મિતીયાળામાં સ્ટે આવી જતા બંધારાનું કામ અટકયું

રાજુલા, જાફરાબાદના મિતીયાળામાં બંધારો બનાવવા ડિઝાઇન સાથે વહીવટી મંજુરી અપાઇ ગઇ અને 18 વર્ષ પુરા થઇ ગયા છતાં 30 કરોડના ખર્ચે બનનાર બંધારાનું કામ અટકયું છે. હાલ ડિઝાઇન અને વહીવટી પ્રક્રિયા પણ પુર્ણ થઇ ગઇ છે. 1200 વિઘા સરકારી પડતર અને અન્ય જમીનોનો કબજો સિંચાઇ વિભાગે લઇ લીધો છે. પણ બે ખેડૂતને કારણે 10 ગામના […]

પીપાવાવ પોર્ટની માલગાડીની ભાડાની રોજની આવક રૂા.અઢી કરોડની છે

અમરેલી, ગાયકવાડ સરકારનું ફરજિયાત શિક્ષણ પામેલા અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ઔદ્યોગિક પ્રગતી જોવા મળી રહી છે. જે જમીન પાણીના ભાવે મળતી તે આજે ખુબજ કિંમતી બની રહી છે. તેના ભાવો આસમાનને આંબી રહ્યા છે. ત્યારે ઉદ્યોગોના કારણે ઉદ્યોગપતિઓને આર્થિક ફાયદો મળી રહ્યો છે તો લોકોને રોજી રોટી મળી રહી છે […]

રાજુલાના કાતર ગામના રહેણાંક વિસ્તારમાં અવર જવર કરતો દીપડો સીમમાંથી મોડી રાતે ઝડપાયો

રાજુલા, અમરેલી જિલ્લામાં સિંહો દીપડા સહિત વન્યપ્રાણીનો વસવાટ વધી રહ્યો છે ગીર જંગલ રેવન્યુ વિસ્તાર અને સૌવથી વધુ હવે માનવ વસાહત વિસ્તારોમાં દીપડાઓ વધુ ફરી રહ્યા છે જે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે જેના કારણે હવે વનવિભાગ દ્વારા માનવ વસાહત વચ્ચે હરતા ફરતા દીપડાઓ ઉપર વોચ રાખી પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરી છે વધતા જતા […]

ચાંચબંદર ગામનું ૠણ ધારાસભ્ય દ્વારા પૂર્ણ કરાયું

રાજુલા, રાજુલા તાલુકા નું ચાંચબંદર એટલે કે ચાંચબંદર ખેરા પટવા સમઢીયાળા અને વિક્ટર સુધીનો કાંઠા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે આ દરિયાકાંઠાના વિસ્તારમાં સૌવથી કોળી સમાજની વસ્તી આવેલી છે રાજુલા મહુવા કે જાફરાબાદ મજૂરી અને ખરીદી કરવા જતા ચાંચબંદરના લોકોને બંદર જવું હોય તો ફરી ફરીને 25 કિલોમીટર જવું પડતું હતું પરંતુ ખાડી પરનો પુલ […]

ગુજરાત વિધાનસભાની બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતીના પ્રમુખ તરીકે હિરાભાઇ સોલંકીની વરણી

અમરેલી, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાની બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતીના પ્રમુખ તરીકે રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકીની વરણી કરવામાં આવી છે. શ્રી સોલંકીની વરણી કરતા રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં ખુશીનો માહોલ સર્જાયો છે. શ્રી સોલંકીની વરણીને સર્વેએ આવકારી શુભકામનાઓનો ધોધ વેહેતો કર્યો

અમરેલી જિલ્લામાં કાલથી ભાજપનું “ગાંવ ચલો’ અભિયાન

અમરેલી, છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટી ની સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ,આંતરિક સુરક્ષા,બાહ્ય સુરક્ષા,સંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહીત વિકાસના તામામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઇ […]

અમરેલી જિલ્લાના 912 આવાસોનું 10મીએ લોકાર્પણ

અમરેલી, સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.10 મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કુંભારીયા હાઉસીંગ કોલોની, […]

લોઠપુર નજીક ઇકો કાર સળગી ઉઠી

રાજુલા, સાવરકુંડલા ના રહેવાસી નયનભાઈ મૂળજી ભાઈ વેગડ મોડી રાત્રી ના જાફરાબાદ રોડ પર થી પોતાની ઇકો ગાડી લઈ ને આવી રહેલ હતા અને જે સાવરકુંડલા જવાના હતા ત્યારે આ ગાડી અચાનક જાડ સાથે અથડાય અને બાજુના ખાડામાં પલટી મારતા અચાનક આગ લાગવા પામેલી ત્યારે આ આગમાં નયનભાઈ વેગડ ને ઇજા થવા પામેલ અને ત્યારબાદ […]

અમરેલી સહિત રાજ્યભરમાં આજે યુવા સંમેલનો યોજાશે

અમરેલી, ભાજપ દ્વારા નિર્ધારીત થયેલા કાર્યક્રમો મુજબ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક સાથે લોકસભા મત વિસ્તારોમાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયોનાં ઉદ્દઘાટન બાદ યુવા ભાજપને પ્રોત્સાહિત કરવા ભાજપ દ્વારા કાર્યક્રમો જાહેર થયો છે. તે મુજબ આજે અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં યુવા ભાજપનાં સંમેલનો ઠેર ઠેર મળનાર છે. યુવા ભાજપનાં આ સંમેલનોમાં 18 થી 25 વર્ષનાં નવા […]

વડોદરામાં બોટ ઉંધી વળતા 13 બાળકો સહિત 15 ના મોત

અમરેલી, વડોદરાનાં હરણી ખાતે આવેલ મોટનાથ તળાવમાં ધો.1 થી 5 નાં બાળકો ભરેલી બોટ ઉંધી વળી જતા બે શિક્ષકો અને 13 બાળકોનાં મોતથી દેશભરમાં હાહાકાર મચ્યો છે અને મુખ્યમંત્રી આ ઘટનાને પગલે વડોદરા દોડી ગયા છે વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કુલનાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ભરેલી બોટ ઉંધી વળતા બે શિક્ષકો અને 10 બાળકોને બચાવી […]