રાજુલા નજીક આવેલા માંડણમાં સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો

અમરેલી, ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને ના. પો.અધિ.જે.પી. ભંડારી માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પી.આઈ. આર.જી. ચૌહાણ, તથા તાલુકા પોલિસ સ્ટેશનની ટીમે જેસર પોલિસ મથકના પોકસોના ગુનામા નાસતા ફરતા આરોપી જગા ઘુસાભાઈ માથાસુળીયા રહે. અમરેલીવાળાને ઝડપી પાડયો

રાજુલામાં રીલાયન્સ ડીફેન્સનાં 300 કર્મચારીઓ હડતાલમાં

રાજુલા, શ્વાન એનર્જીનો ઉચ્ચ અધિકારીઓ તો સ્ટાફ આ કંપનીમાં કબજો સંભાળી આવીને બેસી ગયો છે 80% નોકરીયાતોનો પગાર અખબારી અહેવાલો બાદ અપાઈ ગયો બાકીનાઓનો હજી બાકી છે ઘણા ખરા જેટલા કર્મચારીઓ પગાર બે વર્ષનો બાકી રહેતા છૂટા થઈ ગયા છે પગાર પણ મળતો નહીં કામગીરી પણ કાંઈ કરાતા નથી ન હતી.75 ટકા કર્મચારીઓ છૂટા થઈ […]

શ્રી મોદી 26મીએ કુંડલા-રાજુલા સ્ટેશનનું ઓનલાઇન લોકાર્પણ કરશે

અમરેલી, ભાવનગર રેલ્વે ડિવીઝન દ્વારા રજુ થયેલા વિવિધ પ્રોજેકટો તૈયાર થઇ જતાં રાજુલા, કુંડલા સહિત નવ સ્ટેશનોમાં ઓનલાઇન લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહ તા.26 સવારે 10-45 કલાકે વિડીયો કોન્ફ્રન્સના માધ્યમથી યોજાશે જેમાં ભાવનગર રેલ્વે મંડલના નવ સ્ટેશનો પૈકી ચોરવાડ રોડ, ગોંડલ, જામજોધપુર, લીંબડી, મહુવા, પોરબંદર, રાજુલા જંકશન, વેરાવળ અને જુનાગઢમાં પુન: વિકાસનો શિલાન્યાસ અને 10 અંડરબ્રિજોનું […]

રાજુલા નજીક માંડણમાં જમીનનો દસ્તાવેજ નહી કરી આપીને પ્રૌઢને ધમકી આપી

અમરેલી, રાજુલા તાલુકાના માંડણ ગામે દુલાભાઇ નનાભાઇ હડીયા ઉ.વ.53ની વાડીએ તા.13-2ના સુકલ કચરાભાઇ હડીયા પાસેથી પોણા બે વીઘા જમીન રૂા.9 લાખમાં વેંચાણથી રાખેલ હતી. જેના બેથી ત્રણ વર્ષ થવા છતાં વેચાણ દસ્તાવેજ બનાવી આપતા ન હોય જેથી અવાર નવાર દુલાભાઇના સગા સબંધીઓ દસ્તાવેજ બાબતે કહેલ હોય જેનું મનદુ:ખ રાખી મનુ સુકલભાઇ, સુકલ કચરાભાઇ , સમજુબેન […]

રાજુલામાં રેલ્વે દ્વારા રસ્તા પહોળા કરવા પાલિકાને મંજુરી અપાઇ

રાજુલા, રાજુલા ભેરાઈ રોડ અને છતડીયા રોડ ઉપર ભારે ટ્રાફિક સર્જાતી હતી ત્યારે રેલ્વેની જગ્યા નગરપાલિકા દ્વારા માંગવામાં આવી હતી તેને આ રેલવેની જગ્યામાં બાંધકામ ખુલ્લું કરી અને નગરપાલિકાને રસ્તો કાઢવા માટે મંજૂરી આપતા શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. રાજુલા માર્કેટિંગ યાર્ડના નજીક આવેલી ગોળાઈમાં અસંખ્ય સોસાયટીઓ તેમજ ટીપાઓ પોર્ટ જવા માટેના રસ્તાઓ સંકળાયેલા […]

રાજુલા જાફરાબાદ પીપાવાવ વિસ્તારના દારૂનો નાશ કરાયો

રાજુલા, રાજુલા પોલીસ સ્ટેશન, જાફરાબાદ પોલીસ સ્ટેશન,જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન,પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન,નાગેશ્રી પોલીસ સ્ટેશન એમ તમામ પોલીસ સ્ટેશન ની કુલ- 1739 બોટલોનો નાશ કરવામા આવ્યો હતો આ તકે ડી વાય એસ પી હરેશ બી વોરા પીઆઇ ઇન્દુબા ગીડા પ્રાંત કલેકટર શ્રી બરાસરા જયેન્દ્રભાઈ બસિયા હરપાલસિંહ ગોહિલ જયરજભાઈ વાળા પારસભાઈ સહિતના પોલીસ સ્ટાફ જોડાયા હતા.

રાજુલા જાફરાબાદમાં 69 લાખની વિજચોરી ઝડપાઇ

અમરેલી, અમરેલી પીજીવીસીએલ સર્કલની ચેકિંગ ટીમોએ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ચેકિંગ કરી 69.23 લાખની વિજ ચોરી ઝડપી લીધી હતી. એસકેડી ડિવઝનના અમરેલી સર્કલમાં આવેલ જાફરાબાદ અને રાજુલામાં આજે પીજીવીસીએલની 35 ટીમોએ પોતાની સિકયોરીટી સાથે ત્રાટકી 285 જોડાણો ચેક કર્યા હતાં જેમાં ઘર વપરાશના 275 અને વાણિજયક 10 મળી કુલ 285 જોડાણોમાં રહેઠાંણના 75 અને વાણિજયકના 2 […]

રાજુલાના કાતર ગામના રહેણાંક વિસ્તારમાં અવર જવર કરતો દીપડો સીમમાંથી મોડી રાતે ઝડપાયો

રાજુલા, અમરેલી જિલ્લામાં સિંહો દીપડા સહિત વન્યપ્રાણીનો વસવાટ વધી રહ્યો છે ગીર જંગલ રેવન્યુ વિસ્તાર અને સૌવથી વધુ હવે માનવ વસાહત વિસ્તારોમાં દીપડાઓ વધુ ફરી રહ્યા છે જે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે જેના કારણે હવે વનવિભાગ દ્વારા માનવ વસાહત વચ્ચે હરતા ફરતા દીપડાઓ ઉપર વોચ રાખી પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરી છે વધતા જતા […]

રાજુલા જાફરાબાદ પંથકમા ઉધોગો બંધ થતાં સ્થિતિ કફોડી બની

રાજુલા, રાજુલા જાફરાબાદ પંથક ભલે અનેક ઉધોગો ધમધમી રહ્યા છે પરંતું 2 મોટા ઉધોગના કારણે લોકો બેરોજગાર બન્યા છે રાજુલા તાલુકામાં સૌવથી મોટો ઉધોગ પીપાવાવ પીએસએલ પ્રથમ આવી આવી આ વિસ્તરણ લોકોને ખૂબ મોટી અપેક્ષા અને આશા રાખી લોકો નોકરીમાં લાગ્યા હતા 4 હજાર કરતા વધુ લોકો નોકરી કરતા હતા ત્યારબાદ આ કંપની રિલન્સ ડિફેન્સ […]

રાજુલામાં યુવતીનું અપહરણ કરી યુવક ભાગી જતા ઘેરા પ્રત્યાઘાતો : ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો

રાજુલા, અમરેલી જિલ્લામાં ગઈ કાલે એક યુવક યુવતીને ભગાડી જતા સમગ્ર શહેર અને રાજુલા તાલુકામાં ભારે ઘેરાપ્રત્યાઘાતો પડતા સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા ઘટનાને લઈ હિન્દૂ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો મોડી રાતે અમરેલી એસપી હિમકર સિંહના સીધા સુપરવિઝન હેઠળ ડી.વાય.એસ.પી.હરેશ વોરાના નેતૃત્વ હેઠળ રાજુલા પી.આઇ.આઈ.જે.ગીડા સહિતની અલગ અલગ 6 જેટલી […]