બગસરા માં ગામડે ગામડે ઈ વિ એમ માં મતદાન કરવાની સમજૂતી આપવામાં આવી

આવનાની ચૂંટણી ને અનુલક્ષી ને બગસરા મામલદાર ઓફિસ દ્વારા ઈ વિ એમ નિદર્શન વાન દ્વારા મતદારો ને મત કેવી રીતે આપવા તે માટે સમજૂતી આપવામાં આવી હતી ૧૪-અમરેલી લોકસભા મા સમાવિષ્ટ ૯૪-ઘારી વિઘાનસભા મતદાર વિસ્તારના બગસરા તાલુકામા દરેક ગામડે ગામડે ઇવીએમ નિદર્શન વાન દ્વારા મતદારોને ઇવીએમ મા મતદાન કરવા બાબત સમજુતિ આ૫વામા આવી. તથા મામલતદાર […]

બગસરા એસ.બી.આઇ. આસિસ્ટન્ટ મેનેજર જન્મ દિવસ નિમિતે સ્લમ વિસ્તાર ના બાળકો ને લંચબોક્સ ભેટ આપી ઉજવણી કરી

બગસરા એસ.બી.આઇ.શાખા ના આસિસ્ટન્ટ મેનેજર શ્રી  પિયુષભાઈ શાહ ની ૬૦ મી વર્ષગાંઠ નિમિત્તે બગસરા ના સ્લમ વિસ્તાર ના બાળકો ને લંચ બોક્ષ ભેટ આપી અનોખી રીતે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી.   જન્મ દિવસ ની ઉજવણી નિમિત્તે કેક કાપવી નહી,  મીણબત્તી ઓલવવી નહી   પણ જીવનદીપ પ્રગટાવી  છેવાડાના વંચિત પરીવાર ના બાળકો ને મદદરૂપ બની  પીયુષ […]

જુનાગઢ થી પાલીતાણા છરી પાલિક સંઘે બગસરામાં વિશ્રામ લીધો

જુનાગઢ થી પાલીતાણા જતો સંઘ દર વર્ષે શિયાળામાં પોતાની માનતા પૂર્ણ કરવા માટે બીજા રાજ્યમાંથી આપણા સૌરાષ્ટ્રમાં આવેલ વણિક સમાજના પરિવારો દ્વારા પોતાની માનતા પૂર્ણ કરવા માટે જુનાગઢ થી પાલીતાણા ખુલ્લા પગે ચાલીને આશરે 14 કિલોમીટરના અંતરમાં પોતાની સાથે આ સંઘમાં 600 થી વધુ લોકો જોડાયા હતા ઉપરાંત સાધુ સાધ્વી સાથે આ સંઘમાં જોડાયા હતા […]

બગસરા જૂની શાકમાર્કેટ માં નીલગાય નો આતંક દુકાન માં ઘુસી મચાવી તબાહી કર્યું વેર વિખેર

બગસરા શહેર માં અચાનક નીલગાય ઘુસી ગઈ હતી અને જૂની શાકમાર્કેટ માં દુકાનમાં ઘુસી તબાહી મચાવી હતી અને રહેલ માલ સામાન ને વી વિખેર કરી નાખેલ વિગતોનુસાર બગસરા શહેર માં આવેલ જૂની શાકમાર્કેટ માં અચાનક વિચારતા વિચારતા નીલગાય (રોજડું) ઘુસી ગયું હતું અને શાકમાર્કેટ માં આવેલ દુકાનો માં તબાહી મચાવી હતી અચાનક રોઝને જોઈ પબ્લિકમાં […]

બગસરાની શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીની કુંકાવાવ બ્રાંચમાં આપેલ ચેક રિટર્ન થતા 2 વર્ષની સજા

બગસરા, આ કામ નાં ફરીયાદી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી બગસરા ની .મોટી કુંકાવાવ શાખા માંથી ચેક ધિરાણ લોન નાં ખાતાં નં.399 થી તા.05/06/2020 નાં રોજ રૂ.1,50,000/- ની લોન લીધેલ જે લોન પેટે મંડળી ની તમામ હપ્તા પેકીરૂ.1,77,624/- નો ચેક મહેશભાઈ રવજીભાઇ આંબલીયા રહે,બરવાળા બાવીશી,તા.વડીયા જી.અમરેલીવાળા એ તા.23/03/2023 નાં રોજ અમરેલી નાગરિક સહકારી […]

બગસરામાં એસટી ડેપોમાં ભારત સંકલ્પ યાત્રા સફાઈ અભિયાન અંતર્ગત કાગળ ઉપર સફાઈ

બગસરા એસટી ડેપોમાં ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સફાઈ અભિયાન માં બગસરા એસટી ડેપો માં આવતી તમામ બસોમાં કોઈપણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને માત્રને માત્ર ડ્રાઇવર કંડકટર પાસે સહી કરી અને બસ સાફ થઈ ગઈ છે તેવી સહી લેવામાં આવે છે સફાઈ ના નામે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તપાસ કરવામાં આવે તો ઘણું […]

બગસરા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની એક દિવસીય ઓનલાઈન તાલીમનું આયોજન કરાયું

ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિના સભ્યો માટે રાજ્યકક્ષાએથી એક દિવસીય બાયસેગના માધ્યમથી તાલીમનું આયોજન કરાયેલ.જેમાં જિલ્લા કચેરીના માર્ગદર્શન હેઠળ બગસરા તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા બી.આર.સી.કૉ. ઓર્ડીનેટર સહિતના તમામ સમગ્ર શિક્ષા કચેરી બગસરા ના બ્લોક સ્ટાફ દ્વારા બ્લોક કક્ષાએથી શાળા કક્ષા સુધી મોનીટરીંગ નું સુચારુ આયોજન કરાયેલ.તાલીમ દરમિયાન […]

શ્રી સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ સમાજ બગસરા દ્વારા સ્નેહમિલન અને જ્ઞાતિ સમૂહ ભોજન કાર્યક્રમ યોજાયો

બગસરા આયોજિત સ્નેહમિલન અને જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં નવા વર્ષના નવલા દિવસોમાં સમસ્ત બ્રહ્મ સમાજના દરેક પરિવારને રૂબરૂ મળી અને એકબીજા સાથે નવા વિચારોથી નવા વર્ષની શરૂઆત કરવાની શુભકામનાઓ આપી હતી.શ્રી સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ સમાજ બગસરા દ્વારા દર વર્ષે સ્નેહમિલન સાથે સમાજ ઉપયોગી માહિતીઓ રજૂ કરવામાં આવે છે તે જ પ્રમાણે ઔદિચ્ય […]

બગસરામાં સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન 250 થી વધુ અરજદારોએ લાભ લીધો

બગસરામાં બગસરા શહેર વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બગસરા નવી નગરપાલિકા કચેરી ખાતે સવારના 9 થી બપોરના બે કલાક સુધી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આવકના દાખલા જાતિ ડોમી સેલ દાખલા રેશનકાર્ડ આધારકાર્ડ અમૃતમ યોજના કાર્ડ વિધવા સહાય બેંક ખાતા સહિતના પ્રશ્નો […]

રદ થયેલી દવા આરોગતા બગસરાની બે બાળાઓની હાલત ગંભીર બની

બગસરા, બગસરામાં દવાઓનો આડેધડ નિકાલ કરવામાં આવતા આવી નકામી થયેલી દવા નાખી દેતા આ દવા બે છોકરીઓ દ્વારા આરોગ્ય લેતા દવાખાનામાં દાખલ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી. વિગત અનુસાર બગસરામાં મેડિકલ સ્ટોર ધારકો તેમજ લોકો દ્વારા પણ પોતાના ઘરમાં નકામી પડી રહેલી દવાઓ જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતી હોય છે. પરંતુ તેના કેવા પરિણામો આવી […]