અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી થી મોટા મચિયાળા જતા ન્યૂ બાયપાસ રોડ પર અચાનક Alto CNG/Petrol ફોરવીલ નંબર GJ-13-N-1812 મા આગ લાગવાની ઘટના બનેલ તેના અનુસંઘાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ. તથા આ સંપૂર્ણ ઘટના મા કોઈ જાન હાની થયેલ નથી.કામગીરી કરનાર ફાયર સ્ટાફ:- ૧ પ્રવીણભાઇ ચૌહાણ ર. જયદીપભાઇ ઇસોટીયા૩. સાગરભાઇ પુરોહિત ૪.દિલીપભાઇ રાઠોડ 5.યોગેશભાઈ એ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.
![અમરેલીમા મોટા માચિયાળા પાસે આવેલ નવા બાયપાસ રોડ પર અચાનક ફોરવ્હીલમાં ભભૂકી આગ અમરેલીમા મોટા માચિયાળા પાસે આવેલ નવા બાયપાસ રોડ પર અચાનક ફોરવ્હીલમાં ભભૂકી આગ](https://avadhtimes.net/wp-content/uploads/2023/12/3333.gif)