ચલાલામાં લક્ઝરી બસનાં કાચ તોડી નુક્શાન કર્યુ

ચલાલા, ચલાલામાં અમરેલી રોડ ઉપર પેટ્રોલ પંપ બાજુમાં જીજે14ટી 0693 નંબરની સાગર ટ્રાવેલ્સની બસ રાખવામાં આવી હતી. સવારનાં સમયે માલિક રવિદાસભાઇ હરીયાણી પોતાની ટ્રાવેલ્સ ગાડી લેવા ગયા ત્યારે જોયું તો કોઇ હરામખોરે કે પછી લુખ્ખા તત્વોએ આગળનો કાચ પત્થર મારી ફોડી નાખેલો હોય અને રૂા.12 હજારનું નુક્શાન પહોંચાડેલું હોય તેથી માલિક રવિભાઇ હરિયાણીએ ચલાલા પોલીસ […]

Read More

શ્રી મોદીના હસ્તે અયોધ્યામાં આજે વિવિધ યોજનાઓનું લોકાર્પણ

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે તા. 30 ડિસેમ્બરનાં રોજ ઉત્તરપ્રદેશની અયોધ્યાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે પુન:વિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે તથા નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. તેઓ અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓ પણ દેશને સમર્પિત કરશે. લગભગ 12:15 વાગ્યે પ્રધાનમંત્રી નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન કરશે. […]

Read More

ધારીથી દલખાણીયાનો રસ્તો જંગલ કરતા પણ ખરાબ બન્યો : ગ્રામીણ જનતા ત્રાહિમામ

દલખાણીયા, (યોગેશ સોલંકી)ધારીના ગીર કાંઠાના દલખાણીયા રોડની બિસ્માર હાલત બની છે. રોડમાં મોટા ગાબડા પડી જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ધારીથી દલખાણીયા ગામનો રોડ એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે. ખાડા ખવડા થઈ ગયા છે દલખાણીયા થી સેમરડી ગેટ સુધીનો રોડ સાવ એટલે સાવ છે બિસ્માર હાલતમાં છે ધારી થી સેમરડી નાકા સુધી […]

Read More

જાન્યુઆરીમાં ભાજપ દરેક બેઠકોમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરશે

અમરેલી, આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશની મત્વપુર્ણ બેઠક પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રીશ્રી અરૂણસિંહ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર,રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લાના પ્રમુખશ્રીઓ, જિલ્લાના પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અંગે પ્રદેશ પ્રવકતા શ્રી યમલભાઇ વ્યાસએ પત્રકાર પરિષદ સંબોધી હતી. પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવેએ […]

Read More

અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી મનીષભાઈ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ સેવા સહકારી મંડળીઓના સદસ્યોનો 15 દિવસીય ક્ષમતા વિકાસ કાર્યક્રમનો શુભારંભ કરાયો

 આજરોજ ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ ન્યુ દિલ્હી એનસીયુઆઇના સહયોગથી અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી મનીષભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા સેવા સહકારી મંડળીઓના સદસ્યોનો 15 દિવસીય ક્ષમતા વિકાસ કાર્યક્રમનો શુભારંભ કરાયો. જેમાં અમરડેરી અમરેલી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી ના ચેરમેન શ્રી જયંતીભાઈ પાનસુરીયા, અમરેલી જિલ્લા […]

Read More

બગસરામાં એસટી ડેપોમાં ભારત સંકલ્પ યાત્રા સફાઈ અભિયાન અંતર્ગત કાગળ ઉપર સફાઈ

બગસરા એસટી ડેપોમાં ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સફાઈ અભિયાન માં બગસરા એસટી ડેપો માં આવતી તમામ બસોમાં કોઈપણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને માત્રને માત્ર ડ્રાઇવર કંડકટર પાસે સહી કરી અને બસ સાફ થઈ ગઈ છે તેવી સહી લેવામાં આવે છે સફાઈ ના નામે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તપાસ કરવામાં આવે તો ઘણું […]

Read More

રાજુલા દુલભૅશ્વર મહાદેવ મંદિર ખાતે કળશ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું

મહંત શ્રી વૈજનાથ ભારતીજી મહારાજ દ્વારા કળશનું સ્વાગત કરી ને દુલભૅશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં પધરાવ્યો અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામી રહેલા ભવ્ય અને દિવ્ય મહા મંદિર તરફથી સમગ્ર દેશમાં ઘર ઘર અયોધ્યા અભિયાન આરંભાયુ છે આ અભિયાન અંતર્ગત શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યાથી આવેલી અયોધ્યા કળશ યાત્રા નું રાજુલા ના દુર્લભનગર ખાતે આવેલ દુલભૅશ્વર મહાદેવ […]

Read More

સોલાર પંપની ખરીદીમાં રુ. ૪.૭૫ લાખની સબસીડી મળી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર : વેણીવદર ગામના લાભાર્થીશ્રી નટુભાઈ કમાણી

અમરેલી, મારું નામ નટુભાઈ કમાણી છે, હું અમરેલી તાલુકાના વેણીવદરમાં રહું છું. સરકારની યોજના હેઠળ સોલાર પંપની ખરીદી માટે ૯૫ ટકા સબસીડી મળી છે. સોલાર પંપની ખરીદીમાં મને રુ. ૪,૭૫,૦૦૦ની સહાય મળી. સોલાર પંપ લગાવ્યા બાદ મારા પાકને દિવસે પણ પાણી આપી શકું છું. સોલાર માટેનું આ કનેક્શન મળતા મને રાજ્ય સરકાર દ્વારા ૦૫ વર્ષનું […]

Read More

ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ખાસ સાધારણ સભાની બેઠકમાં સર્વ સમતીએ ઠરાવો મંજૂર કરવામાં આવેલ હતા

સાવરકુંડલા નગરપાલિકા ખાતે પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડમાં ખાસ સાધારણ સભા મળી હતી આ સામાન્ય સભામાં પુનરાવર્તિત વિકાસ યોજના 2041 અન્વયે નગર આયોજન સમિતિ દ્વારા કરેલ ઠરાવને બહાલી આપવામાં આવેલ સાવરકુંડલા શહેરને આગામી 25 થી 40 વર્ષના વિકાસને ધ્યાન રાખી ગટર પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી આવશ્યક સેવા ગુણવત્તા યુક્ત મળી રહે તેવા […]

Read More

નરેન્દ્ર મોદી વિચાર મંચે સેવા ના માણસ મુકેશભાઈ સંઘાણી ને વધાવ્યા

યુવા આઇડલ તેમજ સેવાભાવી માં.મુકેશભાઈ સંઘાણી ના જન્મ દિવસ પૂર્વે આજરોજ દ્વારા કન્યાશાળા હરિ રોડ તેમજ સુખ નિવાસ કોલોની પ્રાથમિક શાળા તેમજ ગજેરા પરા આંગણવાડી તેમજ ચકરગઢ રોડ રામવાડી આંગણવાડી ૨૦૧ બાળકો ને સવાર નો નાસ્તો કરાવેલ હતો.આ પ્રસંગે મુકેશભાઈ સંઘાણી સહિત સુરેશભાઈ શેખવા તેમજ તુષારભાઈ જોષી ભાવેશભાઈ સોઢા ચિરાગભાઈ ચાવડા રાજેશભાઈ માંગરોળીયા ભગીરથભાઈ ત્રિવેદી […]

Read More