મુંજીયાસર પાસે રોજડુ અને સિંહણ ઇનોવા સાથે અથડાયા : ઇનોવાનો ભુક્કો : સિંહણને ઇજા

બગસરા, બગસરામાં આજે યોજાઇ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી પરત જુનાગઢ જતા જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી ડી.કે.સ્વામિની ઇનોવાને વિચિત્ર અકસ્માત નડયો હતો જેમાં રોજડાનો શિકાર કરતી સિંહણ અને રોજડુ બંને ઇનોવા સાથે અથડાતા ઇનોવાનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતની વિગતોની પ્રાથમિક રીતે મળતી માહિતી અનુસાર સાંજના સમયે નાના અને મોટા મુંજીયાસર વચ્ચે […]

અમરેલીમાં એનસીટી (ગોળ હોસ્પિટલ)ની મોટી સિધ્ધિ : 75 વર્ષના દર્દીની ખરાબ કીડની સફળતાથી કાઢવામાં આવી

અમરેલી,(ફીલ્ડ રિર્પોટર) અમરેલીમાં નેત્ર ચિકીત્સા ટ્રસ્ટ સંચાલિત એનસીટી (ગોળ હોસ્પિટલ)એ મોટી સિધ્ધિ મેળવી છે અહી તા.7મીના રોજ 75 વર્ષના દર્દીની ખરાબ કીડની સફળતાથી કાઢવામાં આવી હતી અને આજે સાજા નરવા થયેલા આ દર્દીને રજા આપવામાં આવી હતી. ધારીના સરસીયા ગામના 75 વર્ષના શંભુભાઇ ભાદાભાઇ દેગામા નામના દર્દીને કીડનીની તકલીફ સાથે નેત્ર ચિકીત્સા ટ્રસ્ટ સંચાલિત એનસીટી […]

ગોંડલથી તુલસીશ્યામ રોડ માટે 16 કરોડ મંજુર કરાવતા શ્રી કૌશિક વેકરીયા

અમરેલી, અમરેલીના જાગૃત લોકપ્રતિનિધિ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓ તાત્કાલિક રિકાર્પેટ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ જ ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે તા.3.1.2024ના રોજ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 16 કરોડ 10 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી કુંકાવાવ તાલુકાનાં વાવડીથી બગસરા […]

ચલાલાના પાદરગઢમાં 21 લાખની ખંડણી માંગી

અમરેલી, ધારી તાલુકાના પાદરગઢ ગામની સીમમાં ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા નરેશભાઈ મગનભાઈ જેતાણી ઉ.વ. 33 એ પાદરગઢ ગામની સીમમાં ખેતીની જમીન 40 વીઘા વેચાતી રાખેલ હોય. જે જમીન અંગે પાદરગઢના રણજીત ભરતભાઈ વાળાએ મોબાઈલમાં ફોન કરી પોતાની ઓળખ આપી ખરીદેલ જમીન તેને પુછયા વગર ખરીદ કરેલ હોય. જેથી તે જમીનમાં ખેતીકામ કરવા માટે રૂ/.21 […]

વિસાવદરના વેકરીયા દેવડીધારથી 166 બોટલ ઇંગ્લીસ દારૂ ઝડપાયો

અમરેલી, એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી એસએમસીની ટીમે વિસાવદરના વેકરીયા ગામની દેવડીધાર વિસ્તારમાં રાવણીના રસ્તા તરફ જુના રસ્તાની બાજુમાં દરોડો પાડી 166 બોટલ આઇએમએફની બોટલો ઝડપી લીધી હતી. એક વાહન સહિત રૂા.5.67. 780નો મુદામાલ સાથે મયુર મનુભાઇ જેબલીયા પ્રેમપરા ધારી ને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. આ દરોડાની કામગીરી એસએમસીના પીએસઆઇ શ્રી એ.વી. પટેલે કરી હતી.

અમરેલી જિલ્લામાં ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના કાર્યક્રમની તૈયારીઓ

અમરેલી, અમરેલી જિલ્લામાં આ જાન્યુઆરી માસ દરમિયાન રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે તેમની ઉપસ્થિતિમાં રાજુલાના શહીદ ચોકમાં 108ફુટનો તિરંગો,ધારીનું પોલીસ સ્ટેશન અને અમરેલીના આધ્ાુનિક બસપોર્ટના લોકાર્પણ કરવા માટે તારીખો નકકી કરાઇ રહી છે.અમરેલીમાં અતિ આધ્ાુનિક મોડેલ બસસ્ટેન્ડ તૈયાર થઇ ગયું છે અને રાજુલામાં શ્રી હિરાભાઇ સોલંકી દ્વારા માર્કેટ યાર્ડ પાસે શહીદ […]

મારી નાખવાના ઈરાદે વાહનથી જીવલેણ હુમલો તથા એટ્રોસીટીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

અમરેલી, આ કામના આરોપી મહિપતભાઈ અનકભાઈ વાળાએ નાની ગરમલી તા, ધારીમાં આ કામના ફરિયાદી પોતાનું હોન્ડા બાઈક ચલાવી નાની ગરમલી ગામેથી કણેર ગામે જતા હતા. ત્યારે આરોપીએ ફરિયાદી સાથે અગાઉ થયેલ બોલાચાલીનો બદલો લેવા પોતાની સ્વીફટ ગાડી ઈરાદાપુર્વક ફરિયાદીને મારી નાખવાના ઈરાદાથી પુરઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત કરી તેને ખાળીયામાં ઉતારી દીધ્ોલ. જેથી ફરિયાદીને બંને […]

યુવા નેતા શ્રી મનીષ સંઘાણી ની ઉપસ્થિતિમાં અયોધ્યા થી આવેલ અક્ષત કળશ ની શોભાયાત્રાનું આયોજન કરાયું

૨૨ જાન્યુઆરી ના રોજ રામ ભાગવાન પોતાના ઘરે પધારી રહ્યા છે ત્યારે અયોધ્યાથી અક્ષત કળશ અમરેલી ખાતે આવેલો જેની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાઘ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ જેમાં આસોપાલવ સોસાયટી, વેસ્ટર્ન પાર્ક વગેરે સોસાયટી મા આ કાળાશ ફર્યો હતો. ત્યારે ઘરે ઘરે કળશનું સ્વાગત કરી […]

અમરેલી જિલ્લામાં ૧૦૮ ને વર્ષ દરમિયાન હાર્ટએટેકના 1897, શ્વાસ લેવામાં સમસ્યાના 1630 કેસ મળ્યા હતા

જેમાં ખાસ કરીને જાન્યુઆરી થી નવેમ્બરમાં સુધી માં 408 જેટલી પ્રસુતિ 108 ના સ્ટાફ દ્વારા કરાવવામાં આવેલ છે જે ખરેખર સરાહનીય કામગીરી છે.જિલ્લામાં વર્ષ દરમિયાન 36,373 કેસ આવ્યા, જેમાં સૌથી વધુ પ્રસૂતિના 17,760 કેસ ઈમરજન્સી વાહનોમાં નોંધાયાં તહેવારોના સમયગાળા દરમિયાન અકસ્માતો,દાઝી જવાના અને પટકાવાના કેસોમાં પણ વધારો નોંધાયો હતો અમરેલી જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સીના 23 વાહનો, […]

સરસ્વતી વિદ્યાલય જરખીયા માં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

શ્રી દયાશંકર બાપા સેવા ટ્રસ્ટ – સુરત સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય – જરખીયા, તા. લાઠી ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. સેવા,સંસ્કાર, અને શિક્ષણનુ સિંચન કરતી ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસક્રમો ધરાવતી આ એવી એકમાત્ર ગ્રાન્ટેડ શાળા છે કે જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા સેવાના ભેખધારી શાળાના આચાર્યશ્રી વિજયભાઈ આર. ગુંદણીયાં દ્વારા શાળામાં ઘણી […]