વિસાવદરના વેકરીયા દેવડીધારથી 166 બોટલ ઇંગ્લીસ દારૂ ઝડપાયો

અમરેલી, એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી એસએમસીની ટીમે વિસાવદરના વેકરીયા ગામની દેવડીધાર વિસ્તારમાં રાવણીના રસ્તા તરફ જુના રસ્તાની બાજુમાં દરોડો પાડી 166 બોટલ આઇએમએફની બોટલો ઝડપી લીધી હતી. એક વાહન સહિત રૂા.5.67. 780નો મુદામાલ સાથે મયુર મનુભાઇ જેબલીયા પ્રેમપરા ધારી ને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. આ દરોડાની કામગીરી એસએમસીના પીએસઆઇ શ્રી એ.વી. પટેલે કરી હતી.

Read More

રાજુલા-જાફરાબાદમાં ઇવીએમ તથા વીવીપેટ નિદર્શનરાજુલા-જાફરાબાદમાં ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન

અમરેલી , લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથ ફેરવવામાં આવશે. 98-રાજુલા જાફરાબાદ વિધાનસભા મતદાર વિભાગના વિવિધ વિસ્તારોમાં તા.2 ફેબ્રુઆરી, 2024 સુધી આ રથ ફરશે. જાન્યુઆરી-2024 દરમિયાન સવારે 10.30 વાગ્યાથી આ રથ ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે કામગીરી કરશે. તા.4થીએ ચારોડીયા, બર્બટાણા, ખેરાળી મોટી, બાબરીયાધાર, અમુલી, […]

Read More

અમરેલી જિલ્લાના ધારાસભ્યો-સાંસદશ્રીનું સન્માન કરાશે

અમરેલી, બગસરા પરશુરામધામ દ્વારા તા. 7-1-24 રવિવાર બપોરના 4:00 કલાકે અમરેલી જીલ્લાના ધારાસભ્યો કૌશિકભાઈ વેકરીયા, જે.વી.કાકડીયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા, તેમજ સાંસદ નારણભાઈ કાછડીયાનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પુર્વમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી , ઈફકોના ચેરમેન દિલિપભાઈ સંઘાણી સાંસદ નારણભાઈ કાછડીયા ,અમરડેરીના ચેરમેન અશ્ર્વિનભાઈ સાવલીયા, બગસરા શરાફી સહકારી મંળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડીઆ , […]

Read More

આંબરડી નજીક ખુલ્લા ખેતરમાં સિંહણે ગાયનો શિકાર કરી ભૂખ્યા ત્રણ બચ્ચાઓનું પેટ ભર્યું

આંબરડી, અમરેલી માં સિંહો દ્વારા વધુ પશુ શિકારની ઘટના સામે આવી છે, સિંહ જાણકારોના મતે કડકડતી ઠંડીની શરૂઆત થાય ત્યારે સિંહોની ભૂખ વધુ ખુલતી હોય છે. ત્યારે સાવરકુંડલાના આંબરડી ગામ નજીક એક સિંહણે ત્રણ ભૂખ્યા બચ્ચાંઓ નું પેટ ભરવા એક ગાયનો શિકાર કર્યો હતો અને ખુલ્લા ખેતરમાં બિન્દાસ્ત શિકારની મિજબાની માણી હતી.સિંહોનું સામ્રાજ્ય ગણાતા અમરેલી […]

Read More

અમરેલી સીટી પોલિસ મથકમાં તત્કાલિન એકાઉન્ટંટ રાઈટર હેડ.કોન્સ દ્વારા રોકડ અને મુદામાલની ઉચાપત

અમરેલી, અમરેલી સીટી પોલિસ મથકમાં તા. 4-11 -12 થી તા. 25-10-16 દરમ્યાન બાબુલાલ ચુનીલાલ વસાવા તત્કાલિન એકાઉન્ટ રાઈટર હેડ રહે. ખાડસરા તા. માંગરોળ જી. સુરત હાલ નિવૃત , ચિમનભાઈ વીરજીભાઈ બારોટ / મકવાણા તત્કાલિન એકાઉન્ટ રાઈટર હેડ રહે.અમરેલી હાલ નિવૃતિ બાદ મરણ ગયેલ છે. જેમાં બાબુલાલ ચુનીલાલ વસાવાએ પોતાની ફરજ દરમ્યાનનો તથા અગાઉનો તેમના હસ્તક […]

Read More

ધારીના ડાભાળી વિસ્તારમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો

ધારી તાલુકા ડાભાળી ગામ ની આસપાસ અસાનક હવામાન માં પલટો વહેલી સવારે થી ધુમસ જોવા મળીયો ડાભાલિ પંથક માં ધુમસ સવાતા કાશ્મીર જેવો નજારો જોવા મળીયો ધુમસ એટલો હતો કે 20 મીટર અંતર સુધી માં કોઈ દેખાતું નહોતું વાહન સલોકો ને ભારે આલાકી ભોગવી પડી હતી અને ખેડુંતો ને ખેતી નાં પાક માં ધુમસ ની […]

Read More

અમરેલી જિલ્લામાં ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના કાર્યક્રમની તૈયારીઓ

અમરેલી, અમરેલી જિલ્લામાં આ જાન્યુઆરી માસ દરમિયાન રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે તેમની ઉપસ્થિતિમાં રાજુલાના શહીદ ચોકમાં 108ફુટનો તિરંગો,ધારીનું પોલીસ સ્ટેશન અને અમરેલીના આધ્ાુનિક બસપોર્ટના લોકાર્પણ કરવા માટે તારીખો નકકી કરાઇ રહી છે.અમરેલીમાં અતિ આધ્ાુનિક મોડેલ બસસ્ટેન્ડ તૈયાર થઇ ગયું છે અને રાજુલામાં શ્રી હિરાભાઇ સોલંકી દ્વારા માર્કેટ યાર્ડ પાસે શહીદ […]

Read More

ધારીનાં નતાળીયા પુલ પાસેથી યુવાનની લાશ મળી

અમરેલી, ધારીનાં નતાળીયા પુલ પાસેથી 35 વર્ષનાં નવયુવાનના માથાના ભાગે ગંભીર ઇજા સાથે લોહી વહી ગયેલ યુવાનની લાશ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરી હતી આ યુવાન વેકરીયાપરાનો જમાઇ અને સમઢીયાળા ગામનો વતની હોવાનું અને પુલ ઉપરથી જતા નીચે પટકાતા મોત નિપજ્યાનું […]

Read More

અમરેલી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા

અમરેલી, વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.02 જાન્યુઆરી, 2024ના રોજ જિલ્લાના 9 ગામડાઓના 3,754 નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવ્યા હતા. ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.02 જાન્યુઆરી, 2024ના રોજ […]

Read More

અમરેલીમાં ઘરફોડી-વાહન ચોરીમાં એકને ઝડપી લેતી એલસીબી

અમરેલી, રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અનડિટેકટ ગુનાઓ ડીટેકટ કરવા અને આરોપીઓને શોધી કાઢી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપતા એલસીબીના પી.આઈ. એ.એમ. પટેલ, પી.એસ.આઈ. એમ.બી. ગોહિલ. , એ.એસ.આઈ. મહેશભાઈ સરવૈયા, ભગવાનભાઈ ભીલ, હે.કોન્સ. અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાચાણી તથા પો. કોન્સ. ઉદયભાઈ મેણીયા દ્વારા તા. 1-1-24 ના […]

Read More