ચલાલા નજીક આવેલ વાઘવડીની સીમમાં જમીનનો દસ્તાવેજ કરાવી છેતરપીંડી કરી

અમરેલી, ચલાલાના વાઘવડી ગામની સીમમાં અમરેલીના સહજસીટીમાં રહેતા પ્રતાપભાઈ કરશનભાઈ પટેલના પિતાની વાઘવડી ગામની સીમમાં કબ્જા સહિતના વેચાણ કરારની ખાતા નં-176 ની જુદા -જુદા સર્વે નંબરોની ખેતીની જમની આશરે 78 વીઘા છે. મુળ માલિક અસ્મિતાબેન કિશોરભાઈ વાછાણી રહે. રાજકોટવાળા છે. જેની પાસેથી આ ખેતીની જમીનનો કબ્જા સહિતનો વેચાણ કરાર જેમાં પ્રતાપભાઈના નામે અથવા તે કહે […]

Read More

રાજુલાના મોરંગીમાં પરીણીતાનું એસીડ પી જતા મોત

અમરેલી, રાજુલા તાલુકાના મોરંગી ગામે રહેતી નયનાબેન અશોકભાઈ વાઘ ઉ.વ. 37 કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી જતા પ્રથમ મહુવા અને વધ્ાુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાતા મૃત્યું નિપજયાનું પતિ અશોકભાઈ વાઘે ડુંગર પોલિસ મથકમાં જાહેર કરેલ

Read More

સાવરકુંડલા માર્કેટયાર્ડનાં ચેરમેન પદે શ્રી દિપક માલાણી વિજેતા બન્યાં

સાવરકુંડલા, સાવરકુંડલા એપીએમસીમાં આજે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં સતાધીશ ભાજપ સામે ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વીરાણી એ ચેરમેન પદે ઉમેદવારી નોંધાવતા બેલેટ પેપરથી મતદાન કરવાની ફરજ ઊભી થયેલ હતી જેમાં ભાજપના મેન્ડેડ દીપક માલાણી ચેરમેન પદે અને વાઇસ ચેરમેન પદે મહેશ લખાણી ના નામના મેન્ડેડ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શરદ પંડ્યા અને તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ […]

Read More

અમરેલી જિલ્લાનાં 37 નાયબ મામલતદારોની બદલીઓ

અમરેલી, ગત ચોમાસુ 2023 માટે મંજુર થયેલ હંગામી મહેકમની મુદત પુરી થતા અમરેલી કલેકટર શ્રી અજય દહીયાએ 37 નાયબ મામલતદારોની બદલીઓ કરી છે જેમાં 19 નાયબ મામલતદારોને ચુંટણી શાખામાં મુકવામાં આવ્યા છે. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ અમરેલી ગ્રામ્યનાં આર.આર.સુવાગીયાને જિલ્લા ચુંટણી અધિકારી અમરેલીમાં નવી મંજુર થયેલ જગ્યાએ, કે.બી. માલકીયા, આર.બી. તેરૈયા, આર.એન.ગોહીલ, આર.એલ. […]

Read More

શ્રી પરશોત્તમ રૂપાલા આજે અમરેલી જિલ્લાનાં પ્રવાસે

અમરેલી, કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય ડેરી વિભાગના મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાના પ્રવાસ કાર્યક્રમ જાહેર થયો છે તે મુજબ આજે અમરેલી જિલ્લાનાં કાર્યક્રમોમાં હાજરી આપી ગાંધીનગર રવાના થશે. નિયત થયા મુજબ તા.8 શુક્રવારે દિલ્હીથી બાય એર અમદાવાદ અને અમદાવાદ રેલ્વે સ્ટેશનથી તા.9-12-23 શનિવારે ઢસા થઇને ઇશ્ર્વરીયા આવશે. સવારે 10 કલાકે ટોડા ગામે કોરશેર સ્પીનીંગ પ્રાઇવેટ લિમીટેડ પ્લાન્ટ […]

Read More

અમરેલી જિલ્લામાં જીએસટી તંત્ર દ્વારા માર્કેટનો સર્વે શરૂ

અમરેલી, અમરેલી જિલ્લામાં જીએસટી તંત્ર દ્વારા માર્કેટનો સર્વે શરૂ કરાયો હોવાનું જાણવા મળેલ છે આધારભુત વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર અમરેલી અને ભાવનગરની જીએસટી ટીમો દ્વારા માર્કેટમાં સર્વે ચાલી રહયો છે કે કઇ વસ્તુઓનું કેવુ વેચાણ હતુ અને કેવો કર આવ્યો છે.હમણાની દિવાળી અને લગ્નગાળાની સીઝનમાં મીઠાઇ, કપડા, ઘરેણા, ફટાકડા સહિતની વસ્તુઓના વેચાણ અને જીએસટીની […]

Read More

ખાંભા,રાજુલા,જાફરાબાદમાં ચેકીંગ : 24 લાખની વિજચોરી ઝડપાઇ

અમરેલી, અમરેલી પીજીવીસીએલમાં એસકેડી ડિવીઝનની કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા ખાંભા, રાજુલા શહેર અને રાજુલાના ગ્રામ્ય વિસ્તાર તથા જાફરાબાદ સહિતના વિસ્તારોમાં પોતાની સિક્યુરીટી સાથે 43 ટીમોએ ત્રાટકી 708 જોડાણો ચેક કર્યા હતા જેમાં રેસીડેન્સનાં 692 અને એગ્રીકલ્ચરના 16 મળી કુલ 116 જોડાણોમાં રૂા.23.80 લાખની ગેરરિતી પકડી પાડી હતી. એસ.કે.ડી. ડિવીઝન અમરેલી સર્કલની ટીમોએ ચેકીંગ કરી લંગરીયા ઉલાળીયા […]

Read More

લાઠી તાલુકાના ગામોમાં સૌની યોજનાના શ્રીગણેશ કરતા ધારાસભ્યશ્રી તળાવીયા

દિપક કનૈયા બાબરા લાઠી તાલુકાના ગામોમાં સૌની યોજનાનું પાણી પહોંચશે નામમાં નહી પણ કામમાં માનનારા લાઠી બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાની મહેનત રંગ લાવી લાઠી તાલુકાના ખેડૂતો શિયાળુ પાક સારી રીતે લઈ શકે તે માટે હવે ખેડૂતોને સૌની યોજના ના પાણીનો લાભ મળશે, લાઠી તાલુકાના ગામોના તળાવો , જળાશયો અને ચેકડેમો નર્મદાના નીરથી ભરવામાં આવનાર છે […]

Read More

મહિલા કોશમાં ગુજરાતની મહિલાઓને અન્યાય : શ્રી જેની ઠુમ્મર

અમરેલી, આજે રાષ્ટ્રીય મહિલા કોશમાં અન્ય રાજ્યોને કરોડોની ફાળવણી, ગુજરાતની મહિલાઓને ઠેંગો, તે અંગે પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, મહિલાઓના ઉત્કર્ષની યોજના અંગે વાતો કરનારી ભાજપ સરકારે અન્ય રાજ્યોમાં રાષ્ટ્રીય મહિલા કોશ યોજનામાંથી લાખો-કરોડોની ગ્રાન્ટ આપી છે જયારે ગુજરાતની મહિલાઓને આ યોજના તળે […]

Read More

મોટા આકડીયાના ખારામાં બેભાન પડેલા યુવાનનું મોત

અમરેલી, અમરેલી તાલુકાના મોટા આકડીયા ગામના ભાવેશભાઈ ધીરૂભાઈ ચૌહાણ ઉ .વ.36 તા.5-12 ના રાત્રીના 8:00 કલાકે બગસરાના કેરીયા અને ચારણ પીપળી વચ્ચે આવેલ ખારામાં બેભાન હાલતમાં અને તેમના મોઢામાંથી ફીણ નીકળી ગયેલ હોય જેમને અમરેલી સીવલ હોસ્પિટલમાં દાખલ કરતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાનું ચતુરભાઈ ધીરૂભાઈ ચૌહાણે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ

Read More