વરસડા હત્યાકેસમાં આરોપીને અંતિમ શ્ર્વાસ સુધીની કેદ

અમરેલી, અમરેલીના વરસડા ગામના હત્યા કેસમાં અમરેલીની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા કરી હતી તથા મરનારના આશ્રીતને ત્રણ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.આ કેસની વિગતો એવા પ્રકારનીે છે કે, ગત તા. 4-1-2022ના રોજ રાત્રે અમરેલી તાલુકાના વરસડા ગામે ચંપુભાઇ રામભાઇ વાળા ગુલાબભાઇ ઠાકોર, દડુભાઇ આહિર સહિતના રણછોડદાસબાપુના આશ્રમ માટે ફાળો ઉઘરાવવા નીકળેલ ત્યારે […]

Read More

અમરેલી જિલ્લાના 912 આવાસોનું 10મીએ લોકાર્પણ

અમરેલી, સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.10 મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કુંભારીયા હાઉસીંગ કોલોની, […]

Read More

ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને ખો આપતી ભાજપની સરકાર : કોંગ્રેસ પ્રમુખશ્રી ભંડેરી

અમરેલી, ગુજરાતના ખમીરવંતા ખેડૂતોને છેલ્લા 30 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર ખો આપી રહી છે, ગુજરાસતના ખેડૂતો પાસેથી પાક વીમાના નામે ફરજિયાત વીમા પ્રીમિયમ ઉઘરાવીને આજ દિન સુધી ખેડૂતોના હક્કનો પાક વીમો પણ ખેડૂતોને આપ્યો નથી, માત્ર નેમાત્ર વીમા કંપનીઓના ખીચા ભરોને ભાજપના નેતાઓએ ભાગ બટાઈ કરીને ખેડૂતોને વિમાના નામે ખો આપવાનું કામ કર્યું છે, વર્ષ-202ર […]

Read More

અમરેલીમાં બળાત્કારનાં આરોપીનાં જામીન ના મંજુર કરતી સેશન્સ કોર્ટ

પ્રતાપપરા, કેસની ટૂંકી હકીકત જોઈએ તો અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતી મહિલાના રહેણાંક મકાનને ચલાલા ના પોલીસ કર્મચારી મહેશભાઈ રાઠોડ એ મહિલાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી ગુનો કરેલ તે ફરિયાદમાં આરોપી દ્વારા આગોતરા જામીન અરજી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવેલ જે કેસમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ શ્રી અજયભાઈ […]

Read More

બાબરાના ઇશ્ર્વરીયા ગામની સીમમાં બે જુથોની વચ્ચે મારામારી સર્જાઇ

અમરેલી, બાબરા તાલુકાના ઇશ્ર્વરીયા ગામની સીમમાં દેવશીભાઇ બચુભાઇ ગોલાણી ઉ.વ.52ના દિકરા સુભાષની પત્ની કાજલબેન એકાદ મહિના પહેલા દિકરીનો જન્મ થયેલ હોય અને તેના માવતરના લોકો તેને તેડવા માટે આવેલ હોય. જે લોકોને કહેલ કે સવા મહિના પછી માતાજીએ દર્શન કરાવી મોકલીશું તેમ કહેતા આ કાજલબેને તેડી ગયેલ હોય અને આ વાતનું મનદુ:ખ રાખી નાથા તળશીભાઇ, […]

Read More

રાજુલામાં યુવતીનું અપહરણ કરી યુવક ભાગી જતા ઘેરા પ્રત્યાઘાતો : ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો

રાજુલા, અમરેલી જિલ્લામાં ગઈ કાલે એક યુવક યુવતીને ભગાડી જતા સમગ્ર શહેર અને રાજુલા તાલુકામાં ભારે ઘેરાપ્રત્યાઘાતો પડતા સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા ઘટનાને લઈ હિન્દૂ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો મોડી રાતે અમરેલી એસપી હિમકર સિંહના સીધા સુપરવિઝન હેઠળ ડી.વાય.એસ.પી.હરેશ વોરાના નેતૃત્વ હેઠળ રાજુલા પી.આઇ.આઈ.જે.ગીડા સહિતની અલગ અલગ 6 જેટલી […]

Read More

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ચિતલ-વડીયા સ્ટોપ આપવા માંગ

અમરેલી, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સોમનાથથી વડોદરા અને વડોદરાથી સોમનાથ બજેટમાં લઇ નવી ટ્રેન આપવા બદલ રેલ્વે મંત્રી શ્રી અશ્ર્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કરી પુર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડે જણાવ્યું છે કે, આપણી શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર સોમનાથ મહાદેવને સાંસ્કૃતિક નગરી એવા વડોદરા સુધી અઠવાડીયાનાં ગુરૂવાર સિવાયનાં છ દિવસ હાઇસ્પીડ ટ્રેન ફાળવેલ છે. જેથી સૌરાષ્ટ્ર અને […]

Read More

વિધાનસભામાં ભાજપ પ્રવક્તા શ્રી મહેશ કસવાળાની સટાસટી

અમરેલી, આમ આદમી પાર્ટી ખુબ મોટી પાર્ટી છે તેના ચાર-ચાર મંત્રીઓ દિલ્હીની અંદર જેલમાં છે, પંજાબની નવી સરકારનાં એક મંત્રી પણ જેલમાં છે. તેવા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્યને ઉત્તર આપવાની સાથે બજેટ સત્રમાં વિધાનસભા બહાર શ્રી મહેશ કસવાળાએ આમ આદમી પાર્ટીને જાટકી નાખી હતી. આપનાં ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણાનાં સવાલનો જવાબ આપી આમ આદમી પાર્ટી ઉપર […]

Read More

અમરેલી શ્રી શાંતાબા જનરલ હોસ્પિટલમાં ચામડીનાં કેન્સરનું સફળ ઓપરેશન કરાયું

અમરેલી, અમરેલી જીલ્લાના નાના માચીયાળા ગામના 70 વર્ષીય દર્દી મંજુલાબેન બાલુભાઈ નાકરાણી નાકની બાજુમાં ચહેરા પરના મસાની તકલીફ માટે સારવાર લેવા આવ્યા હતા. સારવાર દરમ્યાન ડોક્ટર દ્રારા મસાનો બાયોપ્સી રિપોર્ટ કરાવતા તેમાં ચામડીનું કેન્સર હોવાનું જણાયું હતુ. અત્યાર સુધી આ પ્રકારના કેન્સરની જટિલ સર્જરી માટે લોકોને અમદાવાદ સુધી સારવાર લેવા જવું પડતું હતું. પરંતુ આ […]

Read More