બાબરાના ચકચારી ખુન કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો કરાવતા ધારાશાસ્ત્રી જે.આર.વાળા

અમરેલી, આ કામના બનાવની વિગત એવી છે કે બગસરા પોલીસ મથકમાં આઇપીસી 302, 307, 323, 324, 325 વિગેરે કલમમાં આરોપીઓ દિપુભાઇ ઉર્ફે દિપુ પ્રમોદભાઇ ગોયલ, કિશન લાદુલાલ ગુર્જર, કલુભાઇ ભગવાનદાસ ગોયલની અટક કરવામાં આવેલ આ બનાવની વધ્ાુ વિગતમાં જોઇએ તો તા.16-7-23ના 21:00 કલાકે બાબરા કરિયાણા રોડ ઉપર આવેલ ભવાની સિરામીકના કારખાનામાં આ કામના ફરિયાદીના કુટુંબીક […]

જિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 શખ્સો નશો કરેલા ઝડપાયા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ શાંતિપુર્વક થાય તે માટે જીલ્લા પોલિસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જીલ્લામાં દારૂ અને જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જીલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 નશાખોરોને પોલિસે ઝડપી પાડયા હતા.જેમાં અમરેલી સીટી, અમરેલી તાલુકા, ડુંગર, રાજુલા, મરીન પીપાવાવ , સાવરકુંડલા […]

અમરેલી જિલ્લામાં વાહન ચાલક સહિત 22 નસેડીઓ ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં ધારી, જાફરાબાદ, નાગેશ્રી, બાબરા, મરીન પીપાવાવ, દામનગર, સાવરકુંડલા રૂરલ, અમરેલી શહેરમાંથી પોલીસે જુદા જુદા સ્થળોએથી એક વાહન ચાલક સહિત 22 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જયારે જિલ્લામાં સાવરકુંડલા રૂરલ, લીલીયા, વડીયા, જાફરાબાદ, ખાંભા, બાબરા, ધારી, જાફરાબાદ મરીન, દામનગર, સાવરકુંડલા શહેર, રાજુલા, અમરેલી રૂરલ, બગસરા પોલીસે […]

તાતણીયા ધાવડીયાના પુલ માટે 85 લાખ મંજુર

ખાંભા, ખાંભા તાલુકાના તાતણીયા ધાવડીયાને જોડતા પુલ(85લાખ) નું આજ રોજ ધારી ખાંભા બગસરા વિધાનસભાનાં લોકપ્રિય ધારાસભ્ય જે વી કાકડીયા હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ધારીના ધારાસભ્ય શ્રી કાકડીયાએ સૌથી વધ્ાુ કામો મંજુર કરાવ્યા

ચલાલા, ધારી બગસરાના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાએ ધારી બગસરા સહિત જિલ્લાભરમાં કરોડોનાં રૂપીયાનાં વિકાસ કામો મંજુર કરાવ્યા છે. મંજુર થયેલા રસ્તાઓમાં ધારીમાં ઝર ઝરપરા રોડ, રાજસ્થળી પાટડા રોડ, મોણવેલ વેકરીયા રોડ, ધારગણી કરેણ રોડ, નવી ધારગણી હાથસણી રોડ, દેવળા ડાભાળી રોડ, આંબાગાળા સોઢાપરા રોડ, સમુહખેતી નકેશ્ર્વર મીઠાપુર રોડ, ખાંભા સરાકડીયા દિવાન રોડ, સરાકડીયા એપ્રોચ રોડ અને […]

અમરેલીમાં લોનસહાય ચેક વિતરણ કરાયાં

અમરેલી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી ઁસ્ જીેંઇછવ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત લીલીયા રોડ અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ એ સમગ્ર ભારતના 510 જેટલા જિલ્લાઓમાં 1 લાખથી વધુ એસ.સી, ઓબીસી અને સફાઈ કામદારો માટે ક્રેડિટ […]

શ્રી મોદીનાં હસ્તે આજે હાઇવે અને રેલ્વેનાં કામોનું ઇ – ખાતમુહૂર્ત

અમરેલી, આગામી તા. 11 માર્ચ, 2024 ના રોજ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિલ્લી ખાતે થી મહુવા – જેતપુર નેશનલ હાઇવે નં. 351 અંતર્ગત પેકેજ – 3 ગાવડકા ચોકડી થી બગસરા સુધીના કામનું ઇ – ખાતમુહુર્ત કરવાના છે. ત્યારે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, સદર રસ્તાને કુલ પાંચ પેકેજમાં વિભાજિત કરેલ છે. […]

વડિયામાં ચકચારી સીરપનો જથ્થો ઝડપાયેલ તે કેસમાં આગોતરા જામીન મંજુર કરાયાં

બગસરા, અગાઉ ખેડા જીલ્લામાં સીરપ પીવાથી 6 લોકોના મૃત્યું થયા બાદ સરકારે લાલ આંખ કર્યા બાદ વડિયામાં ચકચારી સીરપનો ગેરકાયદેસર જથ્થો વડિયા પોલિસ દ્વારા મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજુ વલ્લભભાઈ સાંગાણી પાસેથી ઝડપેલો. તે કેસમાં સુલ્તાનપુરના અતુલભાઈ કાંતિભાઈ ગોંડલીયાનું નામ ખુલતા તેમણે મેડીકલ રીપ્રેઝન્ટેટીવ ભાવીનભાઈ દયાળજીભાઈ તન્નાનું નામ ખોલાવેલ હોવાનો કેસ થતા આરોપી ભાવીનભાઈ તન્નાએ […]

અમરેલીમાં મિલ્કત સબંધી ગુનાઓમાં પોરબંદર જેલમાં પાસા હેઠળ ધકેેલાયો

અમરેલી, ભાવનગર રેન્જ આઇજી ગૌરત પરમાર દ્વારા ગુનેગારો અને અસામાજિક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપતા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ દ્વારા અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટને પાસાની દરખાસ્ત કરતાં વોરંટની બજવણી થતાં પોલીસ અધિક્ષક હિંમકરસિંહ દ્વારા અમરેલીે એલસીબીના પીઆઇ એ.એમ. પટેલ તથા તેમની ટીમે બગસરા, […]

ધારી ખોડીયાર ડેમના બે દરવાજા ખોલાયા : 42 ગામો એલર્ટ

અમરેલી, ધારીના ખોડીયાર સિંચાઇ યોજનાના દરવાજા ખોલવાના હોવાથી શેત્રુંજી નદી પર આવેલ ખોડીયાર સિંચાઇ યોજનાના ડેમ સેફટી લગત રેડિયલ ગેટ બદલાવાની કામગીરી હોવાથી નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે પરિપત્ર તા.30-9-23ના બહાર પાડી યોજનાના દરવાજા ખોલવામાં આવનાર છે. તેમાંથી 65.12 એમસીએફટી પાણી નદીમાં છોડી ફ્રેષ્ટ લેવલ સુધી ઘટાડવાનું હોવાથી શેત્રુંજી નદીમાં છોડવા બે […]