અમરેલી જીલ્લામાં એક વાહનચાલક સહિત 13 શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ અંતર્ગત જીલ્લા કલેકટર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાં અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે જીલ્લા પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં પોલિસે જુદા જુદા સ્થળોએથી એક વાહન ચાલક સહિત 13 શખ્સોને નશો કરી જાહેરમાં ફરતા ઝડપી પાડયા હતા.જેમાં બાબરા, લીલીયા, અમરેલી શહેર, રાજુલા, જાફરાબાદ , ધારી, નાગેશ્રી,ચલાલા […]

વડીયાનાં દેવળકી ગામે 5 વીઘાનાં ઘઉં સળગી ગયાં

વડિયા, વડીયાનાં દેવળકીમાં વિજપોલનો તીખારો ઉડતા આગ લાગવાથી ખેડુતનાં 5 વીઘાના ઘઉં બળીને ખાક થઇ ગયા હતાં અને ખેડુતને સીઝન ટાણે નુક્શાની વેઠવી પડી છે. દેવળકીમાં રહેતા મોહનભાઇ વલ્લભભાઇ બોરડે આ વખતે પોતાના ખેતરમાં પાંચ વીઘામાં ઘઉં વાવ્યા હતાં પરંતુ અચાનક ખેતરમાં રહેલા વિજળીનાં પોલમાંથી તીખારા ઉડતા ઘઉં ઉપર પડ્યા હતા અને ઘઉં સુકાયેલા હોવાથી […]

જિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 શખ્સો નશો કરેલા ઝડપાયા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ શાંતિપુર્વક થાય તે માટે જીલ્લા પોલિસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જીલ્લામાં દારૂ અને જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જીલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 નશાખોરોને પોલિસે ઝડપી પાડયા હતા.જેમાં અમરેલી સીટી, અમરેલી તાલુકા, ડુંગર, રાજુલા, મરીન પીપાવાવ , સાવરકુંડલા […]

ઢૂંઢિયાપીપળીયા નજીક જમીનમાં કુદરતી ખાડા પડ્યા તેમાંથી કાળો પદાર્થ નીકળતા લોકો જોવા ઉમટ્યા

વડિયા, અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા મથક એવા વડિયા ની ભાગોળે આવેલા ઢૂંઢિયા પીપળીયા ગામથી થોડે દૂર આવેલા ચામુંડાના મંદિર વિસ્તાર ની જગ્યામાં 500મીટર જેટલાં વિસ્તાર માં જમીન માં ખાડા પડી ને લાવા જેવો કાળો પદાર્થ નીકળતા અનેક તર્ક વિતર્ક સર્જાતા જોવા મળ્યા છે. માતાજીના મંદિર પાસે આ ઘટના બનતા કોઈ ધાર્મિકતા સાથે જોડે […]

કોવાયામાં કુવામાં પડી જતાં, કુંડલા અને કોલડામાં ઝેરી દવા પી જતા-અમરેલીમાં ગળાફાંસાથી મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં કમોતના બનાવની જાણે વણઝાર ચાલી રહી હોય તેમ જુદા જુદા કારણોસર કોવાયામાં યુવાનનું કુવામાં પડી જતાં, સાવરકુંડલામાં વૃધ્ધનું ઝેરી દવા પીજતા, અમરેલીમાં પ્રૌઢનું ગળાફાંસો ખાઇ જતા તેમજ કોલડામાં યુવાનનું ઝેરી દવા પી જતાં મોત નિપજયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા તાલુકાના કોવાયા માયન્સ કોલોનીમાં રહેતા મુળ મહુવા તાલુકાના રાણીવાડા ગામના […]

અમરેલીમાં લોનસહાય ચેક વિતરણ કરાયાં

અમરેલી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી ઁસ્ જીેંઇછવ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત લીલીયા રોડ અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ એ સમગ્ર ભારતના 510 જેટલા જિલ્લાઓમાં 1 લાખથી વધુ એસ.સી, ઓબીસી અને સફાઈ કામદારો માટે ક્રેડિટ […]

શ્રી મોદીને કારણે વિશ્ર્વમાં ભારતને નવી ઓળખ મળી : શ્રી રૂપાલા

અમરેલી, કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે અમરેલીના ઈશ્વરિયામાં લોકભાગીદારીથી નિર્માણ થયેલા મોક્ષધામનું લોકાર્પણ સંપન્ન થયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ભરતભાઈ સુતરીયા અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી, કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારના અનુદાન અને લોકભાગીદારીથી નિર્માણ પામેલા મોક્ષધામનું ગ્રામજનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્ધબોધન કરતા ગામના […]

કુંકાવાવના 20 ગામોમાં રૂપિયા 12.05 કરોડના ખર્ચે કોઝવે રસ્તા પુલ બનાવાશે

અમરેલી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના જાગૃત ધારાસભ્ય કૌશિક વેકરિયા રાજ્ય સરકારને જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટેની રજૂઆતો સતત કરતા આવ્યા છે. જિલ્લાના પંચાયત હસ્તકના અનેક રસ્તાઓના હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધાં જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રિપેર કરવાની જરૂરિયાત ઊભી થયેલ. જે બાબતને ગંભીરતાથી હાથ […]

ડાયમંડ કીંગ શ્રી ગોવિંદ ધોળકિયા રાજ્યસભાના ઉમેદવાર જાહેર

અમરેલી, સુરતમાંથી પાટીદાર અગ્રણી અને ડાયમંડ કીંગ એવા ગોવિંદ ધોળકિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ […]

અમરેલી જિલ્લાના 912 આવાસોનું 10મીએ લોકાર્પણ

અમરેલી, સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.10 મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કુંભારીયા હાઉસીંગ કોલોની, […]