અમરેલીમાં લોનસહાય ચેક વિતરણ કરાયાં

અમરેલી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી ઁસ્ જીેંઇછવ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત લીલીયા રોડ અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ એ સમગ્ર ભારતના 510 જેટલા જિલ્લાઓમાં 1 લાખથી વધુ એસ.સી, ઓબીસી અને સફાઈ કામદારો માટે ક્રેડિટ […]

ચરખા નજીક ટેન્કરે બાઇકને હડફેટે ચડાવતા યુવાનને ઇજા

અમરેલી, બાબરા તાલુકાના ચરખા ગામે મુર્લિધર હોટલ પાસે સુર્યમુખી પેટ્રોલ પંપની સામે ભાવનગર હાઇવે ઉપર હિરેન નિતેષભાઇ માંગરોળીયા ઉ.વ.17 પોતાનું સ્પ્લેન્ડર બાઇક જી જે 05 એકસસી 5307નું લઇને ઘરેથી વાડીએ માલઢોરને નિરણ નાખવા માટે ગયેલ હતો અને વાડીએથી બાઇક લઇને ઘરે આવતા હોય તે દરમિયાન ચરખા ગામે મુર્લિધર હોટલ પાસે સુર્યમુખી પેટ્રોલ પંપની સામે ભાવનગર […]

અમરેલીમાં અનેક આગેવાનોએ કેસરીયા કર્યા

અમરેલી, અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા ના કર્તવ્યમ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સીઆર પાટીલની ઉપસ્થિતિમાં શ્રી કૌશિકભાઈ વેકરીયાની સામે અમરેલી વિધાનસભા મતવિસ્તારમા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા રવિભાઈ ધાનાણી સહિત અમરેલી વિધાનસભા લાઠી વિધાનસભા સાવરકુંડલા વિધાનસભા બાબરા શહેર તથા ધારી વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના 1ર્5 થી વધારે તથા કોંગ્રેસના 60 થી વધારે કાર્યકર્તાઓ […]

રાજકોટ લોકસભા વિસ્તારમાં શ્રી રૂપાલાની બેઠકોનો ધમધમાટ

અમરેલી, અમરેલી પનોતાપુત્ર અને પુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાને રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ભાજપની ટીકીટ અપાતા શ્રી પરશોતમભાઇ રૂપાલાએ પહેલો ઘા રાણાનોની ઉગતી મુજબ રાજકોટ લોકસભા મત વિસ્તારમાં મુલાકાતો, બેઠકોનો દૌર સાથે ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. શ્રી પરોશતમભાઇ રૂપાલા આજે તા.5ને મંગળવારે રાજકોટ પહોંચશે. જયાં સવારે 9-30 કલાકે કુવાડવાના ગ્રામ્ય ભાજપ દ્વારા ભવ્ય […]

અમરેલીમાં પ્રયોસા કંપનીના પ્રોપરાઇટર સહિત પાંચે રૂપિયા 67.50 લાખની છેતરપિંડી કરી

અમરેલી, અમરેલી પ્રયોશા કંપનીના પ્રોપરાઇટ જયશ્રીબેન વિરલભાઇ શિયાણી, તેમના કંપનીની લેતી દેતી સંભાળનાર/જામીનદાર વિરલભાઇ વિઠ્ઠલભાઇ શિયાણી રહે. અમરેલી કેરિયા રોડ બંસીધર સોસાયટી બ્લોક નં.7(એ) તથા જામીનદારો રાજનભાઇ વિઠલભાઇ શિયાણી રહે. વાંડળીયા તા.બાબરા, પિયુષભાઇ ગોરધનભાઇ શિયાણી રહે. અમરેલી રોકડવાડી કેરિયારોડ તથા તપાસમાં નામ ખુલે તે તમામ આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા કાવતરૂ રચી પી. એમ. […]

અમરેલી જિલ્લામાં જુદા જુદા બે સ્થળે ઇંગ્લીશ દારૂના દરોડા

અમરેલી, અમરેલી જિલ્લામાં પોલીસે જુદા જુદા બે સ્થળોએ ઇંગ્લીશ દારૂના દરોડાઓ પાડી બે શખ્સોને 24 બોટલ ઇંગ્લીશ દારૂ તથા બાઇક મળી રૂા.50,452ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. અમરેલી ફોરવર્ડ સર્કલ પાસે ચાર બોટલ ઇંગ્લીશ દારૂ રૂા.4052ના મુદામાલ સાથે હે.કોન્સ. સલીમભાઇ શેખે ઝડપી પાડયો હતો. જયારે બાબરા તાલુકાના વાવડી થી ચમારડી રોડ ઉપર શૈલેષ ઘોહાભાઇ બસીયા […]

અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોએ કમોતના બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોએ ઝેરી દવા પી જવાથી ત્રણ કમોતના બનાવો પોલિસ મથકમાં નોંધાયા છે. જેમાં કુંડલીયાળામાં તેમજ રાંઢીયામાં યુવાનના ઝેરી દવા પી જતા તેમજ વાંડળીયામાં પ્રૌઢાનું ઝેરી દવા પી જતા મોત નિપજયું હતું. રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે મુળ ખાંભા તાલુકાના આંબલીયાળા ગામના રણજીતભાઈ ઉર્ફે , જીગ્નેશભાઈમકવાણા ઉ.વ. 20 તા. 29-1-24 ના […]

અમરેલીમાં કાલે બીજો ભવ્ય એકલવ્ય રમતોત્સવ યોજાશે

અમરેલી, અમરેલીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલો ઈન્ડિયાના વિચારને સાર્થક કરવાના પ્રયાસરૂપેસતત બીજા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત તારીખ:-10/02/2024ના રોજ ઘ.ન્.જીજી ગ્રાઉન્ડ વિદ્યાસભા અમરેલી ખાતે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું યોજાશે. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન સ્વરૂપે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું આયોજન થઈ રહ્યું છે.જેમાં શાળા લેવલે વિજેતા થનાર 1200 જેટલા […]

ભાજપને ભરી પીશું : લાઠી-કુંકાવાવમાં કોંગ્રેસની બેઠક

અમરેલી, આગામી લોકસભાની ચુંટણી અને સંગઠનની એક બેઠક લાઠી-બાબરા વિધાનસભાની બેઠક લાઠી મુકામે સર્કિટ હાઉસ ખાતે આજરોજ કારોબારી મીટીંગ મળેલ જેમાં પુર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઇ દુધાતે અધ્યક્ષ સ્થાન સંભાળેલ હતું. બેઠકમાં આ વિસ્તારનાં પુર્વ ધારાસભ્ય અને માજી સાંસદ શ્રી વિરજીભાઇ ઠુંમરે ભારતીય જનતા પાર્ટીની જુઠ્ઠી કાર્યપ્રણાલી અને ગેરકાયદેસરની અનેક કાર્યવાહીઓને ઉજાગર […]

અમરેલી જિલ્લાના 912 આવાસોનું 10મીએ લોકાર્પણ

અમરેલી, સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.10 મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કુંભારીયા હાઉસીંગ કોલોની, […]