રાજુલાનાં દેવકા ગામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો

અમરેલી, રાજુલા તાલુકાનાં દેવકા ગામે વાલજીભાઇ આતાભાઇ ચૌહાણ હાલ મુંબઇ પરિવારજનો સાથે રહેતા હોય જેમને રાજુલા તાલુકાનાં કુંભારીયા ગામે રેવન્યુ ખાતા 162 સર્વે નં.428ની સંયુક્ત ખાતાની જમીન આવેલ છે. જેમાં મણીબેન સનાભાઇ ચૌહાણ કાકી જે મરણ ગયેલ છે. લાખુબેન સનાભાઇ ચૌહાણ કાકાની દિકરી બેન, રમેશ સનાભાઇ ચૌહાણ કાકાનાં દિકરા ભાઇ, શામજીભાઇ સનાભાઇ ચૌહાણ કાકાનાં દિકરા […]

રાજુલાનાં દાતરડીમાં સર્વિસ રોડ નહીં બનાવાય તો ઉપવાસ આંદોલન કરાશે

દાતરડી, રાજુલા તાલુકાના દાતરડી ગામે ભાવનગર વેરાવળ સોમનાથ હાઇવે ઉપર દાતરડી ગામ આવેલું છે આ ગામમાં બાયપાસ ન હોવાથી ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ગામથી બાયપાસ તરફ જતા ગામની હજારો વિકાસ જમીન આવેલી છે અને દાતરડી ગામથી 8:00 થી 10 ગામને ઓવર જવર રહે છે ખેડૂતોને પણ નાના મોટા વાહનો લઈ જવા […]

રાજુલા-જાફરાબાદ તાલુકામાં 27માંથી 20 મહિલા તલાટીઓની નિમણુંકો અપાઇ

રાજુલા, રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ઘણા સમયથી તલાટી મંત્રીઓની જગ્યાઓ ખાલી હતી એક તલાટી મંત્રી પાસે ત્રણ ત્રણ ચાર ગામના ચાર્જ હતા. પરિણામે ગ્રામજનોને તલાટી મંત્રીઓ વગર ચાર ચાર દિવસ સુધી કામો અટકતા હતા અને ભારે હાલાકી પડતી હતી જેના અનુસંધાને તલાટી મંત્રીઓની જગ્યા ભરવા માટે રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજુલા અને […]

અમરેલી જિલ્લામાં સાર્વત્રીક મેઘ મંડાણ : અમૃત વર્ષા

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં રવિવારે ધીંગીધરાને મેહુલીયાએ તૃપ્ત કર્યા બાદ બીજા દિવસે સોમવારે પણ સવારથી સાંજ સુધી જિલ્લાભરમાં અવિરત પણે હળવા ભારે વરસાદ શરૂ રહ્યો છે અને લખાય છે ત્ત્યારે પણ રાત્રીનાં પણ વધ્ાુ વરસાદ પડવાની શક્યતાઓ છે. અમરેલી તાલુકાનાં શેડુભાર અને ચિતલમાં ધોધમાર વરસાદ પડવાનાં કારણે નાના માચીયાળા, ઠેબી નદીમાં બે કાંઠે પુર […]

વડીયા, ધારી અને સાવરકુંડલામાં વહેલી સવારે વરસાદ પડયો

અમરેલી, અમરેલી જિલ્લાના વડીયા, ધારી અને સાવરકુંડલા આજે વ્હેલી સવારે હળવા ભારે વરસાદ પડયો હતો. જેમાં વડીયામાં અડધા ઇંચ ઉપર વરસાદ પડી ગયો હતો. જયારે ધારી અને સાવરકુંડલામાં વરસાદના ઝાપટાઓ પડયા હતાં. જયારે અમરેલી શહેરના લાઠી રોડ ઉપર આજે વ્હેલી સવારે પવન સાથે વરસાદનું ઝાપટુ પડયું હતું. જયારે ગામમાં કોરૂ ધાકોડ હતું. અમરેલી તાલુકાના લાપળીયા […]

લીલીયાના બનાવટી ઘી પ્રકરણનાં ફરાર સુત્રધારને પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે લીલીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.11193035230373/2023, આઇ.પી.સી. કલમ 272, 273, 465, 467, 468, 482, 483, 485, 486, 487, 406, 420, 120બી, 34, 114 તથા ખોરાકમાં ભેળસેળ અટકાવવાનો કલમ 16(1)(એ)વિ. મુજબના કામેનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા છ માસથી નાસતા ફરતો હોય, […]

મરીન પીપાવાવ પો.સ્ટે.નાં કોવાયા ગામે પાવર પ્લાન્ટમાં કેબલની ચોરી કરનાર છ ઝડપાયાં

અમરેલી, અમરેલી જિલ્લાના વાયટલ ઇન્સ્ટોલેશન(અતી સંવેદન શીલ વિસ્તાર) માં સમાવેશ થતો હોય અને આવા વાયટલ ઇન્સ્ટોલેશનમાં ઘરફોડ ચોરીનો બનેલ હોય બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી પી.બી.લક્કડ અને પીપાવાવ પો.સ્ટે.ની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સિસ તેમજ બાતમી હકીકત રાહે વણશોધાયેલા ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી સાગરભાઇ રામભાઇ પરમાર ઉ.વ.22 ધંધો.મજુરી રહે.શ્યામ વાડી […]

સ્વાગત કાર્યક્રમોનાં અધ્યક્ષોની નિમણુંક કરતા શ્રી અજય દહિયા

અમરેલી, નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો ’સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમની લોકો સુધી પહોંચે અને તાલુકા કક્ષાના કાર્યક્રમનો લોકો યોગ્ય અને પૂરતો લાભ લે અને તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના […]

કાયમી ધમધમતા જાફરાબાદ બંદરે 900 બોટો માછીમારી કરે છે છતાં બંદરને અપુરતી સુવિધા

રાજુલા, જાફરાબાદ એક ધમધમતું બંદર છે. આ બંદરમાં અંદાજે 800થી 900 બોટો માછીમારી કરે છે. આ બંદરમાં માછીમારી કરતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં આ બંદરમાં (બુમ્બ્લા) એટલે બોમ્બેડગ માછલી નું મહત્વ નું કેન્દ્ર છે. જાફરાબાદ ધમધમતો માછીમારી ઉધોગ રાજ્ય અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે. પરંતુ સરકાર સાગરખેડૂ ઓની પાયાની સુવિધાઓ […]

અમરેલી જિલ્લામાં પવન સાથે હળવો ભારે વરસાદ

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીનાં પગલે આજે ત્રીજા દિવસે પણ અવિરત મેઘસવારી શરૂ રહી હતી અને જિલ્લામાં હળવા ભારે વરસાદ પડ્યો હતો. તથા રાજુલા પંથકમાં વરસાદની તોફાની સવારી આવતા જાફરાબાદનાં ખાલસા કંથારીયામાં નિરણ ઉપર વિજળી પડતા લાગેલી આગમાં હકાભાઇ બોઘાભાઇ વાળાનાં 1200 પુળા સળગ્યાં હતાં અને ફાયર ફાયટરને બોલાવી આગ ઓલવાઇ હતી […]