શ્રી નરેન્દ્રભાઇ વડાપ્રધાન થતાં હોય ત્યારે તમારે ટેકેદારમાં સહી કરાય ?

અમરેલી, રવિવારે ભાજપના ધારી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થવાની સુરતની ઘટનાનું લાક્ષણિક ઢબે સચોટ નિરૂપણ કર્યુ હતું.તેમણે જણાવેલ કે સુરતના કોંગ્રેસના ઉમેદવાર શ્રી નિલેશ કુંભાણીના ત્રણેય ટેકેદારોના અંતરઆત્માએ પોતાને ડંખ માર્યો હતો કે શ્રી નરેન્દ્રભાઇ વડાપ્રધાન થતાં હોય ત્યારે તમારે ટેકેદારમાં સહી કરાય ?શ્રી મહેશભાઇને આ […]

ગોરડકા રેવન્યુ વિસ્તારમાંથી લીલો કાચિંડો અને કોબ્રા ધ્રામણનું મૃત્યુ નિપજાવનાર આરોપી ઝડપાઇ ગયો

સાવરકુંડલા, નાનીવડાળ અને સાવરકુંડલા રેવન્યુ બીટના ફેરણા દરમ્યાન શંકાસ્પદ લોકોની હિલચાલ જણાતા સઘન તપાસ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ના શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ લીલો કાચિંડો (ઇન્ડિયન કેમેલીયન), નાગ (ઇન્ડિયન કોબ્રા) ને પકડી મોબાઈલમાં ફોટોગ્રાફી કરેલ તથા શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ ધ્રામણ (કોમન રેટ સ્નેક) ને આરોપી દ્વારા હાથ વડે […]

અમરેલી જીલ્લામાં જુદા જુદા 24 સ્થળોએ દેશી દારૂના દરોડા પાડી નવ મહિલાઓ સહિત 20 ને ઝડપી લીધા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓમાં દારૂ જુગાર જેવી બંદીને નેસ્ત નાબુદ કરવા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલિસને અપાયેલ સુચના મુજબ અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએથી ચાર વાહન ચાલકો સહિત સાત શખ્સોને પોલિસે ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવરાવી સરભરા કરી હતી. જેમાં […]

ચોવીસ કલાકમાં ચારને પાસામાં ધકેેલાતા એસપી હિમકરસિંહ

અમરેલી, કલેકટરશ્રી અજય દહિયા તથા એસપીશ્રી હિમકરસિંહ દ્વારા અસામાજીકો સામે કડક પગલાઓ શરૂ કરી અમરેલી જિલ્લામાં માત્ર ચોવીસ કલાકમાં ચારને પાસામાં ધકેેલી દેવામાં આવ્યા છે.સાવરકુંડલા અને ધજડીના દારૂના ધંધાર્થી તથા બગસરાના માથાભારે શખ્સ અને અમરેલી જિલ્લામાં ચોરી કરાનારા નડીયાદના શખ્સને જુદી-જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જિલ્લામાં શાંતીપુર્ણ વાતાવરણમાં મતદાન થાય તેના માટે એસપીશ્રી હિમકરસિંહના […]

અમરેલી જિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 17 શરાબીઓ ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લામાં પોલીસને સુચના આપતા કાર્યવાહી શરૂ કરતાં. અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્થળોએથી 7 વાહન ચાલકો સહિત કુલ 17 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા હતાં. જેમાં […]

અમરેલીમાં ઓમ કોમ્પ્લેક્સમાં આવેલ બે કુરિયરની ઓફિસોને ધમરોળતા તસ્કરો

અમરેલી, અમરેલી શહેરમાં તારીખ 11 4 2024 ના રોજ રાત થી આજ થી 12 ની સવાર સુધીમા સાવરકુંડલા જોડે આવેલ કેરીયા ચોકડી પાસે ઓમ કોમ્પલેક્ષમાં કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરીને બ્લુ ડાર્ટ એક્સપ્રેસ કુરિયર નામની એજન્સીમાં તથા બાજુમાં આવેલ મૌલિકભાઈ સોલંકી ની ડીલેવરી લિમિટેડ કુરિયર એજન્સીમાં કોઈ અજાણ્યા શખ્સો પ્રવેશ કરીને ચેતનભાઇ હિંમતભાઈ સાસકિયા ની […]

બગસરા, કુંડલા સહિત જિલ્લાભરમાં રામનવમી ઉજવવા તૈયારીઓ

અમરેલી, દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિતે ભગવાન શ્રી રામને વધાવવા ઉત્ત્સાહ સાથે બગસરા, સાવરકુંડલા સહિત જિલ્લાભરમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. રામનવમી ઉજવવા ભારે થનગનાટ જિલ્લાભરમાં જોવા મળે છે. બગસરામાં લોહાણા મહાન વાડી ખાતે અઢારેય વરણની મિટીંગમાં નક્કી થયા મુજબ તા.17નાં રોજ રામનવમી ઉજવાશે. તે કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરી હતી. જેમાં […]

બિમ્સ – આસ્થા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં દર્દી નારાયણોની સરાહનીય સેવા

અમરેલી, બિમ્સ આસ્થા હોસ્પિટલ અમરેલી શહેર ખાતે આધ્ાુનિક સુવિધાઓથી સુસજ્જ અને સરકાર દ્વારા અપાતી ફ્રી સેવાઓ અંતર્ગત દર્શનીય ઉદાહરણ પુરૂ પાડે છે. જે અંતર્ગત તાજેતરમાં હોસ્પિટલ ખાતે પગની અંદર પ્લેટની સમસ્યા ધરાવતા એક કપલ મંછારામ કેશવરામ હરીયાણી તથા તેમના ધર્મપત્ની મુક્તાબેન ઉ.વ.50 એ અગાઉ પગમાં પ્લેટ બેસાડવાનું બહાર ઓપરેશન કરાવેલ પરંતુ તે તદન નિષ્ફળ જતા […]

અમરેલી જિલ્લામાં કાળચક્ર ફરી વળતા બે મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન કમોતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે રહેતા જયપાલભાઇ ભરતભાઇ ખુમાણ ઉ.વ.24 કોઇ અગમ્ય કારણોસર ચાંદગઢ ગામના દિલુભાઇ નનકુભાઇના વાડી ખેતરના શેઢે આવેલ વડ ઝાડની ડાળી સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ જતાં મોતનિપજયાનું જસુભાઇ લખુભાઇ ખુમાણે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જયારે બીજા બનાવમાં […]

અમરેલી જિલ્લામાં પોલીસે 3 વાહન ચાલકો સહિત 19 શખ્સોને રાજાપાઠમાં ઝડપી લીધા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ કોઇ અનિછનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના બહાર પડાયેલા જાહેરનામા અનુસાર પોલીસ દ્વારા અવિરત પણે કાર્યવાહી આરંભી છે. અમરેલી જિલ્લામાં મરીન પીપાવાવ, બાબરા, અમરેલી, નાગેશ્રી, ખાંભા, દામનગર, ચલાલા, સાવરકુંડલા રૂરલ પોલીસે જુદા જુદા સ્થળોએ નશો કરી છાકટા બનેલા ત્રણ વાહનચાલકો સહિત […]