અમરેલી જિલ્લાના 912 આવાસોનું 10મીએ લોકાર્પણ

અમરેલી, સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.10 મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કુંભારીયા હાઉસીંગ કોલોની, […]

ગુજરાત રાજ્યનાં વિકાસલક્ષી બજેટને આવકારતા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા

અમરેલી, અમૃતકાળમાં ગુજરાતના વિકાસને વેગ આપવા વર્ષ 2024 25નું સૌથી મોટું વિકાસલક્ષી જન કલ્યાણ નું બજેટ રજૂ થતાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા તેમને આવકારવામાં આવેલ છે.આપણા ગૌરવવંતા ગુજરાતની અભૂતપૂર્વ વિકાસયાત્રાને “સૌના સાથ અને સૌના સહકાર” થકી વધુમાં વેગવાન બનાવવાના પાવન સંકલ્પ સાથે રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરગામી માર્ગદર્શન હેઠળ […]

સાવરકુંડલામાં 36 લાખના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરતા શ્રી કસવાલા

સાવરકુંડલા, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચુંટાયેલા શ્રી મહેશ કસવાલાએ સાવરકુંડલા અને લીલીયાની જનતાએ તેમના પર મુકેલ વિશ્વાસ બદલ ધારાસભ્ય કસવાલાએ સરકારશ્રી માંથી અઢળક ગ્રાન્ટો લાવી દીધી અને એક પછી એક વિકાસના કામોનું ખાતમહુર્ત પણ કરી રહયા છે ત્યારે વિરડી ગામે સરકારશ્રી માંથી મંજુર કરાવેલ રૂા.18 લાખના ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય સેન્ટર તેમજ વાંશીયાળી […]

અમરેલી સહિત રાજ્યભરમાં આજે યુવા સંમેલનો યોજાશે

અમરેલી, ભાજપ દ્વારા નિર્ધારીત થયેલા કાર્યક્રમો મુજબ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક સાથે લોકસભા મત વિસ્તારોમાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયોનાં ઉદ્દઘાટન બાદ યુવા ભાજપને પ્રોત્સાહિત કરવા ભાજપ દ્વારા કાર્યક્રમો જાહેર થયો છે. તે મુજબ આજે અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં યુવા ભાજપનાં સંમેલનો ઠેર ઠેર મળનાર છે. યુવા ભાજપનાં આ સંમેલનોમાં 18 થી 25 વર્ષનાં નવા […]

સાવરકુંડલામાં ગૌચર જમીનનું દબાણ ખુલ્લુ કરાવવા માટે શ્રી મહેશ કસવાળા મેદાનમાં

સાવરકુંડલા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં જે ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરો ઉપર દબાણ છે અને જે સરપંચોની તેમની પાસે ફરિયાદ કે રજૂઆત આવશે તો તે ગૌચર ખુલ્લું કરાવવા માટે એક્શન મોડમાં છે ત્યારે તાલુકાના જીરા ગામે આવેલી રજૂઆતના આધારે ગ્રામ પંચાયત દ્વારા 57,000 ભરીને ડી એલ આર દ્વારા માપણી કરાવવામાં આવી અને માપણી ને […]

પહેલો ઘા રાણાનો : ભાજપનું ચૂંટણી કાર્યાલય શરૂ

અમરેલી, હરિફો દ્વારા હજુ કોઇ રણનીતી કે ચુંટણીનો મુદ્દો તૈયાર થાય તે પહેલા પહેલો ઘા રાણાનો કરી ગુજરાતમાં એક સાથે 26 ચુંટણીનાં મધ્યસ્થ કાર્યાલયનો ભાજપે આજથી શુભારંભ કર્યો છે. ત્યારે અમરેલીમાં ભાજપનાં પાયાના દિગ્ગજ આગેવાનશ્રી દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં ભાજપનાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સૌએ કમળને જીતાડવા વિજય ટંકાર કર્યો હતો. […]

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે બેઠકોનો ધમધમાટ

સાવરકુંડલા, સમગ્ર ભારત અત્યારે રામ બની રહયુ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના પ્રથમ વખત ધારાસભ્ય બનેલા શ્રી મહેશ લાલજીભાઇ કસવાલા કે જેઓ સાવરકુંડલાની જનતા માટે આશીર્વાદ સ્વરૂપ ચુંટાયા હોય તેવુ લાગી રહયુ છે કારણ કે, શ્રી કસવાલા ધારાસભ્ય બન્યા પછી છેલ્લા 01 વર્ષમાં સરકારશ્રીમાં અઢળક ગ્રાન્ટો લાવેલ છે અને હાલ વધુ રકમ સાવરકુંડલાની જનતાના સુખાકારી […]

સલડી ના તળાવમાં ખાણ ખનીજ ની ટીમો ત્રાટકી

લીલીયા ના સલડી ગામના તળાવમાં થતી ખનીજ ચોરી સામે ખાણ ખનીજ ની ટીમે ત્રાટકી અને ખનીજ ચોરી પકડી પાડી હતી આ લખાઈ છે ત્યારે રેડની કાર્યવાહી શરૂ છે અને અનેક વાહનો કબજે કરાયા હોવાની તથા મોટી ખનીજ ચોરી ઝડપાઈ હોવાની પણ પ્રાથમિક વિગતો બહાર આવી છે.

સાવરકુંડલાની કોર્ટમાં ખુનકેસના ગુનામાં આરોપીના જામીન મંજુર

અમરેલી, લીલીયા તાલુકાના કણકોટ ગામે 5-11-22 ના પૈસા ની લેતીદેતી અંગે લાલુભાઈ કટારીયાની પત્નિ કરમબેનનું ખુન કરવાનાં ગુનામાં આરોપી ગણકર હીરુભાઈ માવીની જામીન અરજી સાવરકુંડલાના એડીશ્નલ સેશન્સ જજ ડી.એસ. શ્રીવાસ્તવએ મંજુર કરી હતી. તેમના વકીલ એ.એમ. નકવી તથા જુનીયર સફીલ સોલંકી રોકાયા હતાં.

અમરેલી જિલ્લામાં 200 સ્થળોએે કેમેરાથી નેત્રમની વોચ શરૂ

અમરેલી, અમરેલીના એસપીશ્રી હીમકરસિંહ દ્વારા અસામાજીકોની ઉપર કાયમી ધોરણે તીસરી આંખ ગોઠવી દેવાઇછે. હોલીવુડની ફીલ્મોની જેમ આપણા પોલીસ તંત્ર પાસે પણ હવે એક કી.મી. રેન્જ અને ઓટો ડીટેકશન સીસ્ટમ સહિતના કેમેરાથી સજજ કંટ્રોલ રૂમ શરૂ છે જેને પોલીસે નેત્રમ એવુ નામ આપ્યું છે અમરેલી જિલ્લામાં 200 સ્થળોએ 500 ઉપરાંતના કેમેરાથી નેત્રમની વોચ શરૂ થઇ છે.સીસીટીવી […]