સ્વાગત કાર્યક્રમોનાં અધ્યક્ષોની નિમણુંક કરતા શ્રી અજય દહિયા

અમરેલી, નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો ’સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમની લોકો સુધી પહોંચે અને તાલુકા કક્ષાના કાર્યક્રમનો લોકો યોગ્ય અને પૂરતો લાભ લે અને તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના […]

અમરેલી જિલ્લામાં પવન સાથે હળવો ભારે વરસાદ

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીનાં પગલે આજે ત્રીજા દિવસે પણ અવિરત મેઘસવારી શરૂ રહી હતી અને જિલ્લામાં હળવા ભારે વરસાદ પડ્યો હતો. તથા રાજુલા પંથકમાં વરસાદની તોફાની સવારી આવતા જાફરાબાદનાં ખાલસા કંથારીયામાં નિરણ ઉપર વિજળી પડતા લાગેલી આગમાં હકાભાઇ બોઘાભાઇ વાળાનાં 1200 પુળા સળગ્યાં હતાં અને ફાયર ફાયટરને બોલાવી આગ ઓલવાઇ હતી […]

રાજુલા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ શ્રી રવુભાઇ ખુમાણની મહેનત રંગ લાવી

રાજુલા, ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળા રાજુલા, જાફરાબાદ વિસ્તાર ધરાવતા રાજુલા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ શ્રી રવુભાઇ ખુમાણની મહેનત રંગ લાવી છે. અમરેલીની પાંચ બેઠકમાંથી સૌથી વધ્ાુ લીડ રાજુલા આપશે તેવો વિશ્ર્વાસ શ્રી રવુભાઇએ વ્યક્ત કરેલ હતો જે સાચો પડયો છે જેમાં 70 હજાર જેવી લીડ આ બેઠકે ભાજપને અપાવી છે.

રાજુલામાં જર્જરીત બિલ્ડિંગો સામે કાર્યવાહી કયારે ?

રાજુલા, રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ઘટનાથી તંત્ર દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે ફાયર સિસ્ટમ આવી છે કે કેમ તે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને તંત્ર કડક હાથે કામગીરી કરી રહેલ છે ત્યારે હવે જોવાનું એ છે કે તંત્ર ફકત ફાયર ની જ કામગીરી કરશે કે બીજી કોઈ કામગીરી નજર […]

કાગવદર થી ભટવદર વચ્ચે ટ્રક પલટી ખાઈ ગયો

રાજુલા, ભાવનગર સોમનાથ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતાનું પ્રમાણ ખૂબ જ વધતા જાય છે ભાવનગર સોમનાથ હાઇવે પર હાઇવે નું કામ ચાલુ હોય અને અનેક જગ્યાઓ ઉપર કોઈપણ જાતના સાઈનબોર્ડ ન હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જવાની ઘટનાઓ બનવા પામી રહી છે અને આમાં અનેક લોકોએ જાન પણ ગુમાવવાની ઘટનાઓ બનવા પામેલ છે […]

કાગવદર ગામે સિંહે રસ્તો રોક્યો રાહદારીઓ અચંબામાં પડી ગયાં

રાજુલા, જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે સિંહ રસ્તામાં બેઠેલો જ હોય લોકો સમભામાં પડી ગયા. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામની રસ્તાની સીમા નીરાર તેથી બેઠેલો જોવા મળ્યો હતો સિંહના સમાચાર નાનકડા કાગોદર ગામમાં ગોર ટુ મળતા લોકો જોવા હતા આમ કાગવદર લોટપુર લોટપુર લુણસાપુર મીઠાપુર ખારા વગેરે વિસ્તારમાં સિંહનો વસવાટ છે ત્યારે સિંહની સુરક્ષા માટે આ વિસ્તારમાં […]

ખાંભા પાસે સ્કોર્પીયો ઉપર આડેધડ ફાયરીંગ

અમરેલી, ખાંભા તાલુકાના ચતુરી અને પીપળવા ગામ વચ્ચેઆજે વ્હેલી સવારના 4-30 કલાકે વડ ગામના શિવરાજભાઇ વાલાભાઇ ધાખડા ઉ.વ.33 રહે. વડ વાળાએ આજ થી બે મહિના પહેલા નાગેશ્રી પાસે આવેલ ટોલનાકે મયુર ભાભલુભાઇ વરૂએ ગાળો બોલતા તેનો વિડીયો મોબાઇલમાં ઉતારેલ. જેનું મનદુ:ખ રાખી ફોરવ્હીલમાં પીછો કરી હત્યા કરવાના ઇરાદે બે આરોપીઓએ પિસ્તોલ અને તંમચામાંથી ફાયરિંગ કર્યાની […]

દરિયા પાસે આવેલ રાજુલા ગરમીથી ત્રાહિમામ

રાજુલા, રાજુલા શહેરમાં ધાતરવડી ડેમ ભર્યો હોવા છતાં બોરવેલ માંથી પાણી ખૂટતા દરિયા કિનારો નજીક હોવા છતાં લોકો ઘરની નીકળતા નથી રાજુલા શહેરમાં ભયંકર ગરમીનો વાતાવરણ જોવા મળે છે ત્યારે કાળજાળ ગરમીમાં કોઈ ઘર બહાર જોવા મળતું નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શ્રમિકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે જેમાં પણ ઉદ્યોગો મીઠાના અગરિયાઓ તેમજ સિન્ટેક્સ માં […]

અમરેલી જિલ્લાનું ધો.12 સાયન્સનું 78.89, સામાન્યનું 89.80 ટકા પરિણામ

અમરેલી, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલ ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્યનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાં મુજબ અમરેલી જિલ્લામાં ધો. 12 સાયન્સનું 78.88 ટકા પરિણામ આવ્યું છે.જયારે સામાન્ય પ્રવાહનું 89.80 ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. […]

અમરેલી જિલ્લામાં વધ્ાુ ત્રણને પાસામાં ધકેેલાયાં : 6 તડીપાર

અમરેલી, અમરેલી સંસદીય મત વિસ્તારમાં ન્યાયી અને મુકત રીતે ચૂંટણી યોજાઇ અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા તંત્રની ટીમે આક્રરા પગલા લેવાનું શરૂ કર્યુ છે. જેના ભાગેરૂપે અમરેલી જિલ્લાના છ શખ્સોને હદપાર અને ત્રણ શખ્સોને પાસા તળે અમદાવાદ મહેસાણા અને ભુજની જેલમાં ધકેેલી દીધા છે. પોલીસના કડક પગલાને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ […]