ગાધકડામાં પ્લોટમાં દબાણ કરવાનીના પાડતા બે કુંટુંબીઓ વચ્ચે મારામારી સર્જાઇ

અમરેલી, સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે રહેતા હરેશભાઈ જીવાભાઈ સોલંકી અને સામાવાળા એક જ કુંટુંબના હોય. હરેશભાઈનું ગાધકડા ગામે કલ્યાણપુર વિસ્તારમાં જુનું પડી ગયેલ મકાન આવેલ હોય. જે મકાનને અડીને સામેવાળાઓનું રહેણાંક મકાન આવેલ હોય. ત્યાં વીનુ ગોવિંદ સોલંકી નવા મકાનનું બાંધકામ કરતા હોય અને હરેશભાઈના પ્લોટમાં દબાણ કરતા દબાણ કરવાની ના પાડતા અને દિવાલ કાઢી […]

અમરેલી જિલ્લામાં 200 સ્થળોએે કેમેરાથી નેત્રમની વોચ શરૂ

અમરેલી, અમરેલીના એસપીશ્રી હીમકરસિંહ દ્વારા અસામાજીકોની ઉપર કાયમી ધોરણે તીસરી આંખ ગોઠવી દેવાઇછે. હોલીવુડની ફીલ્મોની જેમ આપણા પોલીસ તંત્ર પાસે પણ હવે એક કી.મી. રેન્જ અને ઓટો ડીટેકશન સીસ્ટમ સહિતના કેમેરાથી સજજ કંટ્રોલ રૂમ શરૂ છે જેને પોલીસે નેત્રમ એવુ નામ આપ્યું છે અમરેલી જિલ્લામાં 200 સ્થળોએ 500 ઉપરાંતના કેમેરાથી નેત્રમની વોચ શરૂ થઇ છે.સીસીટીવી […]

જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

વડિયા, સમગ્ર ભારત માં આહીર (યાદવ )સમાજની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે. આ આહીરો શ્રી કૃષ્ણ ના વંશજ હોવાથી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ને માને છે.હિન્દુસ્તાનમાં ગોકુલ, મથુરા બાદ દ્વારકામાં આહીરો સાથે આવી પોતાની નગરી વસાવી હતી આજે પણ ગુજરાત માં વસતો આહીર સમાજ અને જગત મંદિર દ્વારકા તેની સાક્ષી પુરે છે. આ […]

અમરેલી જિલ્લામાં નવ તાલુકાના લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા

અમરેલી, વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.13 ડિસેમ્બર, 2023ના રોજ જિલ્લાના 18 ગામડાઓના 4,604 નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવી હતા.વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.13 ડિસેમ્બર, 2023ના રોજ આરોગ્ય […]

અમરેલી જિલ્લાનાં 37 નાયબ મામલતદારોની બદલીઓ

અમરેલી, ગત ચોમાસુ 2023 માટે મંજુર થયેલ હંગામી મહેકમની મુદત પુરી થતા અમરેલી કલેકટર શ્રી અજય દહીયાએ 37 નાયબ મામલતદારોની બદલીઓ કરી છે જેમાં 19 નાયબ મામલતદારોને ચુંટણી શાખામાં મુકવામાં આવ્યા છે. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ અમરેલી ગ્રામ્યનાં આર.આર.સુવાગીયાને જિલ્લા ચુંટણી અધિકારી અમરેલીમાં નવી મંજુર થયેલ જગ્યાએ, કે.બી. માલકીયા, આર.બી. તેરૈયા, આર.એન.ગોહીલ, આર.એલ. […]

રાજુલા નજીક કુંભારીયામાં લેન્ડગ્રેબીંગના ગુનામાં 6 આરોપીઓને પોલીસે ઝડપી લીધા

અમરેલી, રાજુલા તાલુકાના મુળ દેવકા હાલ મુંબઈ રહેતા વાલજીભાઈ આતાભાઈ ચૌહાણ દ્વારા તેમના પરીવારજનોની સંયુકત જમીન અમારા સંબંધી કરશનભાઈ સોમાભાઈ ચૌહાણ રહે. દેવકા તા. રાજુલાવાળાની ફાર્મ ભાગવી વાવવા રાખેલ અને તેઓ વાવેતર કરતા હોય,. સામેવાળા કરશન હરજીભાઈ, ભાવેશ કરશનભાઈ,લાલજી ઉર્ફે , લાલા કરશનભાઈ,માવજી હરજીભાઈ, મધ્ાુ માવજીભાઈ, પ્રવિણ માવજીભાઈ ચૌહાણ દેવકા અને કુંભારીયાવાળાને ગમતુ ન હોય […]

ભાજપના મોભી શ્રી પરશોત્તમ રૂપાલા સાથે સાંસદ શ્રી કાછડીયા અને પાંચેય ધારાસભ્યો એક સાથે સુરતમાં ઉપસ્થિત રહયા

અમરેલી, અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો અને સંસદ સભ્ય સહિત અમરેલી જિલ્લાના તમામ પદાધિકારીઓ અને તે પણ ભાજપના મોભી અને ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા સહિત એક સાથે એકત્ર થાય તેવા બહુ ઓછા પ્રસંગો આવતા હોય છે પણ સુરતમાં શનીવારે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઇ સુતરીયાના સન્માન માટે આખુ અમરેલી એકત્ર થઇ ગયું હોય […]