પીપાવાવ પોર્ટ નજીક થતી પેટ્રોલિયમ ચોરી ઝડપાઇ

રાજુલા, અમરેલી જિલ્લામાં આવેલ પીપાવાવ ચોકડી નજીક રાજધાની હોટલ ગ્રાઉન્ડ માંથી ગેરકાયદેસર ડીઝલ પેટ્રોલ ડામર સહિત ગેરકાયદેસર વેચાણ કરતા હતા સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિરલિપ્ત રાયને માહિતી મળતા તેમની ટીમ દ્વારા મોડી રાતે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ચોરી કરેલું ડીઝલ કિંમત 12,550 લીટર કિંમત રૂ.11,54,600,300 લીટર ચોરીનું પેટ્રોલ જપ્ત કિંમત રૂ.28,800,ચોરી કરેલો ડામર 19 […]

અમરેલી સહિત રાજ્યભરમાં આજે યુવા સંમેલનો યોજાશે

અમરેલી, ભાજપ દ્વારા નિર્ધારીત થયેલા કાર્યક્રમો મુજબ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક સાથે લોકસભા મત વિસ્તારોમાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયોનાં ઉદ્દઘાટન બાદ યુવા ભાજપને પ્રોત્સાહિત કરવા ભાજપ દ્વારા કાર્યક્રમો જાહેર થયો છે. તે મુજબ આજે અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં યુવા ભાજપનાં સંમેલનો ઠેર ઠેર મળનાર છે. યુવા ભાજપનાં આ સંમેલનોમાં 18 થી 25 વર્ષનાં નવા […]

ઝાંઝરડા ગામે રહેણાંક મકાનમાંથી ધોળા દિવસે રૂપીયા 3.48 લાખની મત્તાની ચોરી

અમરેલી રાજુલાના ઝાંઝરડા ગામે રહેણાંક મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ.3.48 લાખના સોનાના આભૂષણો તથા નજીવી રોકડ રકમની ચોરી કરીને લઈ ગયા હતા. ધોળા દિવસે લાખોની ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. રાજુલાના ઝાંઝરડા ગામે ચારોડીયા રોડ પર આવેલા નાથાભાઇ લાખાભાઇ લાખણોત્રા ઉ.વ.42 ધંધો.ખેતીના મકાનમાં દિવસ દરમ્યાન ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી તેના રૂમનુ […]

વડોદરામાં બોટ ઉંધી વળતા 13 બાળકો સહિત 15 ના મોત

અમરેલી, વડોદરાનાં હરણી ખાતે આવેલ મોટનાથ તળાવમાં ધો.1 થી 5 નાં બાળકો ભરેલી બોટ ઉંધી વળી જતા બે શિક્ષકો અને 13 બાળકોનાં મોતથી દેશભરમાં હાહાકાર મચ્યો છે અને મુખ્યમંત્રી આ ઘટનાને પગલે વડોદરા દોડી ગયા છે વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કુલનાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ભરેલી બોટ ઉંધી વળતા બે શિક્ષકો અને 10 બાળકોને બચાવી […]

અમરેલીનાં અધિક કલેકટરને વિદાય-આવકાર

અમરેલી, અમરેલીનાં અધિક કલેકટર શ્રી રવિન્દ્રસિંહ વી.વાળાની બદલી થતા અને તેમના સ્થાને શ્રી દિલીપસિંહ ગોહીલની નિમણુંક થતા અમરેલી જિલ્લા મહેસુલ કર્મચારી મંડળનાં પ્રમુખશ્રી કે.કે.વાળાના નેતૃત્વમાં વિદાયમાન અને આવકાર કાર્યક્રમ યોજાયો હતો. અઢી વર્ષથી અમરેલી જિલ્લામાં યશસ્વી ફરજ બજાવનાર શ્રી રવિન્દ્રસિંહ વાળાએ કરેલી કામગીરી અને અનુભવોને કર્મચારીઓ અને અધિકારીઓએ શેર કર્યા હતા. શ્રી વાળાએ વહીવટી પ્રક્રિયાને […]

જાફરાબાદના ચીત્રાસરના હત્યા કેસમાં પાંચ આરોપીને આજીવન કેદ

રાજુલા, જાફરાબાદનાં ચીત્રાસર ગામે દિવાળી સમયે સને 2020માં ગામમાં હુમલો કરી પાંચ વ્યકિતએ ખુન કરેલ તે કેસમાં રાજૂલાના એડીશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કટે આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. આ કેસમાં જીલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ.શિયાળની ઘારદાર મૌખીત દલીલ તથા દસ્તાવેજી પુરાઓ રાજુલા એડીશનલ સેશન્સ કોટેના જજ,એમ.એસ.સોનીએ માન્ય રાખી આરોપીઓ (1)ધીરૂભાઈ પાંચાભાઈ ચૌહાણ (2)અશોકભાઈ ધીરૂભાઈ […]

ખાંભાના જામકા નજીક બાઇક અને છકડો વચ્ચે અકસ્માતમાં 11 ને ઇજા : એકનું મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં ખાંભાના જામકા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે અહીં છકડો રીક્ષા અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો છે અહીં બાઇક ચાલક 2 વિધાર્થીઓ હતા જેમાં 1 વિધાર્થીનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું અન્ય 1 વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અન્ય રિક્ષામાં સવાર 11 લોકોને ઇજાઓ થતા અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં […]

ટીંબી અને જુની કાતરમાં કમોતના બે બનાવો

અમરેલી, જાફરાબાદ તાલુકાના ટીંબી હાઈવે રોડની બાજુમાં ટીંબી ચેકપોસ્ટ અને ભાડા ચોકડી વચ્ચે એક અજાણ્યા આશરે 40 થી 45 વર્ષના પુરૂષની ઠંડીના કારણે મૃત્યું પામતા લાશ પડેલ હોય. જે અંગે ટીંબીનાં જુનેદભાઈ કાસમભાઈ સરવૈયાએ નાગેશ્રી પોલિસ મથકમાં જાહેર કરેલ.જયારે રાજુલા તાલુકાના જુની કાતર ગામની સ્કુલમાં સંજયભાઈ રામજીભાઈ બાબરીયા ઉ.વ. 19 પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ […]

અમરેલી જીલ્લા નરેન્દ્ર મોદી વિચારમંચ આઈટી સેલમાં નવી નિમણુંકો

અમરેલી, અમરેલી સર્કીટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદિ વીચારમંચ આઈટી સેલનો સ્નેહ મીલન, શપથવીધી, જીલ્લા તથા તાલુકા શહેરની નવી નિમણુંક નો કાર્યક્રમ તા.31-12 ના હિતેષગીરી ગોસ્વામી નરેન્દ્ર મોદિ વીચાર મંચ આઈટી સેલના પ્રદેશ પ્રમુખની સુચના મુજબ રાખવામાં આવેલ હતો.જેમાં નરેન્દ્ર મોદિ વિચાર મંચ મુખ્ય શાખાના પ્રદેશ મંત્રી મનીષભાઈ સીધ્ધપુરા, મુખ્યશાખાના જીલ્લા અધ્યક્ષ જયદિપભાઈ નાકરાણી, યુવા શાખાના […]

અમરેલી જિલ્લામાં ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના કાર્યક્રમની તૈયારીઓ

અમરેલી, અમરેલી જિલ્લામાં આ જાન્યુઆરી માસ દરમિયાન રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે તેમની ઉપસ્થિતિમાં રાજુલાના શહીદ ચોકમાં 108ફુટનો તિરંગો,ધારીનું પોલીસ સ્ટેશન અને અમરેલીના આધ્ાુનિક બસપોર્ટના લોકાર્પણ કરવા માટે તારીખો નકકી કરાઇ રહી છે.અમરેલીમાં અતિ આધ્ાુનિક મોડેલ બસસ્ટેન્ડ તૈયાર થઇ ગયું છે અને રાજુલામાં શ્રી હિરાભાઇ સોલંકી દ્વારા માર્કેટ યાર્ડ પાસે શહીદ […]