અમરેલી જિલ્લામાં નવ તાલુકાના લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા

અમરેલી, વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.13 ડિસેમ્બર, 2023ના રોજ જિલ્લાના 18 ગામડાઓના 4,604 નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવી હતા.વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.13 ડિસેમ્બર, 2023ના રોજ આરોગ્ય […]

ખાંભાના ડેડાણમાં મનફાવે ત્યારે બંધ કરી દેવાતા બસ રૂટો

ડેડાણ, ખાંભાના ડેડાણની 15 હજાર ઉપરાંતની વસ્તી હોવા છતા મોટા શહેર જેવું ગણાતું ડેડાણ બસ પ્રશ્ને પરેશાન છે. અહીં એસટી બોર્ડ દ્વારા અવાર નવાર બસ રૂટો મનભાવે ત્યારે કાપી નાખવામાં આવે છે. તાજેતરમાં બગસરા , મહુવા વાયા ખાંભા ડેડાણ થઈને જતી બસ બંધ કરી દીધી એ પછી બગદાણા બગસરા વાયા રાજુલા ડેડાણ ખાંભા થઈને જતી […]

અમરેલી જીલ્લામાં પુરઝડપે તેમજ ટ્રાફિકને અડચણરૂપ વાહનો રખાતા 8 સામે ફરિયાદ

અમરેલી , અમરેલી જીલ્લામાં પુરઝડપે અને બેફીકરાઈથી તેમજ ટ્રાફીકને અડચણરૂપ વાહનો રાખતા પોલિસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ડુંગરમાં છકડો રીક્ષા જી.જે. 11 7502ના ચાલક ફારૂક અલારખભાઈ કલાણીયા પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા તેમજ જાફરાબાદ સામાકાંઠે બાઈક જી.જે. 14 બી.સી. 6764 રોહિત રામદાસભાઈ સોલંકી પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા , રાજુલામાં કનુ રામભાઈ વાળા રહે. નેસડી તા. […]

જાફરાબાદના નાના લોઠપુર,પીપાવાવમાં વાહનોની બેટરીઓ ચોરાઈ

અમરેલી, જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતા કનુભાઈ ભીમભાઈ કોઠીયાના ટ્રક નં. જીજે. 11 ઝેડ, 2294 માંથી તા. 9-12 થી 10-12 સુધીમાં મકાન પાસે ખુલ્લા વાડામાં રાખેલ -ટ્રકમાંથી કોઈ અજાણ્યા શખ્સો રૂ/-5000 ની કિંમતની બેટરીઓ ચોરી ગયાની જાફરાબાદ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે રાજુલા રહેતા સોમાભાઈ બાભાભાઈ વાવડીયાની પીપાવાવ ક્રિષ્ના ટ્રાન્સપોર્ટમાંથી આજથી એકાદ માસ પહેલા બે […]

અમરેલી જિલ્લાનાં 37 નાયબ મામલતદારોની બદલીઓ

અમરેલી, ગત ચોમાસુ 2023 માટે મંજુર થયેલ હંગામી મહેકમની મુદત પુરી થતા અમરેલી કલેકટર શ્રી અજય દહીયાએ 37 નાયબ મામલતદારોની બદલીઓ કરી છે જેમાં 19 નાયબ મામલતદારોને ચુંટણી શાખામાં મુકવામાં આવ્યા છે. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ અમરેલી ગ્રામ્યનાં આર.આર.સુવાગીયાને જિલ્લા ચુંટણી અધિકારી અમરેલીમાં નવી મંજુર થયેલ જગ્યાએ, કે.બી. માલકીયા, આર.બી. તેરૈયા, આર.એન.ગોહીલ, આર.એલ. […]

17મી સદીમાં મરાઠાઓએ અમરેલી પંથકને કાઠિયાવાડ નામ

આપણા સુરતમાં કે મહારાષ્ટ્રના મુંબઇમાં જાવ કે પછી મધ્યપ્રદેશના ઇન્દોરમાં જાવ અને આપણી કાઠીયાવાડી ભાષા બોલો કે તરત જ આપણને ગુજરાતી નહી પણ કાઠીયાવાડી તરીકે સૌ ઓળખી જાય છે અને કાઠીયાવાડી સાથે કોઇ કોઇ પણ પ્રકારનો પંગો લેતા પહેલા સો વખત વિચારે છે. સૌરાષ્ટ્રમાં જામનગરને હાલાર કહેવાય છે અને જુનાગઢને સોરઠ, તો ભાવનગરને ગોહીલવાડ અને […]

સાવરકુંડલાના થોરડી ગામે ખાંભા રોડ ઉપર બાઈકને ડમ્પરે હડેફેટે લેતા પત્નિનું મૃત્યું

અમરેલી, રાજુલા તાલુકાના કુંભારીયા ગામના હિંમતભાઈ વેલજીભાઈ ભેસાણીયા અને તેમના પત્નિ વિલાસબેન હિંમતભાઈ ભેંસાણીયા ઉ.વ.45 દિકરાનું સગપણ કરેલ હોવાથી કુંભારીયાથી ગઢીયા વીરપુર હારડો દેવા માટે જતા હતા ત્યારે આજે સવારે 9:45 કલાકે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે ખાંભા રોડ ઉપર પહોંચતા બોકસર જી.જે. 1ડી.ઈ.8812 સાથે ડમ્પર જી.જે.14 એકસ.5881 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈકને હડફેટે […]

ભાજપના મોભી શ્રી પરશોત્તમ રૂપાલા સાથે સાંસદ શ્રી કાછડીયા અને પાંચેય ધારાસભ્યો એક સાથે સુરતમાં ઉપસ્થિત રહયા

અમરેલી, અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો અને સંસદ સભ્ય સહિત અમરેલી જિલ્લાના તમામ પદાધિકારીઓ અને તે પણ ભાજપના મોભી અને ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા સહિત એક સાથે એકત્ર થાય તેવા બહુ ઓછા પ્રસંગો આવતા હોય છે પણ સુરતમાં શનીવારે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઇ સુતરીયાના સન્માન માટે આખુ અમરેલી એકત્ર થઇ ગયું હોય […]