયુકત એ.એસ.પી. શ્રી વલય વૈધની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવી હતી આગામી હોળી ધુળેટી અને રમજાન માસ ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્વક તહેવારો ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું જાફરાબાદમાં ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી જે. આર. ભાચકન તેમજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ […]