કુંડલામાં સંવિધાન ગૌરવ દિવસ યાત્રાનું પ્રસ્થાન કરાવતા સાંસદશ્રી કાછડીયા

સાવરકુંડલા, અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ ચોક, નાવલી પોલીસ ચોકી થી ધનાબાપા આશ્રમ સુધી સંવિધાન ગૌરવ દિવસ યાત્રા નો આયોજન કરેલ હતું,આ અન્વયે અમરેલી જિલ્લા મોરચાના અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલાની આગેવાનીમાં સવારે 10:00 કલાકે ડો. બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુને ફુલહાર કરી તેમજ અમરેલીના સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયાએ સ્ટેચ્યુને ફુલહાર કરી […]

Read More

અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડનાં શ્રી કૌશિકભાઇ બેરાને પ્રશંસા પત્ર આપી એસપીએ બિરદાવ્યાં

અમરેલી, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં. 11193004220094/2022નાં ગુનામાં નાસતા ફરતા આરોપી તેજા હનુભાઇ ભોકળવા ઉ.વ.36 રે.સમઢીયાળા, તા.ઉમરાળા હાલ સુરત ખોલવાડ, વિશ્ર્વાસનગરવાળાને તા.11-9-23નાં રોજ વરસડા ગામ નજીક પકડી પાડી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપી સારી કામગીરી કરવા બદલ અમરેલીનાં એસપી શ્રીહિમકરસિંહે કામગીરીની નોંધ લઇને પેરોલ ફર્લો સ્ક્વોડ અમરેલીનાં એએસઆઇ કૌશિકભાઇ જેઠસુરભાઇ બેરાને બિરદાવી પ્રશંસા […]

Read More

બાબરામાં ઝડપાયેલ 60 લાખના સીરપમાં આલ્કોહોલ મળ્યું

અમરેલી, બાબરામાં અમરેલી એલસીબીનાં જાવેદભાઇ કાદરભાઇ ચૌહાણે બાબરાનાં મુળશંકર મણીશંકરભાઇ તેરૈયાનાં કબ્જા ભોગવટાનાં ગોડાઉનમાં ગત તા.3-8-23નાં અમરેલી એલસીબી શાખામાં ફરજ બજાવતા એએસઆઇ એમ.ડી.સરવૈયા, બી.ડી.ભીલ, હે.કોન્સ.જાહીદભાઇ મકરાણી, કીશનભાઇ આસોદરીયા, હે.કોન્સ.નિકુલસિંહ રાઠોડ, પો.કોન્સ.ઉદયભાઇ મેણીયા સહિત સ્ટાફનાં માણસો સરકારી બોલેરો જી.જે.18 જીબી 5664માં તેમજ ખાનગી ફોરવ્હીલમાં બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન ફરતા ્ફરતા બાબરા સ્વામિનારાયાણ […]

Read More

તા.12નાં દિપાવલીનાં દિવસે મદદ કાર્યાલયમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમ રૂપાલા ઉપસ્થિત રહેશે

અમરેલી, ભારત સરકારનાં ડેરી, પશુપાલન અને મત્સ્ય વિભાગનાં કેબીનેટ મંત્રી શ્રી પરશોતમ રૂપાલા તા.12ને રવિવારે દિપાવલીનાં દિવસે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી મદદ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે અને કાર્યકરો, શુભેચ્છકો તથા મુલાકાતીઓને મળશે તેમ મદદ કાર્યાલય અમરેલીની યાદીમાં જણાવામાં આવ્યું

Read More

અમરેલી થી સોમનાથ નીજ મંદિર સુધી પદયાત્રા યોજાશે

ગીર સોમનાથ, સોમનાથ ગ્રુપ અમરેલી દ્વારા તારીખ 14/11/2023 વિક્રમ સંવત 2080 કારતક સુદ એકમ બપોરે 3:13 થી 4:36 શુભ મુહૂર્ત મા નવ વર્ષના પ્રારંભ ના પાવન દિવસે સનાતન ધર્મ ની સંસ્કૃતિ અને પરંપરા ને જાળવી રાખવા તથા ભારતવર્ષની ઉન્નતિ તેમજ વિશ્વ ના કલ્યાણ અર્થે અમરેલી થી સોમનાથ દાદા ના નીજ મંદિર સુધી પદયાત્રા નુ આયોજન […]

Read More

ગાગડીયો નદીને ઉંડી ઉતારવા માટે અંદાજે 10 લાખ ઘન મીટર જથ્થાનું કામ પૂર્ણ થયું

અમરેલી, જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ખાતે જળ ઉત્સવ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજન અંગેની કામગીરીની રિવ્યુ બેઠક જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. કલેકટરશ્રીએ વિવિધ કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી હતી.અમરેલી જળસિંચન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી અશ્વિન રાઠોડે આપેલી વિગતો મુજબ, ગુજરાત રાજય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશન, સુરત દ્વારા થકી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી)ના ધોરણે […]

Read More

બાબરા નજીક લાલકાની સીમમાં પવનચકકીના પેટા કોન્ટ્રાકટર પાસે ખંડણી માંગી ધમકી આપી

અમરેલી, બાબરા તાલુકાના લાલકા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં આઈનોક્ષ ગ્રીન એનર્જી પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં પવનચકકી લોકેશન નં. આર. જે. 11-ટી 11-11 માં માન્યતા એન્ટરપ્રાઈઝ નામની કંપનીનો કોન્ટ્રાકટ મળેલ હોય. જેમાં લાલકા ગામના થોભણભાઈ હમીરભાઈ સાન્યા પેટે કોન્ટ્રાકટથી કામ રાખેલ હોય. જેમાં ફાઉન્ડેશન ભરવાનું કામ શરૂ હતું. તે દરમ્યાન લાલકા ગામના બોઘા જસમતભાઈ , […]

Read More

કેરીયાનાગસના વૃધ્ધ દંપતિના મોપેડને શેડુભાર નજીક ફોરવ્હીલે હડફેટે ચડાવ્યું

અમરેલી, અમરેલી તાલુકાના કેરીયાનાગસ મુળ બાબરા બાલમુંકુંદ નગરના પોપટભાઈ મનજીભાઈ વામજા ઉ.વ.75 અને તેમના પત્નિ રાજુબેન પોપટભાઈ વામજા ઉ.વ. 73 કેરીયાનાગથી બાબરા લ્યુુના મોપેડ લઈને જતા હતા. તે દરમ્યાન શેડુભાર ગામના પાટીયા પાસે પહોંચતા લાલ કલરની ફોરવ્હીલના અજાણ્યા ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી લ્યુુના મોપેડ સાથે અથડાવી પોપટભાઈને જમણા ખંભે તેમજ વાસામાં અને માથાના ભાગે […]

Read More

સાવરકુંડલાના વીજયાનગરની સીમમાં યુવાનનું ઉલટી ઉબકા થયા બાદ મોત

અમરેલી, સાવરકુંડલા તાલુકાના વીજયાનગરની સીમમાં મગનભાઈ ભીખાભાઈ દુબાણીયાની વાડીએ પિયુષભાઈ પ્રવિણભાઈ ખીમાણીયા ઉ.વ. 17 તા. 9-11 ના રાત્રિના 9:00 કલાકે સુઈ ગયેલ હોય.અને મોડી રાત્રિના આશરે ત્રણેક વાગ્યે આસપાસ ઉલટી ઉબકા કરવા લાગતા મોઢામાંથી ફીણ નીકળી જતા બેભાન હાલતમાં દવાખાને સારવાર માટે લાવતા રસ્તામાં કોઈકારણોસર મૄત્યું નિપજયાનું પિતા પ્રવિણભાઈ ખીમાણીયાએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં જાહેર […]

Read More

અમરેલી જિલ્લામાં દિપાવલી પર્વ માટે થનગનાટ : રોનક દેખાઇ

અમરેલી, અમરેલી જિલ્લામાં શહેરોથી માંડી નાના ગામડાઓમાં દિપાવલીનાં તહેવારની રોનક દેખાઇ છે અને લોકો હિન્દુ ધર્મનાં સૌથી મોટા તહેવાર પ્રકાશનાં પર્વ એેવા દિપાવલીનાં તહેવારને ઉજવવા માટે થનગની રહ્યાં છે. બજારોમાં ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે. રજાઓનાં પ્લાન પણ ઘડાઇ ચુક્યા છે અને જિલ્લાભરમાં રજાઓમાં જાહેર સ્થળો છલકાઇ.

Read More