દામનગર : સવારની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર લોકલ બસ બંધ કરી દેવાતા મુસાફરોમાં પ્રચંડ રોષ

ભાવનગર વિભાગની ગારિયાધાર ડેપોની વર્ષો જૂના રૂટની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર, ઢસા,બાબરા,આટકોટ લોકલ બસ સવારે ૫ કલાકે ઉપાડતી બસમાં પૂરતા પ્રમાણમાં મુસાફરો થી એસ.ટી.તંત્રને સારી આવક મળે છે. આ બસ બાબરા,આટકોટ,રાજકોટ જવા માટે દામનગર – પંથકના ગામડાના લોકોને ખુબજ ઉપયોગી છે. દામનગર થી જ આ બસમાં કાયમ ૧૫ થી ૨૦ લોકો જતા – આવતા […]

ચિતલ પોસ્ટ ઓફીસની તીજોરી તોડી રૂા.34 હજારની ચોરી

અમરેલી, બાબરા દાનેવ નગરમાં વનરાજભાઈ પ્રતાપભાઈ બસીયા પોતાના માલિકીના પ્લોટમાં રહેણાંક મકાનનું બાંધકામ શરૂ હોય. દિનેશ ચૌહાણ , જસુબેન ચૌહાણ, મંજુબેન ચૌહાણ, તથા અજાણી મહિલાએ બાજુમાં રહેતા હોય અને તેમને બાંધકામ કરવા દેવું ન હોય જેથી આરોપીઓએ વનરાજભાઈની માલિકીના પ્લોટમાં ગેરકાયદેર પ્રવેશ કરી કુહાડા જેવા હથીયારો વડે દિવાલ પર બીમકોલમ બનાવવા લગાવેલ લોખંડની પ્લેેટો ઉખાડી […]

અમરેલી જિલ્લામાં 200 સ્થળોએે કેમેરાથી નેત્રમની વોચ શરૂ

અમરેલી, અમરેલીના એસપીશ્રી હીમકરસિંહ દ્વારા અસામાજીકોની ઉપર કાયમી ધોરણે તીસરી આંખ ગોઠવી દેવાઇછે. હોલીવુડની ફીલ્મોની જેમ આપણા પોલીસ તંત્ર પાસે પણ હવે એક કી.મી. રેન્જ અને ઓટો ડીટેકશન સીસ્ટમ સહિતના કેમેરાથી સજજ કંટ્રોલ રૂમ શરૂ છે જેને પોલીસે નેત્રમ એવુ નામ આપ્યું છે અમરેલી જિલ્લામાં 200 સ્થળોએ 500 ઉપરાંતના કેમેરાથી નેત્રમની વોચ શરૂ થઇ છે.સીસીટીવી […]

જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

વડિયા, સમગ્ર ભારત માં આહીર (યાદવ )સમાજની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે. આ આહીરો શ્રી કૃષ્ણ ના વંશજ હોવાથી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ને માને છે.હિન્દુસ્તાનમાં ગોકુલ, મથુરા બાદ દ્વારકામાં આહીરો સાથે આવી પોતાની નગરી વસાવી હતી આજે પણ ગુજરાત માં વસતો આહીર સમાજ અને જગત મંદિર દ્વારકા તેની સાક્ષી પુરે છે. આ […]

અમરેલી જિલ્લા પોલીસની કામગીરીનાં પુસ્તકનું વિમોચન

અમરેલી, આજરોજ પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી ખાતે હાજર અમરેલી જિલ્લાની વર્ષ 2022 ની કામગીરી અંગેનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યુ હતું. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ સુતરીયા તથા જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ, તમામ મહાનુભાવના […]

અમરેલી જિલ્લામાં નવ તાલુકાના લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા

અમરેલી, વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.13 ડિસેમ્બર, 2023ના રોજ જિલ્લાના 18 ગામડાઓના 4,604 નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવી હતા.વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.13 ડિસેમ્બર, 2023ના રોજ આરોગ્ય […]

અમરેલી જિલ્લાનાં 37 નાયબ મામલતદારોની બદલીઓ

અમરેલી, ગત ચોમાસુ 2023 માટે મંજુર થયેલ હંગામી મહેકમની મુદત પુરી થતા અમરેલી કલેકટર શ્રી અજય દહીયાએ 37 નાયબ મામલતદારોની બદલીઓ કરી છે જેમાં 19 નાયબ મામલતદારોને ચુંટણી શાખામાં મુકવામાં આવ્યા છે. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ અમરેલી ગ્રામ્યનાં આર.આર.સુવાગીયાને જિલ્લા ચુંટણી અધિકારી અમરેલીમાં નવી મંજુર થયેલ જગ્યાએ, કે.બી. માલકીયા, આર.બી. તેરૈયા, આર.એન.ગોહીલ, આર.એલ. […]

શ્રી પરશોત્તમ રૂપાલા આજે અમરેલી જિલ્લાનાં પ્રવાસે

અમરેલી, કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય ડેરી વિભાગના મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાના પ્રવાસ કાર્યક્રમ જાહેર થયો છે તે મુજબ આજે અમરેલી જિલ્લાનાં કાર્યક્રમોમાં હાજરી આપી ગાંધીનગર રવાના થશે. નિયત થયા મુજબ તા.8 શુક્રવારે દિલ્હીથી બાય એર અમદાવાદ અને અમદાવાદ રેલ્વે સ્ટેશનથી તા.9-12-23 શનિવારે ઢસા થઇને ઇશ્ર્વરીયા આવશે. સવારે 10 કલાકે ટોડા ગામે કોરશેર સ્પીનીંગ પ્રાઇવેટ લિમીટેડ પ્લાન્ટ […]

લાઠી તાલુકાના ગામોમાં સૌની યોજનાના શ્રીગણેશ કરતા ધારાસભ્યશ્રી તળાવીયા

દિપક કનૈયા બાબરા લાઠી તાલુકાના ગામોમાં સૌની યોજનાનું પાણી પહોંચશે નામમાં નહી પણ કામમાં માનનારા લાઠી બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાની મહેનત રંગ લાવી લાઠી તાલુકાના ખેડૂતો શિયાળુ પાક સારી રીતે લઈ શકે તે માટે હવે ખેડૂતોને સૌની યોજના ના પાણીનો લાભ મળશે, લાઠી તાલુકાના ગામોના તળાવો , જળાશયો અને ચેકડેમો નર્મદાના નીરથી ભરવામાં આવનાર છે […]

કેરીયાનાગસના વૃધ્ધ દંપતિના મોપેડને શેડુભાર નજીક ફોરવ્હીલે હડફેટે ચડાવ્યું

અમરેલી, અમરેલી તાલુકાના કેરીયાનાગસ મુળ બાબરા બાલમુંકુંદ નગરના પોપટભાઈ મનજીભાઈ વામજા ઉ.વ.75 અને તેમના પત્નિ રાજુબેન પોપટભાઈ વામજા ઉ.વ. 73 કેરીયાનાગથી બાબરા લ્યુુના મોપેડ લઈને જતા હતા. તે દરમ્યાન શેડુભાર ગામના પાટીયા પાસે પહોંચતા લાલ કલરની ફોરવ્હીલના અજાણ્યા ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી લ્યુુના મોપેડ સાથે અથડાવી પોપટભાઈને જમણા ખંભે તેમજ વાસામાં અને માથાના ભાગે […]