ધારીથી દલખાણીયાનો રસ્તો જંગલ કરતા પણ ખરાબ બન્યો : ગ્રામીણ જનતા ત્રાહિમામ

દલખાણીયા, (યોગેશ સોલંકી)ધારીના ગીર કાંઠાના દલખાણીયા રોડની બિસ્માર હાલત બની છે. રોડમાં મોટા ગાબડા પડી જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ધારીથી દલખાણીયા ગામનો રોડ એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે. ખાડા ખવડા થઈ ગયા છે દલખાણીયા થી સેમરડી ગેટ સુધીનો રોડ સાવ એટલે સાવ છે બિસ્માર હાલતમાં છે ધારી થી સેમરડી નાકા સુધી […]

ધારીના જીરા અને અમરેલીમાં બેના કમોત

અમરેલી, ધારી તાલુકાના જીરા ગામે રહેતા સંદિપભાઈ સાંગાભાઈ શેલાણા ઉ.વ. 29 છેલ્લા 10-12 વર્ષથી માનસિક બિમાર હોય. જેની દવા ચાલુ હોય જેથી માનસિક બિમારીના કારણે જીરા ગામની રાનેળાના કેડે આવેલ બટુકભાઈની વાડીએ કુવા પાસે જતા અકસ્માતે કુવામાં પડી જતા પાણીમાં ડુબી જવાથી મૃત્યું નિપજયાનું ધીરૂભાઈ રત્નાભાઈ શેલાણાએ ધારી પોલિસ મથકમાં જાહેર કરેલ છે. જયારે બીજા […]

ચલાલા ધારી રોડ ઉપર સીમેન્ટના થાંભલા સાથે બાઈક ભટકાતા પ્રૌઢનું મોત નિપજ્યું

અમરેલી, ચલાલા ધારી રોડ ઉપર હરીબા મહિલા કોલેજની સામે મુળ ધારી વેકરીયાપરા હાલ સુરત રહેતા પ્રવિણભાઈ જીવાભાઈ વણોદીયા ઉ.વ. 42 હીરો સ્પ્લેન્ડર જી.જે. 01 ડી.સી. 1283 પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રોડની સાઈડમાં પીજીવીસીએલના સીમેન્ટના થાંભલા સાથે ભટકાવી માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ કરી મૃત્યું નિપજાવી ગુનો કર્યાની જીવાભાઈ ભાણાભાઈ વડોદીયાએ ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ

ધારી શહેરને ફાયર ફાઈટર ફાળવો : શ્રી પરેશ પટ્ટણી

ધારી, ધારીમાં ફાયર ફાઈટર ફાળવવા બજરંગ ગૃપ દ્વારા શ્રી પરેશભાઈ પટ્ટણીએ ધારાસભ્ય જે.વી.કાકડીયાને રજુઆત કરી છે. અને જણાવ્યું છે કે ધારી ગ્રામ પંચાયત પાસે ફાયર ફાઈટત ન હોવાથી જ્યારે પણ ધારી અને આજુબાજુના વિસ્તારમાં આગ લાગે ત્યારે બગસરા અને ચલાલાથી ફાયર ફાઈટર મંગાવા પડે છે ધારી અને પ્રેમ પરામાં આગ જનીનો બનાવ બનવા પામે છેત્યારસદનસીબે […]

ધારીના શિવનગરમાં ત્રણ ઉપર હુમલો

અમરેલી, ધારી શિવનગર વિનુભાઈ કાથરોટીયાના ઘર પાસે શેરીમાં તથા હિતેશભાઈ મહેતાના મકાન સામે આવેલ મેદાનમાં તા. 15-11 ના સાંજના જયઓમ હિતેશભાઈ મહેતા , હરીઓમભાઈ મહેતા , ૠષિકભાઈ મહેતા પોતાના ઘરે સરસામાન લેવા જતા રસ્તામાં રવિ ભરતભાઈ જોશી સામા મળેલ.અને આવવા જવાના રસ્તા પ્રશ્ને રકઝક કરી જયઓમને ધમકી આપેલ. અને એક સંપ કરી ગેરકાયદેસર મંડળીે રચી […]

ધારી: સગીરાનું અપહરણ કરનારને વીસ વર્ષની સખત કેદ

ધારી, ધારીના ગામડાની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં જુનાગઢના આરોપીને ધારીની પોકસો કોર્ટે 20 વર્ષની કેદ ફટકારી હતી.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, ધારીના ગામડાની એક સગીરાને તેના ગામમાં માતાજીના માંડવામાં આવેલા જુનાગઢના સુખનાથ ચોકમાં રહેતા જયેશ અરવીંદ વડેસરા નામના શખ્સે તેણીની નાની ઉમરનો લાભ લઇ તેને પ્રેમજાળમાં ફસાવી તા. 22-9-2019ના રોજ તેણીને […]

ધારી શહેરમાં સમી સાંજે જોરદાર માવઠું : 20 મીનીટમાં અડધો ઈંચ

ધારી, ધારી શહેરમાં આજે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો હાલમાં શરૂ થયેલી ગુલાબી ઠંડી વચ્ચે અચાનક વરસાદ ખમકતા ઘડીભર માટે દોડધામ થઈ હતી અને જનજીવન તરફ થઈ ગયું હતું સતત 20 થી 25 મિનિટ સુધી લગભગ અડધા ઇંચ જેટલું પાણી પડી ગયું હતું.

અમરેલી જિલ્લામાં અનોખુ સ્થાન ધરાવતું ધારી માર્કેટ યાર્ડ

અમરેલી, નિષ્ઠા અને મેનેજમેન્ટ કોને કહેવાય તે ધારી માર્કેટ યાર્ડમાં અમરેલી જિલ્લાના પીઢ સહકારી આગેવાન શ્રી રમણીકભાઈ સોજીત્રાએ બતાવી આપ્યું છે અને ધારી માર્કેટયાર્ડ અમરેલી જિલ્લામાં સૌથી અનોખા માર્કેટ યાર્ડ તરીકે ઉભરી આવ્યું છે તેનું કારણ છે કે અહીં વેપારી પાસેથી કમિશન નથી લેવાતું અને ખેડૂતને બપોર સુધીમાં માલ વેચાઈ જાય છે અને રૂપિયા પણ […]

ધારીના છતડીયામાં મહિલાએ એસીડ પીધ્ાું

અમરેલી, ધારી તાલુકાના છતડીયા ગામે રહેતી રૂપલબેન વિજયભાઈ બાંભણીયા ઉ.વ. 25 ના લગ્ન બે વર્ષ પહેલા થયેલ હોય.અને લગ્ન જીવન દરમ્યાન દવા લેવા છતા પણ સંતાન થતું ન હોય જેથી પોતાને મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે ઘરમાં પડેલ એસીડની બોટલમાંથી થોડુક એસીડ પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી

અમરેલી જિલ્લામાં સાર્વત્રીક મેઘ મંડાણ : અમૃત વર્ષા

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં રવિવારે ધીંગીધરાને મેહુલીયાએ તૃપ્ત કર્યા બાદ બીજા દિવસે સોમવારે પણ સવારથી સાંજ સુધી જિલ્લાભરમાં અવિરત પણે હળવા ભારે વરસાદ શરૂ રહ્યો છે અને લખાય છે ત્ત્યારે પણ રાત્રીનાં પણ વધ્ાુ વરસાદ પડવાની શક્યતાઓ છે. અમરેલી તાલુકાનાં શેડુભાર અને ચિતલમાં ધોધમાર વરસાદ પડવાનાં કારણે નાના માચીયાળા, ઠેબી નદીમાં બે કાંઠે પુર […]