અમરેલી નાગરિક સહકારી બેંક દ્વારા 6 લોન ડિફોલ્ટરો સામે કોર્ટમાં ફરિયાદ

અમરેલી, અમરેલી નાગરિક સહકારી બેંકના લોનના હપ્તા નહીં ભરનાર પારેખ સિલેકશન પ્રો.કેયુમભાઇ ગફારભાઇ પારેખ 10-ઇન્દીરા શોપિંગ સેન્ટર દોલતરાય સ્કુલ પાસે રૂા.19,22,518, પિન્ટુભાઇ કેશુભાઇ સેંજાણી રોકડીયા કાળભૈરવ મંદિર પાસે રૂા.20,000, રાજેશભાઇ વૃજલ્લાભાઇ મોરજરીયા ગુરૂકૃપાનગર ચિતલ રોડ રૂા.1,00,000 , સુરેશભાઇ હિંમતલાલ ભરખડા એસટી બસ સ્ટેન્ડ રોડ અમરાપરા મુ. બગસરા રૂા. 1,00,000 , દિનેશભાઇ ધનજીભાઇ સોલંકી બહારપરા સામુદ્રી […]

ધારી-અમરેલી પંથકને ધુ્રજાવતો પ્રચંડ ભેદી વિસ્ફોટ

અમરેલી, અમરેલી જિલ્લાના ધારી અને અમરેલીના ગામડાઓમાં આજે બપોરે બાર વાગ્યાના અરસામાં પ્રચંડ ભેદી ધડાાકાએ સૌને દોડતા કરી દીધા હતા. આ અંગે મળતા અહેવાલો અનુસાર આજે બપોરના બાર વાગ્યા આસપાસ સરંભડા અને આસપાસના ગામમાં મોટો ધડાકો થયો હતો જેને કારણે મકાનો પણ ધ્રુજી ગયા હતા તેમ સરંભડાથી શ્રી મોટાભાઇ સવંટે અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ તેમણે […]

અમરેલી સહિત રાજ્યભરમાં આજે યુવા સંમેલનો યોજાશે

અમરેલી, ભાજપ દ્વારા નિર્ધારીત થયેલા કાર્યક્રમો મુજબ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક સાથે લોકસભા મત વિસ્તારોમાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયોનાં ઉદ્દઘાટન બાદ યુવા ભાજપને પ્રોત્સાહિત કરવા ભાજપ દ્વારા કાર્યક્રમો જાહેર થયો છે. તે મુજબ આજે અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં યુવા ભાજપનાં સંમેલનો ઠેર ઠેર મળનાર છે. યુવા ભાજપનાં આ સંમેલનોમાં 18 થી 25 વર્ષનાં નવા […]

સાસણને ટક્કર મારે તેવો બન્યો ધારીનો આંબરડી પાર્ક

અમરેલી , અમરેલી ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે. ગીરની એક આગવી ઓળખ એટલે સિંહનો આ વિસ્તારમાં વસવાટ ! દર વર્ષે જિલ્લાના ધારી તાલુકાના આ આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે. આ સફારી પાર્કમાં વિવિધ પ્રકારના આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગીરનું કુદરતી સૌંદર્ય […]

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની મુલાકાતે

અમરેલી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા અને એરપોર્ટ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ સહિતના મહાનુભાવોએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યુ હતુ તથા રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે “દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવનો દિવ્ય અને ભવ્ય શુભારંભ કરવામાં […]

અમૃતવેલ નજીક રેલ્વે ફાટક પર માલગાડી હડફેટે 4 વર્ષના સિંહનું મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં રેલ્વે ટ્રેક સિહો માટે ઘાતક બન્યા હોય તેમ ફરી એકવાર સાવરકુંડલા રેન્જના અમૃતવેલ નજીક મોડી રાત્રિના રેલવે ટ્રેક પર પીપાવાવ સુરેન્દ્રનગર માલગાડી સાથે અથડાવાથી 4 વર્ષના સિંહ નું મોત નીપજ્યું હતું . સાવરકુંડલા રેંજના અમૃતવેલ ગામ નજીક ગત મોડી રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ પીપાવાવ સુરેન્દ્રનગર માલગાડી નં 38151 નંબર ની ગાડી સાથે […]

ચેક રીટર્નના કેસમાં છ માસની સજા કરતી અમરેલીની ચીફ કોર્ટ

અમરેલી, બગસરા નાગરીક શ.સ.મં.લી સાખા અમરેલી પાસેથી રૂ.5,00,000 નું ધીરાણ લઈ છુ મંતર થયેલા હનુમાન પરા ગુણાતીત નગર શેરી નં.3 માં રહેતા સયરાજભાઈ લખુભાઈ વાળાએ મંડળીને બાકી લેણાની રકમ રૂ.5,59,703 વસુલ આપવા આપેલ ચેક રીર્ટન થતા મંડળીના સેક્રેટરી જયદિપભાઈ ધીરૂભાઈ નાકરાણીએ અમરેલી ચીફ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરતા પુરાવાના અંતે અમરેલીના ત્રીજા એડી.ચીફ.જ્યુ.મેજી.કે.એમ. વ્યાસ તરફથી […]

મુંજીયાસર પાસે રોજડુ અને સિંહણ ઇનોવા સાથે અથડાયા : ઇનોવાનો ભુક્કો : સિંહણને ઇજા

બગસરા, બગસરામાં આજે યોજાઇ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી પરત જુનાગઢ જતા જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી ડી.કે.સ્વામિની ઇનોવાને વિચિત્ર અકસ્માત નડયો હતો જેમાં રોજડાનો શિકાર કરતી સિંહણ અને રોજડુ બંને ઇનોવા સાથે અથડાતા ઇનોવાનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતની વિગતોની પ્રાથમિક રીતે મળતી માહિતી અનુસાર સાંજના સમયે નાના અને મોટા મુંજીયાસર વચ્ચે […]

ગોંડલથી તુલસીશ્યામ રોડ માટે 16 કરોડ મંજુર કરાવતા શ્રી કૌશિક વેકરીયા

અમરેલી, અમરેલીના જાગૃત લોકપ્રતિનિધિ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓ તાત્કાલિક રિકાર્પેટ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ જ ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે તા.3.1.2024ના રોજ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 16 કરોડ 10 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી કુંકાવાવ તાલુકાનાં વાવડીથી બગસરા […]

અમરેલી જિલ્લાના ધારાસભ્યો-સાંસદશ્રીનું સન્માન કરાશે

અમરેલી, બગસરા પરશુરામધામ દ્વારા તા. 7-1-24 રવિવાર બપોરના 4:00 કલાકે અમરેલી જીલ્લાના ધારાસભ્યો કૌશિકભાઈ વેકરીયા, જે.વી.કાકડીયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા, તેમજ સાંસદ નારણભાઈ કાછડીયાનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પુર્વમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી , ઈફકોના ચેરમેન દિલિપભાઈ સંઘાણી સાંસદ નારણભાઈ કાછડીયા ,અમરડેરીના ચેરમેન અશ્ર્વિનભાઈ સાવલીયા, બગસરા શરાફી સહકારી મંળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડીઆ , […]