ખાંભાના ત્રાકુડા ડેડાણ વિસ્તારમાં દિપડાએ શ્ર્વાનનો શિકાર કર્યો

ડેડાણ, ખાંભાના ડેડાણ ત્રાકુડા રોડ ઉપર તુલસીશ્યામ પેટ્રોલિયમ વિસ્તારમાં એક દિપડાએ કુતરાનો શિકાર કર્યો હતો. તે સીસીટીવીમાં કેદ થયેલ પેટ્રોલ પંપના રાતપાળી સ્ટાફ સહિત ના લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો છે. પંપની બાજુમાં જ રાજવી સુરેશભાઇ કોટીલાનો રેહઠાંણ હોય દિપડાના ભયથી આ વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે. લાગતા વળગતા યોગ્ય કરે તેવી માંગ ઉઠી છે. […]

અમરેલી, ખાંભા, વડીયા, લાઠીને ભીંજવતો વરસાદ

અમરેલી, અમરેલી શહેર અને જીલ્લામાં આજે મેઘાવી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. અમરેલી જીલ્લાના ખાંભામાં ધોધમાર 2 ઈંચ વરસાદ પડી જતા ગામમાં પાણી વહેતા થયા હતા. સારા વરસાદથી ખેતી પાકને ફાયદો થતા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.લાઠી તાલુકાના અકાળામાં ધીમીધારે 1 ઈંચ વરસાદ પડી જતા ખેતી પાકને જીવતદાન […]

રાજુુલા ખાંભા સ.ખ.વે.સંઘના હોદેદારોની 18મીએ ચૂંટણી

રાજુલા, રાજુલા ખાંભા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ માં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે હાલ સંઘના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે ત્યારે આગામી તારીખ ના રોજ નાયબ કલેકટર રાજુલાની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાશે. સહકારી નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને જિલ્લા ભાજપની દેખરેખ હેઠળ ખેડૂત અને યુવા […]

ખાંભાના હનુમાનપુરમાં ઇલેક્ટ્રીક શોક લાગતા બે સગા ભાઈઓ સહિત ત્રણના મોત થી હાહાકાર

  ખાંભા ના હનુમાનપુર ગામે ઘરમાં સમારકામ ચાલી રહ્યું હોય રેતી ધોવાના મશીનમાં રેતી ધોવાનું કામ કરી રહેલા પથુભાઈ જીલુભાઈ બોરીચા નામના 32 વર્ષના યુવાને ઈલેક્ટ્રીક શોક લાગતા તેમને બચાવવા માટે ગયેલા તેમના નાના ભાઈ માનકુભાઈ ઉંમર વર્ષ 30 પણ ઇલેક્ટ્રીક કરંટ નો ભોગ બન્યા હતા જેથી આ બંને ભાઈઓના ભત્રીજા ભવદીપભાઈ તેમને છોડાવવા જતા […]

ખાંભાનાં ત્રાકુડાથી ફાચરીયા જતા રોડની ચોમાસે દરિયાનાં બેટ જેવી સર્જાતી હાલત

ડેડાણ, ખાંભાનાં ત્રાકુડાથી ફાચરીયા જવાનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે. રોડ ઉપર જાણે નદી ચાલતી હોય તેમ ચોમાસામાં પાણી વહેતુ રહે છે. ત્રાકુડાથી ફાચરીયાનો રસ્તો કાચો પાકો છે અને બે જગ્યાએ નાળા જ નથી. અને ખેતરનું પાણી આ રસ્તા પર આવે છે. જાણે નદી હોય તેમ પાણી વહેતુરહે છે અને ભુલે ચુકે ટુ વ્હિલર ચાલકો […]

ખાંભા પાસે સ્કોર્પીયો ઉપર આડેધડ ફાયરીંગ

અમરેલી, ખાંભા તાલુકાના ચતુરી અને પીપળવા ગામ વચ્ચેઆજે વ્હેલી સવારના 4-30 કલાકે વડ ગામના શિવરાજભાઇ વાલાભાઇ ધાખડા ઉ.વ.33 રહે. વડ વાળાએ આજ થી બે મહિના પહેલા નાગેશ્રી પાસે આવેલ ટોલનાકે મયુર ભાભલુભાઇ વરૂએ ગાળો બોલતા તેનો વિડીયો મોબાઇલમાં ઉતારેલ. જેનું મનદુ:ખ રાખી ફોરવ્હીલમાં પીછો કરી હત્યા કરવાના ઇરાદે બે આરોપીઓએ પિસ્તોલ અને તંમચામાંથી ફાયરિંગ કર્યાની […]

ખાંભામાં ગાજવીજ સાથે મીની વાવાઝોડુ : નુક્શાન

અમરેલી, અમરેલી જિલ્લામાં સતત માવઠાએ કહેર વરતાવતા સોમવારે અમરેલી, મધરાતનાં કુંડલા અને બુધવારે મીની વાવાઝોડાએ બાબરામાં તારાજી સર્જ્યા બાદ આજે ગુરૂવારે સાંજનાં 5 થી 5:30 દરમિયાન ખાંભા શહેરમાં વાતાવરણમાં પલ્ટો આવતા મીની વાવાઝોડુ કડાકા ભડાકા વરસાદ સાથે શરૂ થયેલ અને માત્ર અડધા કલાકમાં મકાનોનાં નળીયા, શેડ તેમજ પતરા ઉડ્યાં હતાં. શહેરમાં કેટલાય સ્થળોએ વૃક્ષો પણ […]

SVEEP અને TIP અંતર્ગત તા.૪ મે ના રોજ ખાંભા રાજુલા અને સાવરકુંડલામાં રન ફોર વોટ કાર્યક્રમ યોજાશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ શરુ છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી […]

ખાંભામાં દિકરી જેવડી કન્યાને ભગાડી જનારને 25 વર્ષની સખત કેદ

અમરેલી, ખાંભાના તાલડા ગામે સાડા સતર વર્ષની સગીરાને ભગાડી જનાર 42 વર્ષનાં ઢાંઢાને કોર્ટે 25 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તા.10-10-2017 માં બનેલા આ બનાવમાં કોર્ટે મહતમ સજા ફટકારી અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે, સરકાર દ્વારા એડીશ્નલ પબ્લીક પ્રોસીક્યુટર શ્રી વિકાસ વડેરાએ દલીલ કરી હતી કે, ભોગ બનનારનું […]

ખાંભાના પો. સ્ટે.માં ફરજ બજાવતા કર્મચારીઓને સારી કામગીરી બદલ પ્રશંસાપત્રો એનાયત કરાયાં

અમરેલી , અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહનાઓ દ્રારા જાન્યુઆરી-2024 ના માસ દરમ્યાન પોલીસ વિભાગમાં ગુનાના કામે નાસતા ફરતાં આરોપીઓને પકડવાની સારી અને ઉતમ કામગીરી કરવાં બદલ છજીૈં ભરતભાઇ મુહાભાઇ વાળા તથા લ્લભ ધનાભાઇ કડવાભાઇ પરમારને પ્રશંસાપત્ર પાઠવી કામગીરીને બિરદાવવામાં આવી તેમજ ભવિષ્યમાં પણ સારી કામગીરી કરવાં માટે જરૂરી માર્ગદર્શન આપીને ઉત્સાહમાં વધારો કરવામાં