ડીજીપી દ્વારા અમરેલીનાં પોલીસ અધિકારીઓનું સન્માન

અમરેલી, ભાવનગર ખાતે રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા રાજ્યના પોલીસવડા શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતીમાં અને તેમના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર અમરેલી જિલ્લાનાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. ભાવનગર ખાતે રેન્જ મીટીંગ અને એથ્લેટીક મીટ રાજ્યનાં પોલીસવડા શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતીમાં યોજાયેલ જેમાં સાવરકુંડલા વિભાગનાં ડીવાયએસપી શ્રી હરેશ વોરા તથા પીપાવાવ મરીન પોલીસ […]

લીલીયા અને જાફરાબાદમાં વિજ ચેકીંગ

અમરેલી, અમરેલી પીજીવીસીએલ ડિવીઝનની અમરેલી સર્કલના લીલીયા અને જાફરાબાદમાં ચેકિંગ ડ્રાઇવ યોજાતા 95 જોડાણોમાં રૂપિયા 14.75 લાખની ગેરરિતી પકડી પાડી હતી. આ ડ્રાઇવ અંગે જાણવા મળતી વિગત અનુસાર પીજીવીસીએલ દ્વારા પાવર ચોરી ઘટાડવા કોર્પોરેટ ડ્રાઇવનું અમરેલી-1 અને સાવરકુંડલા ડિવીઝન નીચે અમરેલી સર્કલમાં આવેલ લીલીયા અને જાફરાબાદમાં 42 ચેકિંગ ટીમોએ પોતાની સિકયોરીટી સાથે ત્રાટકી 581 વિજ […]

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે બેઠકોનો ધમધમાટ

સાવરકુંડલા, સમગ્ર ભારત અત્યારે રામ બની રહયુ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના પ્રથમ વખત ધારાસભ્ય બનેલા શ્રી મહેશ લાલજીભાઇ કસવાલા કે જેઓ સાવરકુંડલાની જનતા માટે આશીર્વાદ સ્વરૂપ ચુંટાયા હોય તેવુ લાગી રહયુ છે કારણ કે, શ્રી કસવાલા ધારાસભ્ય બન્યા પછી છેલ્લા 01 વર્ષમાં સરકારશ્રીમાં અઢળક ગ્રાન્ટો લાવેલ છે અને હાલ વધુ રકમ સાવરકુંડલાની જનતાના સુખાકારી […]

અમૃતવેલ નજીક રેલ્વે ફાટક પર માલગાડી હડફેટે 4 વર્ષના સિંહનું મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં રેલ્વે ટ્રેક સિહો માટે ઘાતક બન્યા હોય તેમ ફરી એકવાર સાવરકુંડલા રેન્જના અમૃતવેલ નજીક મોડી રાત્રિના રેલવે ટ્રેક પર પીપાવાવ સુરેન્દ્રનગર માલગાડી સાથે અથડાવાથી 4 વર્ષના સિંહ નું મોત નીપજ્યું હતું . સાવરકુંડલા રેંજના અમૃતવેલ ગામ નજીક ગત મોડી રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ પીપાવાવ સુરેન્દ્રનગર માલગાડી નં 38151 નંબર ની ગાડી સાથે […]

અમરેલી માર્કેટયાર્ડમાં સિઝનના નવા ચણાની આવક શરૂ

અમરેલી, અમરેલીમાં સાવરકુંડલા રોડ ખાતે બનેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-અમરેલી, નવા માર્કેટયાર્ડમાં ગત તા.11/01/ર0ર4 ને ગુરૂવાર નાં રોજ સિઝનના નવા ચણાની આવક શરૂ થઈ હતી. જેમાં શ્રી લાલજીભાઈ વિનુભાઈ માંજુસા રે.ચરખા ગામનાં ખેડૂત, કમિશન એજન્ટશ્રી હર્ષવીર ટ્રેડીંગ ની દલાલીમાં અંદાજીત 20 મુદ્દા જેટલા ચણા લઈને આવેલ હતાં અને નવા ચણાની ખરીદી […]

પ્રાથમિક સુવિધાઓ આપી મુશ્કેલી દુર કરાવતા શ્રી ધર્મેન્દ્ર મહેતા અને શ્રી લાલાભાઇ ગોહિલ

અમરેલી, \ સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નંબર 6 ના વિધુતનગર સામેની વસાહત ની પાછળ આવેલ ખાણ વિસ્તાર જયા નાના માણસો વસવાટ કરે છે ત્યા વિસ્તારમાં લોકો ની મુશ્કેલીઓ દુર કરવા આપણા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલા ના માર્ગદર્શન હેઠળ તેમજ લોકો ના પ્રશ્ન માટે સતત જાગૃત અને જોઇશું, વિચારીશું જેવા શબ્દો જેની […]

કુંડલામાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરતા પુ.મોરારિબાપુ

સાવરકુંડલા, શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સાવરકુંડલામાં મોરારિબાપુની નિશ્રામાં પર્વ ત્રયોદશી – 2024 ની દબદબાભેર ઉજવણી કરાઇ હતી. સાહિત્ય, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સાવરકુંડલા ખાતે સુપેરે કાર્યરત સંસ્થા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષની જેમ પર્વ ત્રયોદશી કાર્યક્રમનું આગામી 10 અને 11 જાન્યુઆરીના રોજ શ્રી જે.વી.મોદી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં આયોજન થયુંહતું.આ કાર્યક્રમ 13 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે ઉજવાય રહ્યો […]

“ગુજરાત સમિટ” ની વિકાસની લહેરમાં અમરેલી – લાઠી વચ્ચે ટોડા ગામનો પુલ રેલીંગ વગરનો…

સૌનો સાથ લઈને ચાલતી ભા. જ. પ.ની સરકાર ( નાગરિકોની) વિદેશોની સરકાર અને કંપનીઓ સાથે કરોડો – અબજોના વ્યવસાય માટે એમ. ઓ. યુ.થઈ રહ્યાં છે,તેથી ગુજરાતમાં ઘર આંગણે રોજગારીની વિશાળ તકો નું નિર્માણ થઈ રહ્યું છે.લોકોની પાયાની જરૂરિયાત અને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં આવતી હોય પરંતુ લોકોની સલામતી માટે હાઈવે ઉપરના નદીઓ […]

બાબરાના ભીલડી નજીક ટ્રકમાં બેઠેલા બે શખ્સોએ ટ્રક અને શીંગદાણા મળી રૂા.27 લાખની લુંટમાં એક ઝડપાયો

અમરેલી, બાબરા તાલુકાના ભીલડી ગામ નજીક તા. 7-1 ના રાત્રિના માણંદભાઈ પીઠાભાઈ મારૂ ઉ.વ. 26 રહે.ડુંગર પોતાના ટ્રક લઈને રાજકોટ કુવાડવા ચોકડી ખાતે શીંગદાણા ભરવા માટે ગયેલ હોય. ત્યાંથી સાંજના 5:30 કલાકે માણંદભાઈ તથા તેમની સાથે ઈરફાનભાઈ રહે. મહુવાવાળા અલગ અલગ ટ્રક લઈ પીપાવાવ શીંગદાણા ખાલી કરવા જવા નીકળેલ હોય. અને સાંજના 8:30 કલાકે બાબરા […]

રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલના પોણા પાંચ કરોડ બાકી 25 ટીમો ઉઘરાણી માટે તાટકી બિલ ન ભરનાર ના 75 કનેક્શન કાપ્યા

અમરેલી જિલ્લા અધિક્ષક ઇજનેર શ્રી સોમાણી પીજીવીસીએલ અધિકારીની સુચના મુજબ આજે સવારે સાવરકુંડલાના કાર્ય પાલક ડામોર ની ના માર્ગદર્શન તળે રાજુલાના નાયબ કાર્યપાલક બલાઈ ના સાનિધ્યમાં ટીમો સાથે લઈ આજે વિવિધ જિલ્લાની ઓફિસોના પીજીવીસીએલના સ્ટાફની 25 જેટલી એટલે 100 માણસ ઉપરના કર્મચારીઓ 25 ગાડી લઈ અને રાજુલામાં હાલ પોણા પાંચ કરોડ રૂપિયા ગ્રાહકો પાસે બાકી […]